Abtak Media Google News

ઝિમ્બાબ્વેમાં રાજકીય સંકટની વચ્ચે નેશનલ બ્રોડકાસ્ટર્સ ‘જેડબીસી’ના હેડક્વાર્ટર પર સૈનિકોએ કબ્જો કરી લીધો છે. ઝિમ્બાબ્વેની સત્તારૂઢ પાર્ટીએ દાવો કર્યો છે કે સત્તા પરિવર્તન બાદ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની અટકાયત કરી લેવામાં આવી છે. ઝિમ્બાબ્વેની સેનાએ રાષ્ટ્રીય પ્રસારણકર્તા ZBC પર કબજો કરી લીધો છે. મુગાબે સુરક્ષિત છે પરંતુ જાણવા મળતી વિગતો પ્રમાણે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ચેનલ પર એક નિવેદન વાંચવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે ‘અપરાધીઓની સામે કાર્યવાહી’ હાથ ધરી છે. સાથે જ કહ્યું છે કે ‘સેનાએ સરકારને ઉથલાવી’ નથી. બીજી બાજુ, શાસક પક્ષ ઝાનુ પીએફએ ટ્વિટર પર જાહેર કર્યું છે, “મન્નાગગ્વાને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. “રાષ્ટ્રપતિ અને તેમના પરિવારની અટકાયત કરવામા આવી છે. બિન-લોહિયાળ સત્તા પરિવર્તન થયું છે.”ઝિમ્બાબવે કે પાર્ટીએ રાષ્ટ્રપતિ કે તેમના પત્નીની જાગીર નથી. ભ્રષ્ટ અને ઠગ લોકોની ધરપકડ કરવામાં આવી છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.