Abtak Media Google News

નવા-જુના ફિલ્મી ગીતોની રમઝટ જામી: અનેક મહાનુભવોની હાજરી

સરગમ કલબ દ્વારા ચાલી રહેલા સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત ગઇ રાત્રે જાહેર જનતા માટે યોજાયેલી સરગમી મ્યુઝીકલ નાઇટમાં હજારોની સંખ્યામાં ફિલ્મી પ્રેમી જનતા ઉમટી પડી હતી અને ફિલ્મો ગીતોનો આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉઘોગપતિ અરવિંદભાઇ પટેલ, ઉઘોગપતિ મૌલેશભાઇ ઉકાણી, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, જનમભાઇ પટેલ, રમેશભાઇ જીવાણી, એમ. જે. સોલંકી, હરીસીંગભાઇ સુચરીયા, શિવલાલભાઇ આદ્રોજા, નરેશભાઇ લોટીયા, જીતુભાઇ પટેલ, અમેરિકાથી આવેલા સંજયભાઇ પટેલ, નાથાભાઇ કાલરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાકેશભાઇ પોપટ, શૈલેષભાઇ પાબારી સહીતના મહેમાનો ઉ૫સ્થિત રહ્યા હતા.

આ નાઇટનું દીપ પ્રાગટય ફિલ્ડ માર્શલ વાળા અરવિંદભાઇ પટેલ અને સંજયભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના પ્રારભે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ સૌ મહેમાનોને આવકાર્યા હતા. અને કહ્યુઁ હતું કે સરગમ કલબ નવરાત્રી પછી છેલ્લા ૧પ વર્ષથી જાહેર જનતા માટે આ પ્રકારના પંચામૃત કાર્યક્રમનું આયોજન કરે છે. અને શહેરીજનો મોટી સંખ્યામાં વિવિધ કાર્યક્રમો માણે છે.

આ મ્યુઝીકલ નાઇટમાં જાણીતા પ્લેબેક સીગરો આનંદ પલવલકર, શૈફાલી તાગરસી, હેમંત પંડયા, મુખ્તાર શાહ, નફીઝ આનંદ, સોનલ ગઢવી અને મોહસીન શેખ વગેરેએ જુના નવા ગીતો ગાઇને દર્શકોને ડોલાવ્યા હતા. આ નાઇટનું વિશેષ આકર્ષણ લોક કલાકાર કિર્તીદાન ગઢવી હતા તેઓએ ખાસ અંદાજમાં હિન્દી ગીતો ગાઇને વાહવાહ મેળવી હતી.

Vlcsnap 2019 10 11 10H41M33S529

મ્યુઝીકલ મેલોઝના રાજુ ત્રિવેદી અને સાથે કલાકારોએ ધમાકેદાર સંગીત પીરસ્યુ હતું.

આ કાર્યક્રમનું આયોજન સરગમ કલબ, કૃણાલ સ્ટ્રકચર પ્રા.લી. તથા કેર ફોર હોમ ના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે આભાર વિધિ શિવલાલભાઇ રામાણીએ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઇ રામાણી, મીતેનભાઇ મહેતા, કૌશિક વ્યાસ, કનૈયાલાલ ગજેરા, મનમોહન પનારા, કીરીટ આડેસરા તથા લેડીઝ કલબના નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, ચેતનાબેન સવજાણી અને છાયાબેન દવે વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.