Abtak Media Google News

સહકાર વિના સહકાર અધુરૂ

કોઈપણ ગ્રુપને મુખ્યમંત્રીની નારાજગી પસંદ ન હોય સમાધાન એક માત્ર વિકલ્પ બચતા ઘીનાં

ઠામમાં ઘી પડયું: હવે યાર્ડમાં હરદેવસિંહ અને ડી.કે.સખીયાની સત્તા બરકરાર રહે તેવો ઘાટ

રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની ચુંટણીમાં શરૂઆતમાં વિવાદો જાગ્યા બાદ તુરંત જ સમી પણ ગયા હતા અને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. અગાઉ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની ચુંટણી વખતે જ રા.લો.સંઘની આછેરી ભૂમિકા બંધાઈ ગઈ હતી તેવી જ રીતે  રા.લો.સંઘની ચુંટણીમાં યાર્ડની ભૂમિકા પણ બંધાઈ ગઈ છે.

રાજકોટ લોધીકા સંઘની ચુંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જેમાં તમામ ગ્રુપો એક થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. સહકાર ક્ષેત્રનાં  અગ્રણીઓ લાલજીભાઈ સાવલીયા, જયેશભાઈ રાદડિયા, ડી.કે.સખીયા અને રમેશ રૂપાપરાએ મળીને સહકાર ક્ષેત્રમાં સર્જાયેલા વિવાદને આટોપી લીધો હતો. રાજકોટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હોમટાઉન હોય જયાં સહકાર ક્ષેત્રમાં ફાટા ન પડે અને કોઈ વિવાદ ન સર્જાય તેવા જુના જોગીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ પ્રયાસો સફળ રહ્યા છે. કારણકે કોઈપણ ગ્રુપ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નારાજ કરવાના મુડમાં ન હોય તમામ એક સંપ કરી અને વિવાદ ડામી દીધો છે. રાજકોટ લોધીકા સંઘની ચુંટણીમાં ચુંટણી જાહેર થયા વેત જ થોડો વિવાદ જોવા મળી રહ્યો હતો જોકે બાદમાં આ વિવાદ ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયો હતો.

Img 20200807 Wa0036

અગાઉ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની ચુંટણીમાં પણ આજ રીતે શરૂઆતી વિવાદ થોડા જ દિવસોમાં સમી ગયો હતો. બેંકની ચુંટણીનો વિવાદ રાજકોટ લોધીકા સંઘનાં સતાધીશોની ભુમિકા બાંધીને ફર્યો હતો. આવી જ રીતે હવે રાજકોટ લોધીકા સંઘની ચુંટણીનો વિવાદ માર્કેટીંગ યાર્ડનાં સતાધીશોની ભૂમિકા બાંધીને સમી જવા પામ્યો છે. હવે માર્કેટીંગ યાર્ડમાં ડી.કે.સખીયા અને હરદેવસિંહની સત્તા બરકરાર રહે તેવો ઘાટ ઘડાયો છે.

ઉમેદવારોનાં નામ

  • અરવિંદભાઈ રૈયાણી
  • નીતિનભાઈ ઢાંકેચા
  • નરેન્દ્રસિંહ જાડેજા
  • મનસુખભાઈ સરધારા
  • રામભાઈ જળુ
  • અરજણભાઈ રૈયાણી
  • સંજયભાઈ અમરેલીયા
  • બાબુભાઈ નસીત
  • હરજીભાઈ અજાણી
  • પ્રવિણભાઈ સખીયા
  • નાથાભાઈ સોરાણી
  • લખમણભાઈ સિંધવ
  • કાનભાઈ દેવળા
  • નરેન્દ્રભાઈ ભુવા
  • ભીમજીભાઈ કલોલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.