Abtak Media Google News

તંત્રનો ઢાંક પીછોડો, દેખાવ કરતા થીગડા મરાયા: ગ્રામ્ય વિસ્તારોની જનતામાં ભારે આક્રોશ

દામનગરથી ગારીયાધાર જતા જિલ્લા પંચાયત અમરેલી ના માર્ગ નું અસ્તિત્વ જ સમાપ્ત  ભારે અધોગતિ ભોગવતા ગ્રામ્ય વિસ્તારો હજીરાધાર ધામેલ ભાલવાવ સુરનિવાસ સહિત માં તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી નો મીડિયા અહેવાલ થી તંત્ર નો ઢાંક પીછોડો શરૂ દેખાવ કરતું જિલ્લા પંચાયત નું માર્ગ મકાન નું તંત્ર નજરે પડે છે.

દામનગર થી ગારીયાધાર તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ એ સંપૂર્ણ અસ્તિવત ગુમાવ્યું રોડ હતો કે કેમ ? તેના અવશેષ કે ચિન્હ પણ દર્શક કાચ થી ગોતવા પડે તે હદે નામશેષ અમરેલી જિલ્લા પંચાયત ના (મા.મા). નો રોડ જનતા ને ક્યાં સુધી મામા બનવશે?

તેનો વિગતે મીડિયા અહેવાલ પ્રસિધ્ધ થતા જ જિલ્લા પંચાયત ની પેટા વિભાગીય કચેરી લાઠી દ્વારા ઢાંક પીછોડો શરૂ સામાન્ય દેખાવ કરી જનતા ને મૂર્ખ બનાવવા થીગડા મારવા નું શરૂ એ પણ દેખાવ કરવા માટે થીગડા શરૂ કરતાં જ સ્થાનિકો એ અટકાવતા તંત્ર ને વિગત પૂછતા  ટેલિફોન પર તંત્ર  કાકલૂદી કરી હતી.

Img20191014173654 1

અમરેલી જિલ્લા પંચાયત નો  (મા.મા) માર્ગ મકાન ને રિબન ડેવલોપમેન્ટ એકટ ૧૯૬૭ થી ગ્રામ્ય વિસ્તારો ના રસ્તા ઓ અંગે  અધિકાર આપ્યો છે કે ગ્રામ્ય વિસ્તાર રસ્તા ઓ નું જતન જળવણી કરવા રૂરલ વિભાગ થી કરોડો નું બજેટ મેળવતી જિલ્લા પંચાયત અમરેલી ના (મામા) ક્યાં સુધી ગ્રામ્ય પ્રજા ને મામા બનાવશે ? આ રસ્તો ક્યારે બન્યો ગેરેન્ટી પિરિયડ માં છે કે કેમ ? અને ગેરેન્ટી પિરિયડ પૂરો થયો હોય તો ક્યારે કઈ એજન્સી એ આ રોડ બનાવ્યો તેની મર્યાદા ક્યારે સમાપ્ત થાય છે તેવી વિગત પૂછતા તંત્ર નો ઢાંક પુછોડો થીગડા થી નારાજ સ્થાનિકો એ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ ને રજુઆત કરી થીગડા બંધ કરવા રજુઆત કરતા તાલુકા પ્રમુખે વિગતો મેળવી ઇન્ચાર્જ ઈજનેર ને લોકો ની નારાજગી અંગે વાકેફ કર્યા

દામનગર થી ગારીયાધાર તરફ જતા ગ્રામ્ય વિસ્તારો ની જનતા ભારે ઉગ્ર આક્રોશ સાથે અવર જવર કરે છે ધામેલ હજીરાધાર ભાલવાવ સુરનિવાસ માંગુકા સહિત ના ગ્રામ્ય થી ધંધા રોજગારી માટે દામનગર તરફ આવવા નું ટાળે છે દામનગર શહેર તરફ આવવું એટલે ચંદ્ર પર લેન્ડીગ કરવા બરાબર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.