Abtak Media Google News

ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા., પૂ. નમ્રમુનિ મ.સા. અને મહાસતીજીઓની પાવનનિશ્રા; તપ, જપ, તથા ગાદિપતી અર્પણવિધિ જેવા અનેક ધર્મભીના આયોજનો; જૈન શ્રેષ્ઠીઓ અબતકની શુભેચ્છા મુલાકાતે

અનશન આરાધિકા બા સ્વામી. પૂ. ભાગ્યવંતાજી મહાસતીજી ટ્રસ્ટ નિર્મિત પચીસમા તિર્થકર સમા રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ તથા ગોડલ રોડ વેસ્ટ જૈન સંઘ બંને સંઘોનો રજત જયંતિ મહોત્સવનું આયોજન ગુજરાત રત્ન પૂ. સુશાંતમૂનિ મ.સા. એવમ રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.સા. આદી ઠાણા ૩ તથા રાજકોટ બિરાજીત પૂ. મહાસતીજીઓની નિશ્રામાં ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે. આ ધર્મસ્થાનકના રજત જયંતિ ઉપલક્ષે તપ, જપ તથા નવકારશી સહિત અનેક ધર્મભીના કાર્યક્રમો રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ સી.એમ. પૌષધશાળાના આંગણે તા.૧૧.૨.૧૯ને સોમવારે સવારે ૯ થી ૧૨ ગોઠવવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના પેરિસ સમા રાજકોટના તપસમ્રાટ પૂ. રતિલાલજી મ. સાહેબના આશિર્વાદથી સન ૧૯૯૨ના ઠાણાનું ચાતુર્માસ તેમજ પૂ. બા સ્વામીના સંથારા નિમિતે રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ તથા ગોંડલ રોડ વેસ્ટ જૈન સંઘ આવા બે બે ધર્મસ્થાનકનું નિર્માણ થયું.

જે ઉપાશ્રયમાં પૂ. ગૂરૂવર્યોના માર્ગદર્શન હેઠળ અનસન આરાધિકા પૂ. લીલમબાઈ મહાસતીજીના સંપાદનથી ૩૨ આગમનનું ભવ્ય સંકલન રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘથી થયું તેમજ ગોંડલ રોડ વેસ્ટ સંઘ ખાતે વર્ષોથી બહોળા પ્રમાણમાં મેડિકલ સાધનોની સહાય ભવ્ય રીતે સતત ચાલુ છે. તેવા સૌરાષ્ટ્રના શિરમોર સમા બંને જાજરમાન સંઘના ૨૫-૨૫ વર્ષ એટલે કે ‘રજત જયંતિ’ અવસર આવી રહેલ છે. ત્યારે આગામી તા. ૧૧-૦૨-૧૯ના રોજ રાખવામાં આવેલ કાર્યક્રમમાં રાજકોટમાં બિરાજમાન સર્વે પૂ. સંત સતિજીઓઉપસ્થિત રહીને આશિર્વાદ આપશે એવમ શુભેચ્છા અર્પણ કરશે.

આ અવસરે ગુજરાત રત્નૂ. સુશાંતમૂનિ મ.સા. તાજેતરમાં રાજકોટના આંગણે બે બે ભવ્યાતિભવ્ય દીક્ષા થઈ તેના દીક્ષા દાતા રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા. એવમ રાજકોટમાં બિરાજીત સર્વે પૂ. સંત સતિજીઓ ખાસ ઉપસ્થિત રહીને આર્શિવચન- આશિર્વાદ પાઠવશે.આબંને ઉપાશ્રયના રજત જયંતિના પ્રસંગે રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી રોયલપાર્ક ઉપાશ્રયના લુક એન લર્નના બાળકો તેમજ બંને મહિલા મંડળના બહેનો દ્વારા વિશિષ્ટ નાટિકા સાથે નુતન અભિગમનું આયોજન કરવામા આવેલ છે. તેમજ બંને સંઘોના ટ્રસ્ટી મંડળે સમગ્ર આયોજનમાં જોડાવા ખાસ અપીલ કરેલ છે.

આ બંને ઉપાશ્રયના રજત જયંતિના પ્રસંગે રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી રોયલપાર્ક ઉપાશ્રયના લુક એન લર્નના બાળકો તેમજ બંને મહિલા મંડળના બહેનો દ્વારા વિશિષ્ટ નાટીકા સાથે નૂતન અભિગમનું આયોજન કરવામાં આવેલ છે.તેમજ સંઘોના ટ્રસ્ટી મંડળે સમગ્ર આયોજનમાં જોડાવા ખાસ અપીલ કરેલ છે.

વિશેષ માહિતી માટે પૂ. ભાગ્યવંતાબાઈ મહાસતીજી સાધના સ્મૃતિ ટ્રસ્ટના ચંદ્રકાંતભાઈ શેઠ મો. ૯૮૨૪૦ ૪૩૭૬૯ નો સંપર્ક કરવો મહોત્સવની સફળતા માટે ચંદ્રકાંતભાઈ શેઠ, કિરીટભાઈ શેઠ, અશોકભાઈ મોદી, મેહુલભાઈ રવાણી, નવીનભાઈ ઝાટકીયા, પ્રતિભાબેન મહેતા, ભાવનાબેન ગોડા, હર્ષાબેન મડીઆ અને ધનસુખભાઈ સંઘવીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.