Abtak Media Google News

એક સમયે રાજકોટ બારમાં મહાત્મા ગાંધી સહિત આઠ બેરિસ્ટર સભ્ય પદ શોભાવતા’તા

ગર્વનર, કેન્દ્રીય મંત્રી, રાજયના મંત્રી, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ, હાઇકોર્ટના ચીફ જસ્ટીસ, માનવ અધિકાર પંચના વડા અને લોક કમિશનના મેમ્બર સુધી રાજકોટના એડવોકેટોએ સફળતાના શિખર સર કર્યા

રાજકોટ બારમાં ઇલેકશન નહીં સિલેકશનને મહત્વ અપાતું: બાર અને બેન્ચના સંબંધને સાઇડ લાઇન કરી વ્યક્તિગત સંબંધને અપાતું મહત્વ

સૌરાષ્ટ્ર રાજયના પાટનગર રાજકોટમાં હાઇકોર્ટ દ્વારા ન્યાયિક પ્રક્રિયા કરવામાં આવતી અને ૧૯૬૦ બાદ મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજયની અલગ થતાં સૌરાષ્ટ્રનું ગુજરાતમાં થયેલા વિલિની કરણની સાથે રાજકોટમાંથી હાઇકોર્ટની સગવડ છીનવાઇ ગઇ છે. પણ રાજકોટ બાર એસોસિએશન સાથે જોડાયેલા સભ્યનો ભવ્ય ભૂતકાળ આજે પણ ઐતિહાસીક અને ગરિમા પૂર્ણ રહ્યો છે. રાજકોટ બાર એસોસિએશનમાં એક સમયે મહાત્મા ગાંધી સહિત આઠ બેરિસ્ટર સભ્ય પદ શોભાવતા હતા એટલું જ નહી રાજકોટના ધારાશાસ્ત્રીઓ સુપ્રિમ કોર્ટમાં ન્યાયમૂતિ, હાઇકોર્ટના ચીફ જસ્ટીશ સુધી પહોચ્યા છે. અહીં પ્રેકટીશ કરતા વકીલોની રાજકીય કારર્કીદી પણ ભવ્યાતિ ભવ્ય રહી છે. રાજયપાલ, કેન્દ્રીય મંત્રી, રાજયના મંત્રી, ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને મેયર સુધીના મહત્વના હોદા પર પહોચ્યા છે.

રાજકોટ બાર એસોસિએશન એક સમયે ઇલેકશન નહી પણ સિલેકશનને મહત્વ આપી પરિવાર ભાવના સાથે એક બીજા એડવોકેટને મદદરૂપ થઇ કારર્કીદીમાં પોતાનો યથાયોગ્ય યોગદાન આપતા તેવી પરિવાર ભાવના આજે લુપ્ત થઇ રહી હોય તેમ ઇલેકશન કરવાની ફરજ પડી રહી છે. બાર અને બેન્ચ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો માટે કાર્યરત મનાતા એસોસિએશન વ્યક્તિગત સંબંધને મહત્વ આપવાનું શરૂ થયું છે. આમ છતાં રાજકોટ બાર એસોસિએશન તેના ભવ્ય ભૂતકાળની જેમ વર્તમાન પણ ભવ્ય બની રહે તેવું કાયદાવિદો પાસે અપેક્ષા રખાઇ રહી છે.

સૌરાષ્ટ્ર રાજય વખતથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા આઠ બેરિસ્ટરોએ રાજકોટ બાર એસોસીએશનનું ગૌરવ વધાર્યુ છે. જેમાં અહિંસાના પ્રણેતા અને ભારતના રાષ્ટ્રપિતા મોહનચંદ કરમચંદ ગાંધી (ગાંધીજી) રાજકોટના પૂર્વ રાજવી અને રાજયના પૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી જાડેજા, મુગટભાઈ વોરા, સી.એલ.મહેતા અને રતિલાલ તન્ના

7537D2F3 15

બાર એસોસીએશનના સભ્ય રહી ચુકેલા અનેક એડવોકેટોએ રાજકીય ક્ષેત્રે પોતાની કારકિર્દીના અનેક શિખરો સર કર્યા છે. જેમાં જુની પેઢીના એડવોકેટોમાં કોંગ્રેસના અગ્રણી અને ત્રણ વખત ધારાસભ્યે રહી ચુકેલા ગજાનંદભાઇ જોષી, જીલ્લા કોંગી પ્રમુખ અને ધારાસભ્ય રહી ચુકેલા બાલકૃષ્ણભાઇ શુકલ, જીલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્ય પ્રભાતગીરી ગોસાઇ, રાજકોટના પૂર્વ ઠાકોર સાહેબ અને રાજયના પૂર્વ રાજય નાણામંત્રી મનોહરસિંહજી જાડેજા, રાજ બેંકના સ્થાપક અને ધારાસભ્ય રમણીકભાઇ ધામી, રાજકોટના ચૂંટાયેલા પ્રથમ મેયર અરવિંદભાઇ મણીયાર, ગર્વનર વજુભાઇ વાળા, રાજયસભાના સભ્ય અને ધારાસભ્ય ચીમનભાઇ શુકલ, લોકસભાના સભ્ય રામજીભાઇ માવાણી અને રમાબેન માવાણી, પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોષીપુરા, પંજાબના તત્કાલીન રાજયપાલ અને કેન્દ્રીય મંત્રી જયસુખ લાલરાથી, પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરુ, ધારાસભ્ય જેન્તીભાઇ કાલરીયા, શાંન્તાબેન ચાવડા, રમેશ રૂપાપરા, અકબર અલી સહિત અનેક અગ્રણીઓએ વકીલાતના વ્યવસાયની સાથે રાજકીય ક્ષેત્ર પોતાની કારકીર્દી બનાવી રાજકોટ બાર એસોસીએશનનું ગૌરવ વધારી નામ રોશન કર્યુ છે.

સૌરાષ્ટ્ર રાજય વખતે વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા ચીમનલાલ નાગરદાસ શાહ રાજકોટ ખાતે બેસતી હાઇકોર્ટમાં એડવોકેટ એન્ડ જનરલ તરીકે ફરજ બજાવી ચુકેલા હતા.

વર્ષ ૧૯૮૧ માં અનામત આંદોલને અમદાવાદમાં ઉગ્ર સ્વરુપ ધારણ કરતા પોલીસે કરેલા ફાયરીંગમાં ભાજપના કાર્યકરનું મોત નિપજયેલું જેમાં અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશ્નર પી.કે.દત્તા સામે કેસ નોંધાયો હતો. પી.કે.દત્તાએ પોતાના વકીલ તરીકે કાયદાના નિષ્ણાંત ચીમનલાલ શાહ અને નિરંજનભાઇ દફતરીને બચાવ પક્ષે રોકયા હતા. નિર્દોષ સાબીત કર્યા હતા. ચીમનલાલ શાહની સ્મૃતિમાં વકીલોને માર્ગદર્શન આપતી ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.

આઝાદી પૂર્વે અંગ્રેજના શાસન વેળાએ એડવોકેટની પ્રેકટીસ કરતા ન્યાલચંદ ઉદાણીની ચોથી પેઢી વકીલાતના વ્યવસાય જોડાયને વારસો જાળવી રાખ્યો છે. જેમાં પિતા ન્યાલચંદના પગલે મણીભાઇ અને તેના પુત્ર હેમેનભાઇ ઉદાણીએ પિતા અને દાદાનો વારસામાં સંસ્કારો જાળવી રાખી હેમેનભાઇ ઉદાણીએ સિવીલ અને રેવેન્યુ પ્રેકટીસમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે જયારે ચોથી પેઢી યોગેશભાઈ ઉદાણી.

સૌરાષ્ટ્ર રાજય વખત ટી.યુ. મહેતા વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યા બાદ હાઇકોર્ટમાં ન્યાયધીશ તરીકે ફરજ બજાવી હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટીસનો ગૌરવ પૂર્ણ હોદાને સૌભાવ્યું હતું. રાજકોટ સેસન્સ કોર્ટમાં વકીલાતનો પ્રારંભ કરી જુનાગઢ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટના પ્રિન્સીપલ જજ નિરજનભાઇ પંડયાએ આખા દેશમાં લોક અદાલતનો પ્રયોગ ૧૯૮૧માં ઉનાથી પ્રારંભ કરાવી લોક અદાલતનો ક્ધસ્પેટ આપી રાજકોટનું અને રાજકોટ બારનું ગૌરવ વધાર્યુ છે.

રાજકોટની લેબર કોર્ટમાં ધીરેન્દ્ર એચ. વાઘેલા વકીલાતનો પ્રારંભ કર્યા બાદ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયધીશ તરીકે નિમણુંક થઇ હતી. કાયદા વિભાગે કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટીઝ સુધી સફર ખેડી અને હાલ કર્ણાટક માનવ અધિકાર પંચના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. ત્યારે કર્ણાટકના ગર્વનર વજુભાઇ અને માનવ અધિકાર પંચના અઘ્યક્ષે રાજકોટ બારનું ગૌરવ વધાર્યુ છે.

સૌરાષ્ટ્ર હાઇકોર્ટના એડવોકેટ જનરલ અને જુની પેઢીના વકીલ શાંતિલાલ શ્રોફ ગુજરાત હાઇકોર્ટના સિનીયર કાઉન્સીલરોમાં ગણના તા તેમની નિષ્ઠાથી સરકાર દ્વારા પબ્લીક સર્વિસ બોર્ડના ચેરમેન તરીકે નિમણુંક કરી હતી. શાંતિલાલ શ્રોફના નામ પરથી મહાપાલિકા દ્વારા શ્રોફ રોડ  નામ આપવામાં આવ્યું છે.

જયારે ધીરૂભાઇ કોઠારી રાજકોટથી વકીલાતનો પ્રારંભ કરી રાજકોટ ડીસ્ટ્રીકટ જજ અને બાદ હાઇકોર્ટના ન્યાયધીશ સુધી ફરજ બજાવી હતી. રાજકોટ કોર્ટમાં કલાર્ક તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનાર એ.પી. ઠાકરે જે.એમ.એફ.સી. સિવીલ, ડિસ્ટ્રીકટ અને હાઇકોટર્ર્ના ન્યાયધીશ સુધી સફર કાપી છે બાર ના સભ્ય અને સીનીયર એટવોકેટ એન.એસ. ભટ્ટ બાર કાઉન્સીલના ઓફ ઇન્ડીયાના વાઇસ ચેરમેન રહી ચુકયા છે. ક્રિમીનલના નિષ્ણાંત વકીલ અભય ભારદ્વાજ કેન્દના લો કમિશન મેમ્બર ઉપરાંત લેબ પ્રેકટીશન હસુભાઇ દવે ભારતીય મજદુર સંઘના રાષ્ટ્રીય પદે તેમજ કેન્દ્રીય ક્ષમિક ટ્રેનીંગ બોર્ડના ચેરમેન અને હાલ અમદાવાદ ખાતે મહાત્મા ગાંધી લેબબ ઇન્સ્ટયુટના વાઇસ ચેરમેન તરીકે કાર્યરત રહી બાદ એસોસીએશનને ગૌરવ અપાવ્યું છે.

મનહરલાલ ઠક્કર ઈન્દિરા ગાંધી હત્યા કેસના નિમાયેલા તપાસ પંચના અધ્યક્ષ રહી ચૂકયા છે

બાર એસોસીએશનના સભ્ય અને રાજકોટ ખાતે બેસતી સૌરાષ્ટ્ર હાઇકોર્ટમાં પ્રેકટીસ કરનાર મનહરલાલ પિતાંબરભાઇ ઠકકરે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને સુપ્રિમ કોર્ટમાં ન્યાયમૂર્તિ બાદ૧૯૯૪ માં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હત્યા કેસમાં નિમાયેલા તપાસ પંચના અઘ્યક્ષ રહી ચુકયા હતા. મનહરલાલ ઠકકર વકીલાતના વ્યવસાયથી પોતાની કારકીર્દીનો પ્રારંભ કરી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં કરેલી કામગીરીની નોંધ લઇ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હત્યા કેસમાં તપાસ પંચના અઘ્યક્ષ બનાવ્યા હતા. આવા સભ્યે બાર એસો.નું ગરિમાનું ગૌરવ વધારી અને નવી પેઢીના એડવોકેટોએ આવા વ્યકિતત્યના જીવન પરથી બોધ પાઠ લેવો જોઇ.

ગાંધીજી સહિતનાં બેરિસ્ટરોએ બારનું ગૌરવ વધાર્યું

બેરિસ્ટરની ડિગ્રી મેળવવા માટે લંડન સ્થિત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં આવે છે. અભ્યાસક્રમ પૂર્ણ થાય બાદ ડિગ્રી મળ્યા બાદ બેરિસ્ટર તરીકેની સનદ મળે છે. બાદ બેરિસ્ટર થયા બાદ આંતર રાષ્ટ્રીય કક્ષાની કોર્ટમાં કેસ લડવા વકીલાતનામું મુકવામાં આવે છે જેમાં રાજકોટ બારે તેવા મોહનચંદ કરમચંદ ગાંધી, ઠાકોર સાહેબ, મનોહરસિંહ જાડેજા, મુગટ લાલ વોરા અને સી.એલ.મહેતા સહિતનાં સિનિયર એડવોકેટોએ રાજકોટ બારનું ગૌરવ વધાર્યું છે આવા બેરિસ્ટરો અને સિનિયર એડવોકેટોનાં નામ પરથી આજની પેઢીનાં વકિલોએ બાંધપાથ લેવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.