સ્થાનિકોની સમસ્યા, વિકાસની ખરી પરિભાષા શું ?? વાંચો, વોર્ડ નં. ૧નો વિશેષ અહેવાલ

વોર્ડ. ૧

છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે

સૌનો સાથ સૌનો વિકાસ વોર્ડ ૧ માં સત્તાવાર બહુમતીથી વિજય મેળવા તૈયાર ભાજપ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

સૌનો સાથ સૌનો વિકાસ ભાજપનો આ રાષ્ટ્રીય વાપી સંદેશો હંમેશા રહ્યો છે વોર્ડ નંબર ૧ માં નાના વર્ગ થી લઈ ગર્ભશ્રીમંતો વર્ગના દરેક પ્રશ્નોનો ના સરખા નિરાકરણ કરવામાં આવે છે પાંચ વર્ષમાં મારા વોર્ડના છેવાડાના વિસ્તારના જરૂરિયાતમંદ લોકોની દરેક માંગને પૂરી કરવા મેં તંત્ર સાથે રહી તે લોકોની જરૂરિયાતો ને પૂરી કરી છે આજે મને જણાવતા આનંદ થાય છે કે અમારા વોર્ડના મહિલાઓને પાણી ,લાઈટ કે રોડ રસ્તા ની કોઈપણ જાતની તકલીફ જે નહીં વિકાસની વાત કરું તો આજે વોર્ડ નંબર એક માં ઘરે ઘરે લોકોને તેમની પ્રાથમિક જરૂરિયાતોથી લઈ તમામ સુખ સુવિધાઓ મળી રહે છે સ્ટ્રીટ લાઈટ હોય કે પછી કોઈ સ્વચ્છતા ને લઈને પ્રશ્ન ભાજપ હંમેશા લોકોના સહાય માટે આગળ આવ્યું છે છેલ્લા પાંચ વર્ષની અંદર આંગણવાડી થી લઈ આરોગ્ય ના તમામ કામો અમે નિષ્ઠાપૂર્વક કર્યા છે આજે સમગ્ર રાજકોટમાં વિકાસ ફૂલીફાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીએ લોકોના હિતની પાર્ટી છે લોકોના પ્રશ્નોના નિરાકરણ કરતી પાર્ટી છે સમસ્યાઓનો ટોપલા નું નિરાકરણ ભારતીય જનતા પાર્ટી કરે છે.

સ્માર્ટ સીટી માત્ર નામ છે જનતા હજુ પાણી અને સ્વાછતા ના અભાવ થી જજુમી રહી છે

વિકાસ માત્ર ચોપડે પ્રજા હજુ પાણી અને સ્વચ્છતાના અભાવમાં જીવી રહી છે છેલ્લા ૨૦ વર્ષની જો વાત કરવામાં આવે તો તંત્ર જુઠા વાયદા કરી પ્રજાને છેતરી રહી છે વિકાસ છે પરંતુ ગાડો છે આજે ચૂંટણી આવતાં જ ખાતમુહૂર્ત ઓ લોકાર્પણ શરૂ થઈ જશે સાચા પ્રશ્ન જે પ્રજાના છે જેમકે વોર્ડ નંબર ૧ ની મહિલાઓને પાણીનો પ્રશ્ન નો નિરાકરણ હજુ નથી આવ્યો અમુક મહિલાઓ એવા છે કે જેમને ખ્યાલ જ નથી કે વોર્ડ નંબર એક ના કોર્પોરેટર કોણ છે તો ક્યાં છે એ લોકો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે પ્રજાથી આજે વોર્ડ નંબર એકમાં માત્ર કહેવા ખાતર જ નો વિકાસ થયો છે સ્વચ્છતા ના નામની ડંફાસો મારતી સરકાર વોર્ડ નંબર એકમાં સોચાલય પાસે જ સ્વચ્છતાનો અભાવ દેખાડી રહી છે ઘણી વખત વોર્ડ માં કચરા ની ગાડી પણ આવતી નથી વોર્ડ ની શરૂઆત આગળથી જ કચરો જાણે કે કેમ જાણે કૂડાદાની હોય એવી રીતના પડ્યો હોય બીજી તરફ કોઇપણ જાતનો વિકાસ વોર્ડ માં જોવા મળતો નથી માત્ર વિકાસના નામે થાય છે ડંફાસો લોકોને લોભામણી યોજનાઓ આપી હર વખતની જેમ આ વખતે પણ સરકાર તેના તોતીંગ ઓ ની તૈયારીઓ કરી ચૂકી હશે વિકાસ નો મજાક બનાવી ચૂકી છે હાલની સરકાર તંત્રની પણ ખૂબ જ બેદરકારી જોવા મળે છે વોર્ડ નંબર ૧ ખાતે લોકોનું આરોગ્યમા જોખમ માં મોકય એવો ચિતાર જોવા મળે છે કચરો આજે રસ્તા પર પડેલો હોય છે છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની તેની તકેદારી લેવામાં આવતી નથી

ક્યાં છે તંત્ર? વેરા વસુલાત તો સમય સર પરંતુ પ્રજાની સમસીયાઓ સામે આંખ આડા હાથ કેમ!: રેહવાસીઓ

ક્યાં છે સરકાર મતદાન સમયે વોટ માંગવા આવતા પરંતુ જ્યારે પ્રજાને જરૂર હોય છે ત્યારે તને દૂરથી સલામ એવો તંત્રનો હાલ વોર્ડ નંબર ૧ ખાતે ચિતાર જોવા મળી રહ્યો છે લોકોમાં રોષ જોઈ શકાય છે કોઈપણ જાતની પાણી ની વ્યવસ્થા રાખવામાં આવી નથી તેમજ છેવાડાના વિસ્તારોમાં તો ભૂખમરો પડી ગયો છતાં પણ તંત્રની આંખ આડા હાથ કરી બેઠી રહી વોર્ડ નંબર એક મા મિક્ષ વર્ગના રહેવાસીઓ જોવા મળે છે મોટાભાગે સમસ્યાઓમાં પાણીની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી થયું નથી ખાસ તો સ્થાનિક મહિલાઓનો રોષ તંત્ર સામુ જોવા  મળી રહ્યો છે અવાર-નવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યા છતાં હજુ સુધી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી તેમજ સ્વચ્છતાની બાબતમાં પણ તંત્રની બેદરકારી નું રહેવાસીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી

રાજકોટના સ્માર્ટ સિટીમાં રૈયાની બાદબાકી

રાજકોટના વિકાસમાં રૈયા ગામની વાત કરવામાં આવે તો હાલ રૈયા ગામ ની આસપાસના દરેક જગ્યા પર ડેવલોપીંગ ના ખૂબ મોટા પ્રોજેક્ટો થઈ રહ્યા છે તેમ જ ગામ પાસે રીંગરોડ ટુ પસાર થઈ રહ્યો છે ત્યારે રૈયા ગામ ની અંદર રહેવાસીઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ રૈયા ગામ ની આસપાસ વિકાસ ફૂલીફાલી રહ્યો છે ત્યારે રહ્યા ગામને બાદબાકી શું કામ એ સવાલ આજે રહેવાસીઓ તંત્રને પૂછી રહ્યા છે ગામ અંદરની જો વાત કરીએ તો હાલ સ્વચ્છતાનો ખૂબ મોટો અભાવ જોવા મળી રહ્યો છે લોકોને રોજે ગંદકી નો સામનો કરવો પડે છે રૈયાગામ વોર્ડ નંબર એક માં આવે ત્યારે કોઈપણ જાતની ગામની અંદર તકેદારીઓ લેવામાં આવતી નથી રોડ રસ્તા ની જો વાત કરવામાં આવે તો હજુ ત્યાં પણ કોઈ જાતનો વિકાસ જોવા મળતો નથી તેમજ પાણીની ખૂબ જ મોટી સમસ્યા આજે રૈયા ગામના રહેવાસી ઓ ને ભોગવી પડે છે.

Loading...