આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, એ સવાલ અત્યારે આપણા દેશનો કદાચ સૌથી ગહન અને હમણા સુધીનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે

બાળ મંદિરોથી માંડીને છેક યુનિવર્સિટીઓ સુધી આપણે બધા વિવિધ પ્રશ્નોના ઉકેલ અર્થે સતત મથીએ છીએ પરંતુ સહુ કોઈને સંતોષે એવો પૂર્ણ વિરામ જડતો નથી… ભૌતિક વાદે આધ્યાત્મિક પરિબળો ઉપર કલ્પનામાંય ન્હોતું એટલી હદે વર્ચસ્વ પ્રસ્થાપિત કરી લીધું છે. મંદિર સંસ્કૃતિને નવી ચેતના બક્ષ્યા વિના સામાજીક કલુક્ષિતતાનાં એંઠવાસિયાં ફાટી નીકળશે અને સવા અબજ લોકોના આ દેશની અધોગતિ નોતરશે !

રામાયણ, મહાભારત, ભગવદગીતા અને સત્સંગ સભાઓનો વ્યાપ વધારવામાં અને તેનો આરભં બાળ મંદિરોથી જ કરીને યુનિવર્સિટીઓ-ગ્રંથાલયો સુધી પ્રસરાવીને જ આપણો સમાજ તેમજ આપણો દેશ પતનથી ઉગરી શકશે…

આખા દેશમાં આપણે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ‘ગૂરૂપૂર્ણિમા’નો ઉત્સવ ઉજવાયાના અહેવાલો સાંપડયા છે.

કોરોનાગ્રસ્તતાએ એમાં અવરોધો સજર્યા. હજારો આબાલ વૃધ્ધ ભાવિક સ્ત્રી-પુરૂષો ‘ગૂરૂપૂર્ણિમા’ના શુભદિને પણ મંદિરોમાં પોતાના સદગુરૂ ભગવાનની સ્વયં નીકટ જઈને પૂજા, અર્ચના, આરાધના, ઉપાસના ન કરી શકયા અને કાયદાકાનૂનના ફરજિયાત નિયંત્રણોને કારણે સદીઓથી ચાલી આવેલી પ્રણાલિકા અનુસાર સદ્ગુરૂ પરમાત્માઓની પ્રતિમાઓ સુધી જઈને ગુરૂવંદનાનો તથા ઋણસ્વીકારનો લ્હાવો ન લઈ શકયા પરંતુ એમાં કોઈનો દોષ કાઢી શકાય તેમ ન્હોતો એટલે આવા અજંપાને સૌએ વેઠવો જ પડયો … આપણા સમાજને, દેશને અને માનવજાતને જયારે ભૌતિકવાદના ભરડાનો સામનો કરવાની જરૂર છે તે વખતે જે એક માત્ર ઉપાય બાકી રહ્યો હતો તે સદ્ગુરૂ પરમાત્માનાં સાનિધ્યમાં, સંભવત: હજરાહજૂર સાન્નિધિમાં બેસીને આપણા પુરાણ ગ્રંથોમાંથી સાર તારવવાનો અને તેનું વાચન- લેખન કરવાનો હતો, જે નીચે મુજબ હતો.

દરરોજ આપણામાં રહેલા વૈરાગ્ય, જ્ઞાન અને ભકિત કેટલા યુવાન થાય છે તેનો હિસાબ રાખો, દાંપત્યજીવન મધુર હોય અને પરસ્પર ઉદાર રહેતે વિશ્ર્વશાંતિમાં મોટી આહુતિ છે. અન્યથા આત્મદેવ અને ધુંધુલી જેવી સ્થિતિ થાય., દરેક ઉતમ કલાકારની જેમ ઘણુબધુ લખ્યા પછી ચેતનામાં તો હજુ ઘણુ રમમાણ છે એ ભાવ સમર્થ લેખક વ્યાસના મનમાં રમતો હોય ત્યારે દેવર્ષિ નારદનું સચોટ માર્ગદર્શન મળે, એમાંથી જન્મતો ‘શ્રી મદ્ભાગવત’ ગ્રંથે અનુપમ હોય તે દેખીતું છે. દુ:ખસમયે કેળવેલા સદ્ગુણો બહાર આવે તે પરીક્ષામાં શ્રીમદ્ ભાગવતની દ્રોપદીસોએ સો ટકા સફળ થઈ છે. દુ:ખ સાથે ઈશ્ર્વરનો પ્રસાદ પણ વહેતો હોય તે પામવો તે કુંતીને ઉત્તમ ભકત બનાવે છે. મૃત્યુને મીઠું કરવામાં ભીષ્મની સ્તુતિ અને સ્મૃતિનો આલેખ ‘શ્રીમદ્ભાગવત’નાં અનેક ધરેણાઓમાનું ઉતમ ધરેણું છે. ઈશ્ર્વર અને ઈશ્ર્વરનાં કાર્યોને ઓળખવામાં ‘ચતુ:શ્ર્લોકી ભાગવત’ આપણને ઘણું કહી જાય છે. આધ્યાત્મમાર્ગના મુસાફર માટે સત્સંગ પ્રાણવાયું છે. ઈશ્ર્વર કયાં છે ? તેનો જવાબ છે: ઈશ્ર્વર કયાં નથી?

આપણા ગુરૂવર્યોએ દેશકાળને અનુલક્ષીને કેટલીક સચોટ આગાહીઓ કરી છે, એમાંથી પણ આપણા વર્તમાન પ્રશ્ર્નોના ઉકેલ પામી શકીએ, એવો એક મત છે.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણની શિલાન્યાસ વિધિ અને ‘કોરોના’ જોગાનુજોગ એક જ સમયે આવી પહયા એ ઘટના ગૂરૂપૂર્ણિમા ઉત્સવમાં અવરોધની કડવી યાદ બની રહેશે.

આપણો દેશ ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ, અમેરિકા, કાશ્મીર, રશિયા જેવા પ્રદેશોને સાંકળતી પ્રાદેશિક સુરક્ષાની, સૈનિકદળની, આંતરિક રાજદ્વારી આંટીઘૂટીઓની, આર્થિક -કટોકટી અને કસોટીઓ જેવી સમસ્યાઓથી ઘેરાયેલો છે. સ્થિરતા-અસ્થિરતા શાસકોને મુંઝવે છે. નવી ચૂંટણીના રાજકીય આટાપાટા ચાલુ રહ્યા છે. આનો સચોટ ઉકેલ રાષ્ટ્રીય એકતામાં છે. એમ કહ્યા વિના છૂટકો નથી!

Loading...