Abtak Media Google News

શહેરમાં ૫૦,૦૦૦થી વધુ ભૂતિયા હોવાનો અંદાજ: ૪.૫૦ કરોડની આવક થશે

કેન્દ્ર સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં અનઅધિકૃત નળ જોડાણ માત્ર રૂા.૫૦૦ વસુલી નિયમીત કરવા કોર્પોરેશન દ્વારા યોજના અમલમાં મુકવામાં આવી છે. દરમિયાન ભૂતિયા નળ જોડાણ નિયમીત કરવાની જવાબદારી વોર્ડ ઈજનેરોને સોંપવામાં આવી છે. શહેરમાં ૧૮ વોર્ડમાં આશરે ૫૦,૦૦૦ જેટલા ભૂતિયા નળ કનેકશન હોવાનો અંદાજ છે.

‘નલ સે જલ’ યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા નિયત કરવામાં આવેલા ચાર્જ ઉપરાંત વધારાના માત્ર રૂા.૫૦૦ વસુલી ભૂતિયા નળ જોડાણ નિયમીત કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં ભૂતિયા નળ જોડાણ નિયમીત કરી શકાશે. ત્યારબાદ કોર્પોરેશન આકરી કાર્યવાહી હાથ ધરશે અને તમામ ભૂતિયાને કાપી નાખશે. અનઅધિકૃત જોડાણ નિયમીત કરાવવાની જવાબદારી વોર્ડ ઈજનેરો પર નાખી દેવામાં આવી છે. શહેરના તમામ ૧૮ વોર્ડ અને નવા ભળેલા વિસ્તારો સહિત આશરે ૫૦,૦૦૦ જેટલા ભૂતિયા હોવાનો અંદાજ છે. જો આ તમામ ભૂતિયા નળ જોડાણ નિયમીત થઈ જાય તો મહાપાલિકાને રૂા.સાડા ચાર કરોડની આવક થશે અને દર વર્ષે પાણી વેરા પાટે આવક થાય છે તેમાં પણ માતબર વધારો થશે. ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ભૂતિયા નિયમીત કરાવવાની આ યોજનાનો લાભ લેવા શહેરીજનોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.