૯૦ ટકા બિમારીઓનું મૂળ કારણ નકારાત્મક વિચારોમાંથી ઉત્પન્ન થતી ઉર્જા….!

કોરોના બધાને થશે એ કદી ન વિચારો…!

માનવ જીવનમાં વિચારોને ખૂબજ મહત્વ અપાયું છે અને તેમા પણ ખાસ કરીને સકારાત્મક વિચાર અને નકારાત્મક વિચાર આ બે પ્રકારના વિચારોથી માનવ જીવન ઉપર સારી અને માઠી અસર પડે છે. આધ્યાત્મિકતા સાથે જોડાયેલી આ વાતને વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી છે.

સકારાત્મક વિચારોમાંથી ઉત્પન થતી ઉર્જા સારા પરિણામ લાવે છે. જયારે નકારાત્મક વિચારોમાંથી ઉત્પન્ન થયેલ ઉર્જા માઠા પરિણામ લાવી શકે છે. ખાસ કરીને સમગ્ર વિશ્વઉપર આવી પડેલી કોરોના મહામારીમાં મોટા ભાગના લોકો માનસિક હતાશા અનુભવી રહ્યા છે.

ત્યારે સકારાત્મક વિચારોમાંથી ઉત્પન થતી ઉર્જા મસ્ત જીંદગી જીવવા માયેનું ‘બળ’પૂરૂ પાડેલ છે. જયારે નકારાત્મક વિચારોમાંથી ઉત્પન્ન થતી ઉર્જા ૯૦ ટકા બીમારીઓને નોતરૂ આપે છે.અમેરિકામાં એક કેદીને જયારે ફાંસીની સજા સંભળાવવામાં આવી ત્યારે ત્યાંના અમુક વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી ઉપર કંઈક પ્રયોગ કરવામાં આવે… અને કેદીને કહેવામાં આવ્યં કે તને ફાંસી દ્વારા મોતની સજા આપી દેવાની છે.

Loading...