Abtak Media Google News

એકાદ ડઝન જેટલા પ્રેસના આઇડી કાર્ડ અને ચેનલના બુમ મળી આવ્યા: ચીટર ગેંગ સામે છેતરપિંડીના આક્ષેપ

શહેરના સિવિલ હોસ્પિટલમાંથી પત્રકારના સ્વાંગમાં રોફ જમાવતી ગેંગના બે યુવતી સહિત છ શખ્સોની સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી એજન્સીના સ્ટાફે ધરપકડ કરતાની સાથે જ નકલી અને અસલી પત્રકારો બેનકાબ થયા હતા. લેભાગુ પત્રકાર ગેંગ સામે પ્રેસના આઇડી બોગસ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગેનો પોલીસે ગુનો નોંધી લેભાગુ પત્રકારના કાળા કરતુત બહાર લાવવા સાત દિવસના રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.Img 20190329 Wa0006

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે સોનોગ્રાફિ રૂમ નજીક મહિલા સિક્યુરીટી ગાર્ડ અને બોગસ પ્રકાર વચ્ચે ફોટા પાડવા અંગે થયેલી બોલાચાલીના કારણે સિક્યુરીટીના અન્ય સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયા હતા તે રીતે બોગસ પત્રકાર ગેંગના અન્ય લેભાગુઓ પણ ઘટના સ્થળે પહોચી પોતે પત્રકાર હોવાનો રોફ જમાવવાનું શરૂ કયુ હતું. અને પોતાની પાસે રહેલાં પ્રેસના બોગસ આઇડી બતાવ્યા હતા.

સિક્યુરીટી એજન્સી દ્વારા પ્રેસના આઇડી અંગે તપાસ કરતા બોગસ હોવાનું બહાર આવતા ગોંડલ રોડ સિતારામ સોસાયટીના જાવિદ ઇબ્રાહીમ ગુર્જર, ધ્રાંગધ્રાં અલ્તાફ નનુ ભટ્ટી, મેહુલનગરનો રોહિત મનહરલાલ રાણપરા, આરએમસી કવાર્ટરની કાંતા ગેલાભાઇ ચાવડા અને નાણાવટી ચોક નંદનવન સોસાયની મીતલ પીઠા રાઠોડને પ્ર.નગર પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસે ફસ્ટ ન્યુઝ ગુજરાત, આર.જે.ન્યુઝ (રાષ્ટ્રીય જન ન્યુઝ), સૌરાષ્ટ્ર ભૂમિ ડેઇલી ન્યુઝ ચેનલ, પ્રાઇડ ઓફ હ્યુમન રાઇટસ, અધિકાર આજકાલ, ન્યુઝ ઇન્ડિયા અને જુદી જુદી ચેનલના ત્રણ બુમ મળી આવતા પોલીસે કબ્જે કરી પી.આઇ. બી.એમ.કાતરીયા સહિતના સ્ટાફે બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેનો ગુનો નોંધી બોગસ કાર્ડ શા માટે બનાવ્યા બોગસ કાર્ડના આધારે કોઇ પાસેથી તોડ કર્યો છે કે કેમ અને તેની સાથે અન્ય કોમ સંડોવાયું છે તે અંગેની વિશેષ તપાસ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.