Abtak Media Google News

ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં રોબો જર્નાલીસ્ટ પત્રકારો કરતા વધુ સક્ષમ

આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ અને ટેકનોલોજીનો દબદબો વધતા આધુનિકરણ દરેક ક્ષેત્રે છવાઈ ગયું છે અને મનુષ્ય કરતા પણ મશીનોને વધુ પ્રાધાન્યતા અપાવા લાગી છે. કામદારો અને મજુરોના સ્થળે મહાકાય મશીનો આવ્યા બાદ હવે પત્રકારોની નોકરી પણ આર્ટીફિશીયલ ઈન્ટેબીજન્સથી પડકારજનક બનશે.

1 27રોબોટ રાજનૈતિક, સેકસ રોબો અને હવે રોબો જર્નાલીઝમ આવી રહ્યું છે. જેથી પત્રકારોની આવડત સામે રોબોટીક શકિતઓ વધુ મજબુત બની રહ્યું છે. વિશ્ર્વનો ઘણો ખરો મીડિયા કંપનીઓએ રોબો જર્નાલીઝમને આવકાર્યું છે પરંતુ જર્મન પબ્લિશર એકસલ સ્પ્રીંગર જણાવે છે કે રોબો જર્નાલીઝમ આર્ટીફિશલ ઈન્ટેલીજન્સથી બનાવવામાં આવ્યા છે માટે તેઓ પત્રકારોના પેટ પર પાટા નહીં મારે. પત્રકારોની ક્ષમતાના સ્તરો અલગ છે. જેની સરખામણી ટેકનોલોજી સાથે કરી શકાય નહીં.

થોમસ રાઉટર્સ જેવી ઘણી મીડિયા સંસ્થાઓ સારા અને વજનદાર ડેટા મેળવવા માટે ઓટોમેટ રોબો જર્નાલીસ્ટનો ઉપયોગ કરે છે કારણકે પત્રકારોની સ્થાને રોબોટનું મેઈન્ટેનન્સ સસ્તુ અને વધુ ઉત્પાદક રહે છે પરંતુ સ્પ્રીંગરનું કહેવું છે કે અમારી પ્રગતિથી વધુ લોકો આકર્ષાય છે અને તેમને અમારા સમાચાર વાંચવામાં વધુ રસ પડી રહ્યો છે અને મને નથી લાગતુ કે તેથી પત્રકારોની નોકરી જોખમમાં નથી. જોકે નૈતિકતા ધરાવતા જર્નાલિસ્ટ જ સનસનખેજ ખબરો લાવી શકે છે પરંતુ રોબોટ પણ ઉપયોગી બને છે. તેથી આઈટી ક્ષેત્રોની પણ આવડતો વધી રહી છે.

3 17સમાચારપત્રો ઉપરાંત સ્પ્રીંગર ચોથા ભાગના નફાનો હિસ્સો ડિજીટલ માધ્યમથી મેળવે છે. એમ પ્રિન્ટ ઉપરાંત ડિજીટલ મીડિયા પણ મહત્વપૂર્ણ બની રહ્યું છે અને ડિજીટલ માધ્યમથી તેને તેની આવક બમણી કરી છે. ૨૦૧૭ સુધીમાં તેણે ૨,૮૬૭ રોબોટ જર્નાલીસ્ટ વસાવી લીધા હતા અને ૨૦૧૬ સુધીમાં તેની પાસે ૨,૮૮૮ રોબોટ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.