Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શહેરના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો. રાજેશ તૈલીના પુસ્તક ‘સંજીવની સ્પર્શ’નું વિમોચન

શહેરના વરિષ્ઠ ફીજીશ્યન ડો. રાજેશ તૈલી તબીબ જગતમાં માનભર્યુ સ્થાન ધરાવે છે. ડો. રાજેશ તૈલી દ્વારા લીખીત સંજીવની સ્પર્શ પુસ્તકનું વિમોચન ગઇકાલે રવિવારે હેમુ ગઢવી હોલખાતે વિમોચન કરવામાં આવેલ હતું. આ વિમોચન પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, ડો. આઇ.કે. વીજળીવાળા, રાષ્ટ્રીય આઇ.એમ.એ. ના ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, ગુજરાત આઇ.એમ.એ.ના ઉપપ્રમુખ ડો. હિરેશ કોઠારી, વડોદરાથી ડો. એન.જી. સંઘવી વિશેષ હાજર રહેલ હતા. ડો. રાજેશ તેલીસએ પોતાની તબીબી વ્યવસાયમાં ત્રણ દાયકાના આઘ્યત્મિક, સામાજીક અને વૈજ્ઞાનિક અનુભવો આ પુસ્તકોમાં રજુ કરેલ છે. વર્તમાન સમયમાં તબીબ સમાજના સંબંધમાં ચાલી રહેલ તનાવને દુર કરીને પ્રેમ અને વિશ્ર્વાસનાં સેતુને પુન:સ્થાપીત કરવા પ્રયાસ કરેલ છે.

Vlcsnap 2019 12 09 09H06M57S820

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કે સમાજનાં સંતુલન માટે ડોકટર્સ, પોલીસ, શિક્ષણની પ્રતિષ્ઠા આવશ્યક છે. વ્યાવસાયિકરણના આજના સમયમાં દરેક સંબંધો ચર્ચાની એરણ પર છે. ત્યારે આ ત્રણેય સંબંધોમાં પોતીકાપણાની સુરક્ષા અનુભવાય છે. જે સુચારુ સામાજીક સંચાલન માટેના મહત્વના પરિણામો છે તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

રાજકોટ ખાતે જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. રાજેશ તૈલીના પુસ્તકનું વિમોચન કરતી વખતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપરોકત ભાવ રજુ કર્યો હતો. એમ લાગણીસભર અવાજે ઉમેર્યુ હતું કે આ પુસ્તકમાં તાદ્દશ્ય થયેલી માનવીય સંવેદનાના જતનની સફળ સરાહનીય છે. આવી સંવેદનાપૂર્ણ સફરના સર્જન અને સમગ્ર સમાજને તેનો આસ્વાદ કરાવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડો. તૈલીને અનિભંદન આપ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે આજે સંબઁધોની વ્યાખ્યાન તુટી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. આજે ડોકટર દવા તો આપી રહ્યા છે. પણ તેનાં સંબંધનો અભાવ વર્તાઇ રહ્યો છે. આજે અમારી સંવેદન શીલ સરકાર દ્વારા લોકોના કામ કેવી રીતે સરળતાથી થઇ શકે. તેવા પ્રયત્નો કરી રહી છે. આ સરકાર જાડી ચામડી વાળાની સરકાર નથી. પહેલા અને હાલ ચાલી રહેલા સરકારી કામ કાજોમાં પણ પરિસ્થિતિ માં પરીવર્તન જોવા મળી રહ્યું છે. ત્યારે બધી સ્થિતિનો જરુરીયાત બને છે. સમાજમાં દરેક ક્ષેત્રે સંબંધોમાં ગેપ જોવા મળી રહ્યો છે. તેમજ આવો પરિસ્થિતિમાં ડો. તૈલીને આવો વિચાર આવ્યો એ ખુબ જ અભિનંદન છે.

જો તમે દર્દીઓ સાથે પ્રેમનો સંવાદ કરશો તો તેમનું અડધુ દર્દ જતુ રહેશે: ડો. નિરંજન સંઘવી

Vlcsnap 2019 12 09 08H57M33S431

ડો. નિરંજન ગિરધરલાલ સંઘવીએ અબતક સાથેની વાત ચીત કરતા જણાવ્યું હતુ કે ડોકટરો માટે જીવનમાં કરૂણાને પ્રેમએ બંને વસ્તુઓ અગત્યની છે. કરૂણા બતાવશો તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આગળ કાયદો કે મારા મારી પર જશે નહિ ડોકટર અને દર્દીઓ વચ્ચે સંવાદ બરોબર હોય એકબીજાને સમભાવના રહે તો કોઈ જાતની સમસ્યાઓ થતી નથી એ વસ્તુ આ પુસ્તકમાં ઉતારવામાં આવી છે. જો તમે દર્દીઓ ને પ્રેમનો સંવાદન કરશો તો તેમનું અડધુ દર્દ જતુ રહેશે સંજીવની આપે ડોકટરની જીંદગીમાં સ્પર્શ એ બહુજ અગત્યનું છે.

પુસ્તક એકબીજાને જોડતો સેતુ બને તેવું મારૂ માનવું છે: ડો. અતુલ પંડયા

Vlcsnap 2019 12 09 08H57M21S437

ડો. અતુલભાઈ પંડયા અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, મારી દ્રષ્ટીએ આ પુસ્તક એ એક ઋષિવર્ગીય ડોકટરના હાથે લખાયેલું છે. જે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી પુસ્તક છે. આ પુસ્તકમાં એક એક શબ્દ વેધની રૂચા જેવો છે. દર્દીઓ અને ડોકટરો વચ્ચેનો સંબંધો આજકાલ વણસી રહ્યા એની વચ્ચે આ પુસ્તક એકબીજાને જોડતો સેતુ બને એવું મારૂ માનવું છે.

ડો.રાજેશભાઈએ પાતેના અનુભવનો નિચોડ પુસ્તકમાં ઉમેર્યો: ડો.હિરેન કોઠારી

Vlcsnap 2019 12 09 08H57M05S295

ડો. હિરેન કોઠારીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ડો. રાજેશભાઈ તૈલી અમારા ઈન્ડીયન મેડીકલ એશોસીએનના પ્રેસીડેન્ટ તેમજ છેલ્લા ત્રણ દાયકાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા સ્પર્શ સાથે આ શબ્દો અને સાહિત્ય સાધના શરૂ કરી રહ્યા છે મને ખ્યાલ કે ખૂબજ સરળ અને સહહૃદય સાલસ સ્વભાવના ડોકટર રાજેશભાઈ એમના પોતાનાક છેલ્લા ત્રીસ વર્ષના વ્યવસાયના અનુભવો સામાજીક, સંસ્થા સાથેના અનુભવો એમનો નીચોળ આ પુસ્તકમાં ઉતારવામાં આવ્યો.

આ પુસ્તકમાં ડોકટર અને સમાજ વચ્ચેના વિશ્ર્વાસ અને પ્રેમને મજબૂત બનાવવાનો પ્રયાસ: ડો. રાજેશ તૈલી

Vlcsnap 2019 12 09 08H56M49S867

ડો. રાજેશ તૈલીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે આ પુસ્તક અત્યારના સમયમાં ડોકટર અને સમાજ વચ્ચેનો જે વિશ્ર્વાસ પ્રેમનો સેતુ નબળો પડતો જાય છે. જેને ફરીથી મજબૂત કરવા માટેનો પ્રયત્ન આ બૂકમાં ઉતારવામાં આવ્યો છે. છેલ્લા ત્રીસ વર્ષમાં મે હૃદયરોગ નિષ્ણાંત તેમજ એમ.ડી,. ફીઝીસનનું કાર્ય કરેલુ જેના અનુભવો થયા એ અનુભવો મે આમા રજૂ કર્યા હાલ સમાજમાં જે ડોકટરો ખાસ કરીને યુવાન વયના ડોકટરો જોડાઈ રહ્યા છે.મને જે આધ્યાત્મિક અનુભવો થયા તે આ યુવા ડોકટરો પણ જાણે સમજી શકે જે સિધ્ધાંતો પર કાર્ય કરે અને સમાજના કુટુંબનો સભ્ય બની જાય છે.

સંજીવની જડીબુટ્ટી અને ડોકટરની સ્પર્શ એટલે ‘સંજીવની સ્પર્શ’ નામ આપ્યું: ચિંતનભાઈ

Vlcsnap 2019 12 09 08H57M53S670

ચિંતનભાઈએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, સંજીવની સ્પર્શ પૂસ્તક એ અમારી સંસ્થા દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. તેમના પુસ્તકોનું પ્રકાશન કરવાનો શ્રેય મળ્યો આજે એ શ્રેણીમાં ડો. રાજેશ તૈલીનું આ પુસ્તક જોડાય છે. એ અમારી માટે ઘણી આનંદની વાત છે. આ એક એવા વ્યકિત કે જે આપણે આવા કટોકટીના સમયમાં આવુ જીવન જીવી શકાય એનું આ જીવતુ ઉદાહરણ એટલે આ પુસ્તક સમાજના છેલ્લા નાગરીક સુધી પહોચે એવી અપેક્ષાથી અમે આ પુસ્તકનું પ્રકાશન કરીએ છીએ અને અમને આશા છે. આ પુસ્તકનો લાભ ગુજરાતની પ્રજા બહોળી રીતે લેશે અમારી સંસ્થા આર.આર.શેઠ એન્ડ કંપની છેલ્લા પંચાણુ વર્ષથી ગુજરાતી પુસ્તકોનાં પ્રકાશનમાં કામ કરી રહી છે. સ્વ. દેશાઈથી માંડી ગુણવંત શાહ, ડો. આઈ.કે. વીજળીવાળા આવા વિશ્ર્વ પ્રસિધ્ધ ઘણા બધા લેખકોનાં પૂસ્તકો અમે પ્રકાશીત કરેલા તેમજ ગુજરાતી ભાષામાં પ્રથમ ઈબુક પણ પ્રકાશીત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.