અરૂણાચલ પ્રદેશમાં ચીનથી આવતી નદી રહસ્યમય રીતે કાળી પડી ગઇ

siang river | arunachal pradesh
siang river | arunachal pradesh

દુષિત પાણીથી અરૂણાચલ  પ્રદેશના રહેવાસીઓનો જીવ જોખમમાં

૮૨ વર્ષના નિવૃત સરકારી કર્મચારી કાકુત તાયેઁગ અ‚ણાચલ પ્રદેશની ચોખ્ખા પાણીની નદી સિયાંગ પાસે રહેતા હતા. પરંતુ છેલ્લા ર મહીનાથી તે નદીનું પાણી કાળુ પડી રહ્યું છે. તેથી તાપેંગ આશ્ર્ચય પામ્યા છે. સિયાંગ નદી ચીનથી આવે છે. તેને ચીનમાં યાર્લુન્ગ સાંગપોના નામે ઓળખવામાં આવે છે. ચીનમાં પાર્લુન્ગ સાંગપોના નામે ઓળખવામાં આવે છે. ચીનની આ નદી શુમાતના પોઇન્ટથી ભારતમાં પ્રવેશી સિયાંગ બને છે. પાસીઘાટથી સિયાંગ નીચેના ઢાળમા આસામમાં વહે છે અને તે પવિત્ર બ્રહ્મપુત્રા બની જાય છે.

આ વર્ષે ઓકટોબરથી આ સિયાંગ નદી કાળી પડી રહી છે. સ્થાનીક રહેણાંકોનું માનવું છે કે તેનું કારણ ચીન છે. કારણ કે ચીની સરકારે ટકલમકાન રણ વિસ્તારમાં સાઉર્થ ટીબેટની યાલૅગ સાંગપો નદીમાંથી પાણી લાવવાં ટનલ બનાવી હોવાનું તારણ છે. તાયેંગ જણાવે છે કે નદી ખુબ જ સુંદર હતી તેમાં ઘણી માછલીઓ પણ હતી આ પૂર્વ અમે કયારેય આ નદીનું પાણી કાળુ પડતા જોયું નથી. જેથી અરુણાચલ પ્રદેશ  અને આસામ આ ઘટનાથી સર્તક થઇ ચુકયું છે. જો કે ચીને આ બાબતે સ્વીકૃતિ આપી નથી વર્ષ ૧૯૬૧માં ચીનીએ કહ્યું હતું કે હિન્દી ચીની ભાઇ-ભાઇ અને હવે તેઓ ગોળીબાર કરી આતંક મચાવી રહ્યા છે.

હું કેન્દ્ર સરકાર માટે ખુબજ ચિંતિત છું કારણ કે નોર્થ ઇસ્ટ માટે આ સારી બાબત નથી ત્યારે દુષિત પાણીનું બીજું કારણ તાજેતરમાં ટીબેટમાં આવેલો ભૂકંપ પણ માનવામાં આવે છે. મે અહીં થોડા સમયથી માછીમારો જોયા નથી. સુંદરતા પણ ચાલી ગઇ છે. તેનાથી ૩ કિલોમીટર દુર એક વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી આવેલી છે. અને નદી પાસે સ્થળાંતર થયેલા પશુ પક્ષીઓ પણ દેખાયા નથી આ પાણી ફકત કાળુ પાણી નથી આખા અરૂણાચલ પ્રદેશ માટે ચિંતાનો વિષય છે.

Loading...