Abtak Media Google News

ઇ-ફાર્મસી કંપનીઓને મોદી સરકારે તાજેતરમાં માન્યતા આપવાનો નિર્ણય કરતા કેમીસ્ટો એસોસીએશનનો દ્વારા આગામી તા. ર૦થી વિરોધ પ્રદર્શનોનું અને તા.ર૮મીએ હડતાલનું આપેલું એલાન

ઇ-ફાર્મસી કંપનીઓ દ્વારા અપાતા ભારે ડીસ્કાઉન્ટથી પોતાના વ્યવસાયને નુકશાન પહોચાવાની સંભાવના નિહાળતા કેમીસ્ટો હવે અસ્તિત્વની લડાઇ સમજીને ઇ-ફાર્મસીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે

જેટ ગતિએ વિકસતા જતા આપણા દેશ ભારતમાં ઝડપભેર થતાં વસ્તી વધારા બેફાર્મ પણે થતાં ઔદ્યોગીકીકરણ અને જેના કારણે ફેલાતા પ્રદુષણના કારણે નાગરીકો અનેક રોગોનો શિકાર બની રહ્યા છે. જેથી ભારતનો દવા ઉઘોગ ટુંકાગાળામાં વાર્ષિક રૂ એક સો ત્રેવીસ હજાર કરોડે પહોંચી જવા પામ્યો છે. ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં કોમ્યુનિકેશન ક્ષેત્રે આવેલી અદભુત ક્રાંતિના કારણે તમામ ચીજવસ્તુઓના ઓનલાઇન બિઝનેસમાં ભારે ઉછાળો આવ્યો છે.

જેથી વિકસીત દેશોમાં પ્રચલિત ઇ-ફાર્મસીના વ્યવસાય માટે ભારતમાં વિશાળ તકો નિહાળીને અનેક કંપનીઓએ ઓનલાઇન દવા પહોચાડવાના આ વ્યવસાયમાં ઝંપાલાવ્યું છે.

વેબસાઇટ કે એપ દ્વારા ઓખલાઇન દવાઓનું બુકીંગ કરીને તેને કુરિયર દ્વારા હોમ ડીલીવરી કરતી આ કંપનીઓએ દેશના વિશાળ દવા બજારમાં ઝડપભેર પગ પેસારો કરવા અનેક દવાઓ પર ૨૫ ટકા સુધીનું ડિસ્કાઉટ આપવાની જાહેરાત શરૂ કરી હતી.

જેના કારણે આ બિઝનેશમાં ભારે તેજી આવવા લાગી છે. દેશમાં ઇ-ફાર્મસી કંપનીઓની મંજુરી માટે ખાસ નિયમો ન હોય કેન્દ્ર સરકારે ડ્રગ એન્ડ કોસ્મેસ્ટીક એકટ-૧૯૪૫ માં સુધારા વધાર કરવા મામલે સમીતીની રચના કરી હતી. આ સમીતીઓ તાજેતરમાં પોતાનો રીપોર્ટ સરકારે સોંપ્યો હતો. જેથી મોદી સરકારે તાજેતરમાં ઇ-ફાર્મસીને મંજુરી આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય સામે દવાનો વ્યવસાય સાથે સંકળાયેલા કેમીસ્ટોમાં વિરોધની લાગણી છવાઇ જવા પામી છે.2 51આ અંગે સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એસોસીએશનના મંત્રી અનિમેષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે આપણા દેશમાં છેલ્લા થોડા વર્ષોથી ગેરાકાયદેસર રીતે ઇ-ફાર્મસી કંપનીઓ ચાલતી હતી. તેની સામે અમારી અનેક ફરીયાદો હોવા છતાં કેન્દ્ર સરકારે ઇ-ફાર્મસી કંપનીઓને મંજુરસ આપવાનો નિર્ણય કરીને ચોરને પોલીસ બનાવી દીધા જેવો ઘડયો છે.

ઇ-ફાર્મસી કંપનીઓને જવા પ્રકારના ખાસ લાયસન્સ હેઠળ મંજુરી આપવામાં આવી છે. જયારે અમારા માટે કાયદા જુદા છે. જે ભેદભાવ ભર્યુ છે. ઇ-ફાર્મસી કંપનીઓ ડોકટરના પ્રિસ્ક્પ્શિન અપલોડ કરવાથી દવા મોકલનારી છે. તેથી પ્રિસ્કિીપ્શનમાં છેડછાડ કરીને નશીલી કે હાનિકારક દવાઓ મંગાવીને તેનો ઉપયોગ થવાની સંભાવના હોય ગુજરાતની હાલત ઉડતા પંજાબ જેવી થશે.

ઇ-ફાર્મસી કંપનીઓને કાયદેસરની મંજુરી આપ્યા બાદ દેશના ૮.૫ લાખ કેમીસ્ટો અને તેના પર નભતા ૪૦ લાખ પરિવારોને નુકશાન થશે. આ કેમીસ્ટો ઇ-ફાર્મસી કંપનીઓ સામેના સંઘર્ષમાં ટકી નહી શકવાથી તેમના ગુલામ બની જશે તેમ જણાવીને અનિમેષભાઇએ ઉમેર્યુ હતુું.

કે કેનેડામાં ૮૦ ટકા ઇ-ફાર્મસી કંપનીઓ બોગસ છે. આવા વેલ એજયુકેટેડ  દેશમાં આવી સ્થિતિ હોય તો મોટાભાગનો અનએન્યુ કેટેડ અને ગ્રામ્ય વર્ગ ધરાવતા ભારત જેવા દેશમાં ઇ-ફાર્મસી કંપનીઓ છેતરામણી થવાની સંભાવના વધી જશે. એક તરફ મોદી સરકાર મેઇન ઇન ઇન્ડીયાની વાત કરે છે. પરંતુ ઇ-ફાર્મસીને મંજુરી આપીને કેમીસ્ટોને વેપાર બંધ કરાવીને નોકરીયાતા બનાવવા જઇ રહી છે.

ઇ-ફાર્મસી કંપનીઓ અપાતા તગડા ડીસ્કાઉન્ડઅંગે અનિમેષભાઇએ જણાવ્યું હતું કે આવી કંપનીઓ સીધી ફાર્માસ્યુટીકલ કંપનીઓ પાસેથી મોટાપાયે દવાઓ ખરીદશે તેથી તેમને મોટું  ડીસ્કાઉન્ડ મળવાથી જેઓ ગ્રાહકોને ડીસ્કાઉન્ડ આપી શકે છે. જયારે કેમીસ્ટો ભેગા થઇને ડીસ્કાઉન્ડ પર કંપની પાસેથી દવા ખરીદવા જાય તો સરકાર દ્વારા વેપારીઓ સામે સીસીઆઇના કાયદા હેઠળ ફીટ દેવામાં આવે છે

. સરકાર દર્દીઓને ઓછા ભાવે દવાઓ આપવા માંગતી હોય તો જીએસટી રદ કરી નાખે અથવા મેન્યુફેકચરોને મળતા તગડા માર્જીનને ઓછું કરી નાખે સરકારના એનપીપીએ ડીપાર્ટમેન્ટ પાસે દવાઓના ભાવો નકકી કરવાની પુરી શકયાતા છે. તેને કાર્યવાહી કરવી જોઇએ.

કેન્દ્ર સરકાર દ્વારા ઇ-ફાર્મસી કંપનીઓને મંજુરી આપવા જે નિયમો બનાવ્યા છે જે મુજબ દરેક ઇ-ફાર્મસી કંપનીઓ માટે એક નેશનલ પોર્ટલ બનાવવામાં આવશે. આ પોર્ટલમાં રજીસ્ટ્રર થયેલી કંપનીઓ ઇ-ફાર્મસી ચલાવી શકશે. આ ઇ-ફાર્મસી કંપનીઓની કામગીરી પર દેખરેખ રાખવા સેન્ટ્રલ લાયસન્સીંગ ઓથોરીટીની નિમણુંક કરવામાં આવશે આ કંપનીઓને નશીલી અને પ્રતિબંધિત દવાઓનું વેંચાણ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઉપરાંત દરેક કંપનીઓ ડોકટરના ડીજીટલ કે હસ્ત લિખિત પ્રિસ્કીપ્શન તેમના એગ્રીગેટર પર અપલોડ કરી શકશે. એક વખત એક પ્રિન્ક્રીપ્શન પર દવાનું વેંચાણ થયા બાદ ફરીથી તેના પર દવા વેંચાણ થયા બાદ ફરીથી તેના પર દવા વેંચી શકાશે નહીં.

ડોકટર ફરીથી પ્રિસ્કીપ્શન લખી આપશે. પછી જ તેના પર દવા આપી શકાશે. જો કે કેમીસ્ટો માની રહ્યા છે. કે જેમાં પ્રિસ્ક્રીપ્શનનો દુરપયોગ થશે. ઉપરાંત ઇ-ફાર્મસી કંપનીઓ દ્વારા અપાતા તગડા ડીસ્કાઉન્ટ અંગે પણ કેમીસ્ટોરમા અસંતોષ જોવા મળી રહ્યો છે.5 18દવાનું રીટેલ વેંચાણ કરતા દેશભરના કેમીસ્ટોમાં ઇ-ફાર્મસીને મંજુરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે રોષની લાગણી ફેલાઇ જવા પામીછે. ગ્રાહકો સાથે લાંબા સમયથી વ્યવસાય કરવાના કારણે પરિચયથી જોડાયેલા રીટેલર કેમીસ્ટો પણ અનેક મુદ્દાઓ પર ઇ-ફાર્મસીનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે.

જે અંગે રીટેલર કેમીસ્ટ બાબુભાઇ ભુવાએ જણાવ્યું હતું કે અમો વ્યવસ્થીત કાઉન્સીલ કરી જે દવાઓ આપીએ છીઅ.ઇ-ફાર્મસી કંપનીઓ  તેવું કરી શકશે નહીં. ઘણીવખત ગરીબ દર્દીઓને મોંધી દવાની જગ્યાએ ડોકટરો સાથે કન્સલ્ટ કરીને સસ્તી દવાઓ આપીએ છીએ જે ઇ-ફાર્મસીમાં શકય નહીં બને.

વિવિધ રોગો સામે રક્ષણ માટે બાળકોને અપાતા વેકેસીન્સ, ડાયાબીટીસના દર્દીઓને અપાતા ઇન્સ્યુલીન્સ વગેરે જેવી અનેક દવાઓમાં તાપમાન જાળવવું અતિજરુરી છે. તાપમાન જાળવવા વગર અપાયેલી આવી દવાઓ બિનઅસરકાર થઇ જતી હોય છે. તેથી ઇ-ફાર્મસી દ્વારા હોમ ડીલેવરી કરવામાં આવતી આવી દવાઓમાં તાપમાન જળવાશે કે કેમ? તે પણ એક મોટો પ્રશ્ન છે. ઉપરાંત અનેક દવાઓના ડોઝ અને તેની આડઅસર થવાના પ્રશ્નો પણ ઉપસ્થિત થવાની સંભાવના રેટીલ કેમસ્ટો જોઇ રહ્યા છે.4 23શહેરના અગ્રણી રીટેલર કેમીસ્ટ વિકાસ ફાર્મસીવાળા  નાથાભાઇ પટેલે જણાવ્યું હતું કે અનેક દવાઓમાં તાપમાન મળવવું પડે છે જે ઇ-ફાર્મસી દ્વારા કુરીયર મારફતે જાળવવું શકય નહી બને. ઓન્ટીબાયોટીક જેવી દવાઓ સમજયા વગર લેવાથી કીડની, હાર્ટ, લીવર, આંતરડા વગેરેને નુકશાન થવાની સંભાવના છે.

અમો દવાઓ આપતી વખતે તેના ડોઝ અંગેની માહીતી આપીએ છીએ. તેના રી એકશન અંગે પુછપરછ કરતા હોય છીએ. દર્દીઓ પો દવાઓ વધે તો પરત લઇને તેની પુરેપુરી રકમ ચુકવી આપીએ છીએ. ઇ-ફાર્મસી કંપનીઓમાં શકય નહીં બને.

ક્રોનિક એટલે કે લાંબા સમયથી દર્દથી પીડાતા  દર્દીઓને નિયમીત એક જ પ્રકારની દવા લેવી પડે છે જેથી તેમના માટે તગડુ કમિશન આપતી ઇ-ફાર્મસી કંપનીઓ આશીર્વાદ રૂપ સમાન પુરવાર થશે. જયારે એકયુર એટલે કે તાત્કાલીક આવતી બિમારીઓમાં તુરંત દવા લેવા માટે રીટેલ ફાર્મસીઓ જ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. દવા લેવા આવનારા દર્દીઓ પણ અનેક મુદ્દે રીટેલ ફાર્મસીને યોગ્ય માની રહ્યા છે.3 38રીટેલ મેડીકલ સ્ટોરમાં દવા લેવા આવેલા મયુર શીંશાગીયાના મત મુજબ લાંબા સમયથી એક જ મેડીકલ સ્ટોરમાંથી દવા લેવાના કારણે કેમીસ્ટ સાથે ફેમીલી રીલેશન થઇ જાય છે. અમો ઓછું ભણેલા હોય જેઓ દવાઓના ડોઝ અંગેની માહીતી આપવાની સાથે એક જ પ્રકારની સસ્તા દરની દવાઓ પણ આપતા હોય છે.

અમો વધેલી દવાઓ તુરંત પરત આપી શકીએ છીએ જયારે ઇ-ફાર્મસી કંપનીમાં દવા રીટન કરવાની વ્યવસ્થા હશે કે કેમ? તે પણ પ્રશ્નાર્થ છે. વળી ઇ-ફાર્મસી કંપનીઓમાં મોટાભાગ વિગતો ઇંગ્લીશમાં હોય છે. ઓછું ભણેલા લોકોને તે અંગેની વિગતોમાં સમજ નહી પડે જેની તેમના માટે ઇ-ફાર્મસી કંપનીઓ નકામી રહેશે.

ઇ-ફાર્મસીને માન્યતા આપવાના કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય સામે દેશભરના સાડા આઠ લાખ જેટલા કેમિસ્ટોમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. સરકારના આ નિર્ણયની આ વ્યવસાય સાથે સંકળાયેલા ૪૫ લાખ જેટલા પરિવારો બેરોજગાર થઇ જવાની સંભાવના વ્યકત કરીને કેમીસ્ટ એસોસીએશનો દ્વારા આ મુદ્દે ઉગ્ર લડત આપવા તૈયારી કરી લીધી છે.1 63ઇ-ફાર્મસી કંપનીઓને મંજુરી આપવા સામે દેશભરના ૮.૫ લાખ કેમીસ્ટો  આગામી તા.ર૦ થી વિવિધ વિરોધ કાર્યક્રમોનું આયોજન કરશે તેમ જણાવીને સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ ઉમેર્યુ હતું કે કેમીસ્ટો હાથમાં કાળી રીબીન પહેરીને કેન્ડલ માર્ચ કરવા સહીતના વિરોધ કાર્યક્રમો આપશે.

જે બાદ ર૮મીએ ૪૮ કલાક માટે સમગ્ર ભારતમાં મેડીકલ સ્ટોર બંધનું એલાન આપશે. આ વિરોધ બાદ પણ મોદી સરકાર ઇ-ફાર્મસી કંપનીઓને અપાયેલી મંજુરી અંગે વિચાર નહી કરે તો સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દે રીટ કરીને સરકારના નિર્ણયને પડકારવામાં આવશે.

ઇ-ફાર્મસી કંપનીઓ દ્વારા અપાતા ભારે ડીસ્કાઉન્ટથી પોતાના પરંપરાગત વ્યવસાયને નુકશાન પહોચવાની આશંકાથી રીટેલર કેમીસ્ટો પણ અનેક દવાઓમાં ડીસ્કાઉન્ટ આપવા લાગ્યા છે. જેની ગ્રાહકોને હાલ તો બન્ને તરફથી ફાયદો થવા લાગ્યો છે. દેશમાં વધુ ઇ-ફાર્મસી કંપનીઓ આવવાથી ડીસ્કઉન્ટની આ લડાઇ વધુ ઉગ્ર બનવાની સંભાવના છે. ત્યારે દેશભરના કેમીસ્ટોની સરકાર સામેના આ વિરોધ આંદોલનોનું  શું પરિણામ આવે છે તે જોવું રહ્યું ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.