Abtak Media Google News

સમગ્ર દેશમાંથી પસંદગી પામતા ફકત ર૦૦ કેડેટસની ટીમમાં સ્થાન મેળવ્યું મુળ મોટા ગુંદા (જી.જામનગર) ગામની વતની કુ. દ્રષ્ટિ વિનોદભાઇ પાડલીયા હાલમાં ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચર્સ એજયુકેશનમાં અભ્યાસ કરે છે.

બાળપણથી જ રમત ગમત તથા નૃત્યમાં માહીર દ્રષ્ટિ વિનોદભાઇ પાડલીયા એ હૈદરાબાદ ખાતે યોજાયેલ મેગા ઇવેન્ટ ઇન્ટરનેશનલ કુચીપુડી ક્ધવેનશન કે જે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પામી છે. તેમા ગુજરાતરાજયનું પ્રતિનિધિત્વ કરી અને ગૌરવ પત્ર પ્રાપ્ત  કરેલ છે. કુ. દ્રષ્ટિ ના રાજપથ દિલ્હી ખાતે યોજનાર પરેડમાં પસંદગી થવાથી ગુજરાત રાજયના શૈક્ષણિક મંત્રી ભુપેન્દ્રભાઇ ચુડાસમામાં એ પણ શુભકામના પાઠવેલ હતી. તેમજ ફુટબોલમાં સ્ટેટ લેવલ સુધી પ્રતિનિધિત્વ કરીને પોતાના વતન તેમજ પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.