Abtak Media Google News

કાલે રાત્રે માયાભાઈ આહીરનો લોકડાયરો: સરધાર સ્વામીનારાયણ મંદિરના નિત્ય સ્વપદાસજીસ્વામી જ્ઞાનગંગા વહેડાવશે: ૬ઠ્ઠીએ રાંદલ ર્માંના લોટા ઉત્સવ

૧૧૦૦૦ કુમારીઓ પ્રસાદ લેશે: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે

ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ અને સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે રાજકોટના કુવાડવા રોડ પર ડી માર્ટ મોલની પાછળના ભાગે આવેલ સર્મપણ પાર્ટી પ્લોટની બાજુમાં ‘વૃજધામ’નું નિર્માણ કરવામા આવ્યું છે. જયા તા.૩૦ ડીસે. રવિવારથી તા.૫ જાન્યુઆરી શનિવારસુધી દરરોજ બપોરે ૩ થી ૬ અને રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વ્યાસપીઠ પર સરધાર વાલા સદગુરૂ નિત્યસ્વરૂપદાસજી બીરાજી સંગીતમય શૈલીમાં જ્ઞાનગંગા વહેડાવશે.

ટ્રસ્ટ દ્વારા ભગવતીપરા વિસ્તારમાં નિર્માણધીન સાર્વજનીક હોસ્પિટલના લાભાર્થે કથાનું આયોજન કરવામાં આવેલ છે. કથામા ભાવી આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ તેમજ સ્વામીનારાયણ સંપ્રદાય અને વિવિધ ધર્મ સ્થાનોના સંતો મહંતો વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો, કલાકારો વગેરે હાજરી આપશે.

કાલે બપોરે રણછોડદાસજી આશ્રમથી વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી રણછોડવાડી, બાલક હનુમાન ચોક, પેડકરોડ, સેટેલાઈટ ચોક, પેડક દરવાજા થઈ ૫૦ ફૂટ રોડરૂડી માર્ટ પાસેથી લક્ષમણ પાર્ક, ગૂરૂદેવ સોસા. થઈ કથા સ્થળે પહોચશે.

૪.૩૦ વાગ્યે કથાનો શુભારંભ થશે. મંગળવારે રાત્રે રામ જન્મ અને બુધવારે રાત્રે ૧૦ વાગ્યે કૃષ્ણજન્મ પ્રસંગ ઉજવાશે. ગૂરૂવારે રાત્રે ૧૦ વાગ્યે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ શુક્રવારે સાંજે ૬ વાગ્યે રૂક્ષમણી વિવાહ પ્રસંગ ઉજવાશે. શનિવાર રાત્રે ૧૦.૩૦ વાગ્યે કથાની પૂર્ણાહુતિ થશે.

કથા દરમ્યાન પ્રથમ દિવસે રવિવારે રાત્રે ૯ વાગ્યે લોકડાયરો રાખેલ છે. જેમાં જાણીતા કલાકાર માયાભાઈ આહિર જમાવટ કરશે.

તા.૬ જાન્યુ. રવિવારે સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી ક્રાંતી માનવ સેવા ટ્રસ્ટ તથા સરદાર પટેલ સેવાદળ એસ.પી.જી.ના સંયુકત ઉપક્રમે રકતદાન શિબીર રાખેલ છે. તેજ દિવસે ૬ જાન્યુઆરી સંદલ માતાજીના લોટાનું આયોજન છે. ૧૧૦૦૦ કુમારીકાઓ ગોરણી બની પ્રસાદ લે તેવો સંકલ્પ છે. ભાગવત કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૬ અને રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધીનો રહેશે. વધુ માહિતી માટે પ્રમુખ સંજય હીરાણી મો. ૯૫૧૨૩૪૦૦૧૫ અથવા ૯૫૧૨૩૪૦૦૧૬ ઉપર સંપર્ક કરવો. જ્ઞાનયજ્ઞ નિમિતે કથા સ્થળે ૧૫૦૦૦ લોકો બેસી શકે તેવો વિશાળ આધુનિક સમીયાણો બનાવવામાં આવ્યો છે. સમીયાણો લાઈટોથી ઝળહળશે.

આયોજનને સફળ બનાવવા પ્રમુખ સંજય હિરાણી, જયેશ વીરડીયા, જેન્તી લીંબાસીયા, ચંદ્રેશ ડોબરીયા રજની મોલીયા, જગદીશ અકબરી, તુષાર મેંદપરા, છગન પરસાણા, પરેશ પીપળીયા, હર્ષદ પીપળીયા, નવીન કોટડીયા, અરવિંદ હાપલીયા, જીતુ તળપદા, મહેશ રૈયાણી રસીક બોદર, રજનીદુધાત્રા, ભગવાનજી વેકરીયા, મનસુખ હિરાણી, અશ્ર્વીન સંખાવરા, સુરેશ હિરાણી, શકિત ડોબરીયા, અમૃત સોજીત્રા, હરેશ ભાગયા, મનસુખ કાકડીયારૂએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.