જામનગરમાં ગાંધીનગર રેલવે ફાટકથી બેડેશ્વર જંક્શન સુધીનો માર્ગ ફોરલેન બનશે

143
jmc
jmc

જામનગરમાં ગાંધીનગર રેલવે ક્રોસિંગથી બેડેશ્વર જંકશન (રીંગ રોડ જંકશન) સુધીના હૈયાત રોડને ફોરલેન રોડ મુજબ વાઈડીંગ કરી મેટલ કામ કરવા માટે રૃપિયા ૧ કરોડ ૧૭ લાખના ખર્ચને સ્ટેન્ડીંગ કમિટીએ મંજુરી આપી છે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને ગઈકાલે મળી હતી જેમાં ૧૦ સભ્યો ઉપરાંત મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, કમિશનર આર.બી. બારડ, ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનર મુકેશ કુંભારાણા ઉપસ્થિત રહ્યા હતાં.

શહેરના બાર સુએઝ પમ્પીંગ સ્ટેશન ચલાવવા માટે ઈલેક્ટ્રોનિક મિકેનિકલ વર્કસ ઓફ પમ્પીંગ મશીનરી તેમજ ઈક્વાયરમેન્ટ એન્ડ સિવિલ વર્ક ઓફ સુએઝ પમ્પીંગનું સ્ટેશન તથા રાઉન્ડ ધી ક્લોક પ્રોપર પમ્પીંગ ઓફ સુએઝના કામ માટે કોમ્પ્રેહેન્સીવ મેનટન્સ અને રિપેરીંગ માટે ૧ર માસના કોન્ટ્રાક્ટ અન્વયે રૃપિયા ૮૩ લાખ ૬૭ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

શહેરના વોર્ડ નંબર ૧૦, ૧૧ અને ૧ર મા લોકભાગીદારીથી સીસી રોડ/સીસી બ્લોક્સના કામ માટે વાર્ષિક રૃપિયા ર કરોડ ૭૭ લાખના ખર્ચને મંજુરી અપાઈ હતી.

જામનગર મહાનગરપાલિકાની માલ-મિલકતોની સુરક્ષા માટે વર્ષ ર૦૧૮-૧૯ માટે ખાનગી સિક્યોરીટી એજન્સીની સેવા માટે ૩૦ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. વ્હોરા હજીરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર કામ દરમિયાન ડેમેજ થયેલા હૈયાત રોડ રી-ઈન્સ્ટેટમેન્ટના કામ માટે રૃપિયા ૭ લાખ ર૧ હજાર, સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલન-નિભાવ ખર્ચ માટે વાર્ષિક રૃપિયા ૩૩લાખ, ટ્રી ગાર્ડ ખરીદવા માટે વાર્ષિક રૃપિયા ૧૦ લાખ, જી.આઈ. પાઈપ, બોરીંગ આઈટમ ખરીદવા વાર્ષિક રૃપિયા પાંચલાખ, શહેરના અલગ અલગ વિસ્તારમાં બોર કરવા વાર્ષિક રૃપિયા ૭ લાખ, ગેસ ઈલેકટ્રીક, કેબલ પાઈપ કામગીરી માટે ખોદકામ કર્યા પછીના પેચવર્ક માટે વાર્ષિક રૃપિયા ૩૩ લાખ, જ્ઞાનગંગા. એસ.આર.માં સ્ટેન્ધનીંગ, અપગ્રેડેશન માટે વાર્ષિક રૃપિયા ૪ લાખ ૬૪ હજારના ખર્ચને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ધન અને પ્રવાહી કચરાને અલગ પાડવા સંગ્રહ કરવા પહોંચાડવા અને એકત્ર કરી નિકાલ કરવા માટે પબ્લિક હેલ્થ બાયલોગ ડ્રાફ્ટ મેજર કરવા માટેની દરખાસ્ત ભલામણ સાથે સામાન્ય સભામાં મોકલી આપવા નિર્ણય લેવાયો હતો.

કેવડી નદીવાળા બ્રીજથી રીંગરોડ જંકશન સુધીનો ર૪ મીટર માર્ગ પહોળો કરવા ડી.પી. કપાતના વાંધેદારોને રૃબરૃ સાંભળવાનો પણ ઠરાવ કરાયો હતો.

વોર્ડ નંબર ૧, ૬ અને ૭ મા મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય માટે ૧૪ લાખ ૬૦ હજારના ખર્ચની દરખાસ્ત ચેર ઉપરથી રજૂ થતા મંજુર કરવામાં આવી હતી.

Loading...