Abtak Media Google News

નાસા દ્વારા અનિંદ્રાનું કારણ શું હોય શકે ? તે માટે આંખને જવાબદાર માનવામાં આવી છે. નાસા દ્વારા આંખની હિલચાલ પરથી અનિંદ્રાનું કારણ જાણી શકાશે તેમ નાસાનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. અપુરતી ઉંઘનાં કારણે રોડ-અકસ્માતમાં ૩૦ ટકા મૃત્યુ અનિંદ્રાનાં કારણે થતા હોવાનું સામે આવ્યું છે ત્યારે મોલ્ટારેટ ઘટાડવા નાસા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં અનિંદ્રાનું કારણ શું હોય શકે તે જાણી શકાશે. દારૂ અને મગજમાં થયેલી ઈજાનું કારણ પણ આંખની હિલચાલ પરથી જાણી શકાશે.

લોકો અનિંદ્રાને સહેજ પણ ગંભીરતાથી લેતા નથી જેથી તેઓએ તેમનો જીવ પણ ગુમાવવો પડી રહ્યો છે.

વિશેષરૂપથી રાત્રીનાં રોજ કામ કરતાં લોકોને આ તકલીફનો સામનો સૌથી વધુ કરવો પડતો હોય છે ત્યારે જે-તે વ્યકિત જો તેમની આંખની સાર-સંભાળ લઈ ન શકતું હોય તો તેમનાં માટે આવનારો સમય ખુબ જ કઠીન બની રહેશે ત્યારે નાસા દ્વારા જે પ્રયોગ હાથ ધરવામાં આવે છે કે, આંખનાં હલન-ચલનથી જ અનિંદ્રાનું કારણ જાણી શકશે જેનાં ફળસ્વ‚પે જે મોટી દુર્ઘટના ઘટીત થતી હતી તે હવે નહીં થાય અને લોકો તેમનો જીવ પણ બચાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.