Abtak Media Google News

દિવ્યાંગોના વિકાસ માટેની યોજનાઓનો વ્યાપ વધશે: જન કોર્પોરેશન રાખશે દેખરેખ

ગુજરાતમાં વસતા વિકલાંગોની સુખાકારી માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સમયાંતરે વિવિધ યોજનાની અમલવારી કરાવવામાં આવી છે. હવે રાજ્ય સરકારે વિકલાંગોને મળતા લાભોનો વ્યાપ વધાર્યો હોવાનું જાણવા મળે છે. રાજ્યની કેબીનેટ દ્વારા તાજેતરમાં દિવ્યાંગજન કોર્પોરેશનની સપના કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ દિવ્યાંગજન કોર્પોરેશન દિવ્યાંગો માટેની યોજનાઓની અમલવારી ઉપર નજર રાખશે.

તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણી મનની મોકળાશ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓને મળ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યેલા રિ-પ્રેઝેન્ટેશન મુજબ સરકારે કેટલાક સુધારા કરવાનો નિર્ણય લીધો છે. દિવ્યાંગોના કલ્યાણ માટે સરકારે પગલા ભરવાનું શરૂ કર્યું છે. ૨૦૧૦માં દિવ્યાંગોને સહાય પેટે રૂપિયા .૧૦,૦૦૦ની ફાળવણી તી હતી. જે વધારીને બે ગણી કરવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગ ગૃહમાં રહેતા બાળકોને અગાઉ રૂપિયા ૧૫૦૦ સ્ટાઈપેન્ડ પેટે ફાળવવામાં આવતા હતા. આ રકમ વધારીને હવે રૂપિયા ૨૧૬૦ ઈ છે.

Dsc 9005

આવી જ રીતે આ બે યોજનાઓમાં મળતી ગ્રાન્ટ પણ સરકાર દ્વારા વધારવામાં આવી છે.

સુત્રો પાસેી મળતા આંકડાનુસાર રાજ્યમાં ૧.૮ ટકા વસ્તી દિવ્યાંગ છે. એકંદરે ૧૩ લાખ જેટલા લોકો કોઈને કોઈ વિકલાંગતા ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા વિકલાંગ લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સો જ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યુનિક ડિસેબ્લીટી આઈડી (યુડીઆઈડી) સ્કીમની અમલવારી પણ રાજ્ય સરકાર કરાવી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓનો વિકલાંગોને સરળતાી લાભ મળી શકે તેવા હેતુી દિવ્યાંગોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવામાં મદદ કરી રહી છે.  કેન્દ્ર સરકારના યુડીઆઈડી કાર્ડના માધ્યમી વિકલાંગ વ્યક્તિ આખા દેશમાં રોડ, રેલ કે હવાઈ મુસાફરી માટે ક્ધસેશન મેળવી શકે છે.

દરમિયાન રાજ્યમાં વિકલાંગ લોકોના સર્વાંગ ઉતન માટે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજન કોર્પોરેશનની રચનાની તૈયારી ઈ છે. આ કોર્પોરેશન વિકલાંગો માટે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનાઓ ઉપર નજર રાખશે. વધુને વધુ દિવ્યાંગો યોજનાઓનો લાભ લઈ શકે તેવું રૂપાણી સરકાર નિર્ધારીત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.