Abtak Media Google News

ચાંદીની બગીમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજીનું વિવિધ સમાજ અને વેપારી મંડળે કર્યું સ્વાગત

હાથીની અંબાડી, ૧૫ અશ્વો, બળદ-ઉંટ ગાડી, છ રજવાડી બગી અને ૩૦ વિન્ટેજ કારમાં સાધુ-મહંતો, રાજા-મહારાજા, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, ઉધોગપતિઓ નગરયાત્રામાં જોડાયા

મહાયજ્ઞમાં યજ્ઞની સામગ્રીથી કરાઈ અગ્નિ પ્રજલિત: વૈદિક મંત્રોચ્ચારથી દિવ્યતા અનુભવાઈ: સાંજે દિપ પ્રાગટય, વસંતપંચમીએ સંતો-મહંતોની નિશ્રામાં રાજયાભિષેક

રાજકોટનાં ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજી જાડેજાની તા.૩૦ને ગુરૂવારનાં રોજ રાજતિલક વિધિ થવાની છે તે પૂર્વે રાજ પરિવાર દ્વારા ત્રિદિવસીય પર્વમાં તલવાર રાસે વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો અને રણજીત વિલાસ પેલેસથી પ્રસ્થાન થયેલી વિશાળ નગરયાત્રાએ વિવિધ રાજમાર્ગો પર નિકળી હતી.

Dsc 8312

જેમાં અબતક પરિવાર દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો-મહંતો, વિવિધ સમાજના અગ્રણીઓ અને વેપારી મંડળો દ્વારા સ્વાગત કરી નગરજનોનું રાજવી પરિવારે અભિવાદન ઝીલ્યું હતું.

Dsc 0883

રાજયાભિષેક મહોત્સવના પ્રથમ દિવસે તા.૨૮ને મંગળવારનાં રોજ શહેરનાં રણજીત વિલાસ પેલેસ સ્થિત બપોરના ૪ કલાકે રાજકોટનાં ૧૭માં ઉતરાધિકારી માંધાતાસિંહજીની ભવ્ય નગરયાત્રા નિકળી હતી.

Dsc 8286

ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા અને યુવરાજ સાહેબ જયદિપસિંહજી જાડેજા ચાંદીની બગીમાં રજવાડી ઠાઠ સાથે હાથીની અંબાડી, ૧ ઉંટ ગાડી, ૧૫ અશ્ર્વો, બળદ ગાડી, ૬ રજવાડી બગી અને ૩૦થી વધુ વિન્ટેજ કારમાં ઐતિહાસિક નગરયાત્રા નિકળી હતી.

Dsc 8302

નગરયાત્રામાં બગી અને વિન્ટેજ કારમાં સ્વામિનારાયણ સંસ્થાના સંતો, હવેલીનાં મુખ્યાજી, પ્રાચીન મંદિરોના સાધુ, રાજા-મહારાજા, ઉધોગપતિ, શ્રેષ્ઠી અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિત પ્રથમવાર ઉપસ્થિત રહ્યા હતા.

Dsc 0880

નગરયાત્રામાં સાધુ-સંતો, વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારી મંડળ દ્વારા માંધાતાસિંહજી જાડેજાનું સ્વાગત કર્યું હતું અને રાજમાર્ગો પર મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોનું ઠાકોર સાહેબ માંધાતાસિંહજી અને યુવરાજ સાહેબ જયદિપસિંહે અભિવાદન ઝીલ્યું હતું.

Dsc 8264

રણજીત વિલાસ પેલેસનાં પરિસરમાં રાજયાભિષેક અંતર્ગત મહાયજ્ઞનાં આચાર્ય કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ યજ્ઞ સામગ્રીની સુવાસથી અગ્નિ પ્રજલિત કરવામાં આવી હતી અને દિવ્ય મંત્રોથી પરિસરમાં દિવ્ય અનુભવાઈ રહી હતી.

002

૫૧ બ્રાહ્મણો દ્વારા પવિત્ર જલ અને ઔષધિઓથી અભિષેક કરવામાં આવશે.

આજે સાંજે ૬:૩૦ કલાકે રણજીત વિલાસ પેલેસમાં રાજકોટનાં રાજચિહ્ન પર ૭૦૦૦થી વધુ દિપ પ્રાગટય કરવામાં આવશે તો નગરજનોએ જયોતિ પર્વમાં જોડાવવા નિમંત્રણ પાઠવવામાં આવે છે. તા.૩૦ને વસંત પંચમીએ માંધાતાસિંહજી જાડેજાનાં રાજયાભિષેકનાં ઐતિહાસિક પળનાં સાક્ષી બનવા દ્વારકાનાં દંડી સ્વામી, મુંજકા આશ્રમના પરમાત્માનંદજી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાં રાજકિય, સામાજીક, શ્રેષ્ઠ તેમજ સાધુ-સંતો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજતિલકવિધિ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.