Abtak Media Google News

હાલ માત્ર પડધરી જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બાળકોને ઉઠાવતી ગેંગ સક્રિય હોવાની અફવાને પગલે અનેક નિર્દોષ લોકો ટોળાના રોષનો ભોગ બની રહ્યા છે આવ અફવાઓ પર ધ્યાન ના આપવા અને અફવાઓ ફેલાતી રોકવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.

(આર.પી કોડીયાતર) પોલીસ સબ ઇન્સપેકટર પડધરી પોલીસ સ્ટેશન દ્વારા બાળકોને ઉઠાવી જતી ગેંગ પડધરી તાલુકા મા આવી હોવાના સોશ્યલ મીડિયામાં વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે હાલમાં સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ જેવા કે વ્હોટસ અપ, ફેસબુક, ટ્વીટર મારફત અફવા ચાલી રહી છે પડધરી તાલૂકા કોઈ ચોક્કસ ગેંગ બાળકોના અપહરણ કરવા માટે ઉતરેલ છે તે વાત તદન ખોટી છે આવી કોઈ ગેંગ પડધરી તાલુકા ખાતે આવેલ નથી આ માત્ર એક અફવા છે.

તેમજ પડધરી તાલુકા તમામ નાગરિકોને આ પ્રકારની અફવાથી ડરવું નહિ તેમજ આવી અફવા પર વિશ્વાસ કરવો નહિ અને અફવાથી ગભરાઈને કાયદો હાથમાં લેવો નહિ અને આવી અફવા ફેલાવનાર તત્વોથી સાવધાન રહેવું. આવી અફવાઓ સાંભળીને કોઈ વ્યક્તિ કાયદાને હાથમાં લેવાનું કૃત્ય કરતા જણાઈ આવે તો તેની જાણ પડધરી તાલુકા પોલીસ દરેક નાગરિકના રક્ષણ માટે હમેશા તત્પર છે.

તેમજ જીલ્લા પોલીસવડાએ અંતમાં જણાવ્યું છે કે ખોટી અફવા ફેલાવનાર વિરુદ્ધમાં ભારતીય દંડ સંહિતાની કલમો તથા આઈટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કડકમાં કડક પગલા લેવામાં આવશે
રીપોટર. સતીષ વડગામા ભોમીક તળપદા ( પડધરી )

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.