Abtak Media Google News

કાલાવડ રોડને સમાંતર કરવા ‘નિરવ’ નામનું મકાન કપાત કરાશે: કાલાવડ રોડ અને જંકશન રોડ પર લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ તરીકે જાહેર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા શહેરના કાલાવડ રોડ તથા જંકશન રોડને લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ તરીકે જાહેર કરવામાં આવશે. કોઠી કમ્પાઉન્ડથી ગુરુદ્વારા સુધીનો રેલવે જંકશન રોડ ૧૦ ફુટ સુધી પહોળો કરવામાં આવશે. જયારે કાલાવડ રોડને સમાંતર ૩૬ મીટરનો કરવામાં ‘નિરવ’ નામનું મકાન કપાત કરાશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, કાલાવડ રોડ કેકેવી ચોકથી મહાપાલિકાની હદ સુધી ૩૦ મીટરની પહોળાઈ ધરાવે છે. ટ્રાફિકને નડતર‚પ તથા એલાયમેન્ટમાં નડતરરૂપ એવું કોટેચા ચોક નજીક આવેલું કાટખૂણાનું નિરવ નામનું મકાનનો લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટમાં સમાવેશ કરવો જરૂરી છે. રોડને સમાંતર પહોળો કરવા માટે નિરવ નામનું મકાન કપાતમાં લેવામાં આવશે. આ ઉપરાંત શહેરના રેલવે જંકશન રોડને પણ લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ તરીકે જાહેર કરવામાં આવશે. જેમાં કોઠી કમ્પાઉન્ડથી શરૂ કરી ગુરુદ્વારા સુધીનો હયાત ૧૫ મીટરનો રોડ ૩ મીટર સુધી પહોળો કરવામાં આવશે. રોડની હયાત પહોળાઈ ૫૦ ફુટની છે જે કપાત બાદ ૬૦ ફુટની થશે. આ માટે ૧૭ જેટલી દુકાનો, કોઠી કમ્પાઉન્ડના કવાર્ટર માર્જીનની જગ્યા, ભાટીયા બોર્ડીંગ અને ગુરુદ્વારાની થોડીક-થોડીક જગ્યાઓ કપાતમાં લેવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.