Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું સામાજિક જીવન રાજકીય વ્યવસ્થા અને વેપાર વ્યવહાર સમગ્ર વિશ્વના નાના-મોટા દેશો માટે વિશાળ વ્યવસ્થા કેવી રીતે ચાલે છે? તે માટે અનેક રીતે પ્રેરક બને છે તાજેતરમાં જ વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે રશિયાએ સૌપ્રથમવાર કોરો સામે બનાવેલી સ્પુટનિક રસીનો ઉત્પાદન અને તેના ભારત સહિત મોટાભાગના વિશ્વના દેશોમાં વિતરણ કરવા માટે રશિયા સરકારે ભારતનો હાથ જાલ્યો છે ભારત વિશ્વની સૌથી મોટી છૂટક બજાર નેટવર્ક ધરાવે છે આધુનિક વિશ્વમાં કોઈપણ મલ્ટીનેશનલ કંપનીઓની સફળતાનો આધાર તેને ભારતની બજારોમાં કેટલા ટકાની હિસ્સેદારી મળી તેના પર આધાર રહેલો છે અલબત્ત આવી સંગીત વિતરણ વ્યવસ્થા અને વિશાળ છૂટક બજાર હોવા છતાં ભારતનું કૃષિ ક્ષેત્ર આંતર માળખાકીય સુવિધા અને ખેત જણસની જાળવણી માટે ક્યાંકને ક્યાંક હજુ પાંગળું પુરવાર થઈ રહ્યું છે આની અસર દર વર્ષે ડુંગળીના આગ ઝરતા ભાવોની ઉભી થતી સમસ્યાના રૂપમાં સામે આવે છે ભારત વિશ્વના ડુંગળી પકવતા દેશોમાં આગળ પડતુ સ્થાન ધરાવે છે ઘણા દેશો ભારતની ડુંગળી પર નિર્ભર છે ભારત પોતે પોતાની જરૂરિયાતની ડુંગળી માટે આંકડાકીય રીતે જોવા જઈએ તો વપરાશકર્તા ઉત્પાદન વધુ કરે છે તેમ છતાં માંગ અને પુરવઠા ની અસંતુલિત પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે ભારતમાં ડુંગળીના વાવેતર વખતે ખેડૂતોને મોંઘા ભાવનું બિયારણ અને રો પ ખરીદી લેવું પડે છે, પણ જ્યારે મબલખ ખર્ચ અને મહેનત કરીને ડુંગળી તૈયાર કરવામાં આવે ત્યારે ખેડૂતોને પડતર ભાવથી પણ નીચા ભાવે ડુંગળી બજારમાં વેચવી પડે છે.

ખેડૂતોની ભાવ ઘટાડાની કાગારોળ સામે સરકાર નીકાસ છૂટ આપે છે અને મોંઘા ભાવની દોરી વિદેશમાં સાવ પાણીના મૂલે વેચાઈ જાય છે, ખેડૂતોની ડુંગળી વેચાઈ ગયા પછી તુરત ભાવ વધવા લાગે છે અને ભાવ વધારાની કાગારોળ અને ડુંગળીની અછતના કારણે જે ડુંગળીની નિકાસ કરી હોય તેની ફરીથી વધારે ભાવથી આયાત કરવી પડે છે, હા ઘટનાક્રમ ક્યારેક-ક્યરેક નહીં પરંતુ નિયમિત બે-ચાર વર્ષે પુનરાવર્તન થતું રહે છે ખેડૂતોની ડુંગળી તૈયાર થાય ત્યારે ભાવ પાણીના મૂલે, ડુંગળી વેચાઈ જાય એટલે આસમાને ચઢે, ખેડૂતોને આ ભાવ વધારાનો લાભ ક્યારે મળતો જ નથી ડુંગળી ની આ અવસ્થા થી પ્રજા અને ખેડૂતો બંને દર વર્ષે પીડાતા રહે છે ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખેડૂતોએ ડુંગળીના વાવેતરમાં સુધારેલી જાત નું બિયારણ વધુ સમય ટકી શકે તેવી જાત ના વાવેતર ની સાથે સાથે સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લઈને તૈયાર થતી જણશો ને સાચવવાની વ્યવસ્થા કરવી જ પડશે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અને સહાયકારી વ્યવસ્થામાં નાના-મોટા ખાતેદારો અને સામૂહિક ધોરણે કિસાનો માટે ખેતરમાં ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ બનાવવા સુધીની યોજનાઓ ચલાવવામાં આવે છે તેનો ખેડૂતોએ લાભ લઇ સરકારના સહયોગથી ખેત જણસની જાળવણી માટેની વ્યવસ્થા ઉભી કરવી પડશે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કૃષિ વિધયક દ્વારા ખેડૂત અને ખેતી ને સુંદર બનાવવા માટે વેચાણ વ્યવસ્થા અને ખાનગી ધિરાણ માટે દરવાજા ખોલી દીધા છે ત્યારે ડુંગળી જેવા દર વર્ષે ભાવ ઘટાડા વધારાની રમત નો ભોગ બનતી જણાય ને સાચવવાની વ્યવસ્થા માટે આગળ આવવું પડશે ડુંગળી નું રાજકારણ દર વર્ષે ખેલાતું રહે છે ખેડૂતો ભોગ બનતા રહે છે પ્રજા મોંઘા ભાવની ડુંગળી લેવા મજબુર બનતી રહે છે ત્યારે આ પરંપરાનો અંત લાવવા માટે હવે ખેડૂતોએ જ પોતાનો માલ સાચવવાની અને લાંબો સમય સુધી ટકે તેવી જાત ની જાળવણી કરવાની આવડત કેળવવી પડશે ડુંગળીનું આ ખેલ મા ખેડૂતો દર વર્ષે મોહરા બની જાય છે અને પ્રજાને મોંઘા ભાવની કસ્તુરી લેવી પડે છે.

ભારતમાં કૃષિ પ્રધાન અર્થ વ્યવસ્થા હોવા છતાં કૃષિ પેદાશોની સાચવણીમાં આપણી વ્યવસ્થા ઘણી ઉણી ઉતરે છે. ભારતમાં કૃષિ પેદાશોમાં નાશવંત પેદાશોની ટકાવારી ૩૦ થી ૩૫ ટકા રહેલી છે. એટલે કે, ખેડૂતોના ખેતરમાં પાકેલી વસ્તુ ગ્રાહક સુધી પહોંચે તે પહેલા નાશ થઈ જાય તેને નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે. શાકભાજી, ફળફળાદી સહિતની નાશવંત વસ્તુઓની સાચવણીમાં આપણી તૈયારી ખુબજ ઉણી ઉતરે છે. ભારતમાં નાશવંત વસ્તુઓની ટકાવારી ૩૦ થી ૩૫ ટકા છે જ્યારે વિકસીત દેશમાં કૃષિ પેદાશોની નાશવંત ટકાવારી માત્ર ૧ થી ૨ ટકા જ હોય છે. દેશમાં કૃષિ પેદાશોની જાળવણીની વ્યવસ્થા સુપેરે ઉભી થાય તો ડુંગળીના ભાવ વધારા જેવી સમસ્યાથી આપણા દેશને મુક્તિ મળી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.