Abtak Media Google News

પોલીસ દ્વારા અડધા લાખના ઇનામની જાહેરાત પણ ભેદ ઉકેલવા માટે માસ્ટર સ્ટોક બની: રાજકોટમાં એક માસમાં દુષ્કર્મની ત્રણ કલંકિત ઘટનાના નરાધમનું પગેરૂ દબાવવામાં પોલીસની કડકાઇ, કુન્હે, બાતમીદારનું નેટવર્ક અને ટેકનોલોજી મહત્વની પુરવાર થઇ

શહેરમાં છેલ્લા એક માસમાં દુર્ષ્મની બે ઘટના અને એક તરૂણ વિદ્યાર્થીની પર સરા જાહેર થયેલા નિર્લજ્જ હુમલા પાછળ પોલીસના હાર્ડ વર્કના બદલે સ્માર્ટ વર્કથી ત્રણેય ગુનાનો સમયસર ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેવામાં સફતા મળી છે. ભાવનગર રોડ પર આવેલા મહાપાલિકના કન્જર્વન્સી વિભાગ સામે આઠ વર્ષની માસુમ બાળકી પર થયેલા દુષ્કર્મની કલંકીત ઘટનાથી સભ્ય સમાજનું શરમથી માથુ ઝુંકી ગયું છે અને શરમજનક બનાવનો ભેદ ઉકેલવા પોલીસ તત્કાલ એકશનમાં ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવા પાછળ પોલીસ દ્વારા ‚રૂ.૫૦ હજારના થયેલી ઇનામની જાહેર માસ્ટર સ્ટોક બની ગઇ છે. તે રીતે બાતમીદારોની સાથે સાથે ટેકનોલોજીનો થયેલો મહત્વનો ઉપયોગ પણ ત્રણેય ઘટના માટે મહત્વનો સાબીત થયો છે.

મુળ બાબરા પંથકના શ્રમજીવી પરિવારની આઠ વર્ષની માસુમ બાળકી ગત શુક્રવારે રાતે માતા અને પરિવાર સાથે સુતી હતી ત્યારે ત્યાંથી ભારતનગર મફતીયાપરાના નશાખોર હરદેવ મશ‚ માંગરોલીયા નામના નાથબાવા શખ્સે અપહરણ કરી ભાવનગર રોડ પર આવેલા સિતારામ વે બ્રીજ સામે આવેલા અવારૂ‚ જગ્યાએ લઇ જઇ આચરેલા દુષ્કર્મની ઘટનાથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસની જુદી જુદી ટીમ બનાવી તાત્કાલિક ભેદ ઉકેલવા કરેલા આદેશની સાથે સાથે બાતમી આપનારને ‚રૂ.૫૦ હજારનું ઇનામ આપવાની કરેલી મહત્વની જાહેરાતથી ભેદ ઉકેલવા માટે મહત્વની બની હતી.

7537D2F3 5

પોલીસ દ્વારા થતા હાર્ડ વર્કની સાથે સાથે પોલીસ દ્વારા કરાયેલા સ્માર્ટ વર્કના કારણે શહેરના યુનિર્વસિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે તરૂણ વિદ્યાર્થીની પર સરા જાહેર થયેલા નિર્લજ્જ હુમલાની ઘટના અને વિજયનગરની ત‚ણી સ્કૂલે ગઇ ત્યારે થોરાળાના શખ્સે અપહરણ કરી તેણી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાનો પોલીસ દ્વારા તાત્કાલીક ભેદ ઉકેલવામાં સફતા મળી છે. ભરતસિંહ ગાર્ડન પાસે બનેલી ઘટનામાં સંડોવાયેલા આણંદનગરના રણજીત ઉર્ફે વચલી ટિકિટ અને લાલા નામના શખ્સની ધરપકડ કરી હતી. તે રીતે ત્રિકોણ બાગ પાસે સ્કૂલેથી અપહરણ કરી સગીર વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા થોરાળા મેઇન રોડ પર આવેલી શાળા નંબર ૨૯ પાસે રહેતા કાનો રાજેશ ટોળીયા નામના શખ્સને ઝડપી લેવામાં પોલીસને સફતા મળી તે રીતે જ ભારતનગરના હરદેવ માંગરોલીયાને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપેલા હરદેવ માંગરોલીયાની પૂછપરછ કરવા છતાં તે મોન રહેતા પોલીસ કસ્ટડીમાં રહેલા નરાધમ પાસે ગુનો કબુલાત કરાવો પોલીસ માટે કોયડો બન્યો ત્યારે ગાંધીનગરથી આવેલી એફએસએલની ટીમ દ્વારા હરદેવ માંગરોલીયાના કપડા પર રહેલા લોહી સહિતના ડાઘ મહત્વના સાબીત થયા હતા અને તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરતા હરદેવ માંગરોલીયા ભાંગી પડયો હતો અને સમગ્ર કલંકીત ઘટનાની કબુલાત આપતા પોલીસે રાહત અનુભવી હતી.

માસુમ બાળાને ન્યાય અપાવવા બાર એસો. મેદાને

શહેરમાં ત્રણ દિવસ પૂર્વે આઠ વર્ષની બાળકીનો દેહ પિંખી નાખનાર નરાધમ શખ્સને ગણતરીના કલાકોમાં ઉઠાવી લેવામાં આવ્યા બાદ બાર એસો. દ્વારા બળાત્કારી શખ્સનો કે નહી લડવા સર્વાનુંમતે ઠરાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત બાર એસો. દ્વારા આજે પોલીસ કમિશ્નરને લેખીત રજૂઆત કરી તાત્કાલીક તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ જણાવાશે તેમજ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને લેખિત રજૂઆત કરી સ્પેશિયલ કોર્ટમાં ડે ટુ ડે કેસ ચલાવવામા અને પિડીતા તેમજ તેના પરિવાર ઝડપી ન્યાય મળી રહે અને કાયદામંત્રીને લેખીત રજૂઆત કરી પબ્લીક પ્રોશ્યુકેશન તરીકે મહિલા વકીલની નિમણુંક કરવા માંગ કરાશે જયારે બાર એસો. દ્વારા પિડીત પરિવારને મદદ‚પ થવા વકીલો પાસેથી અનુદાન મેળવી સહાય‚પ બનશે તેમ બારના પ્રમુખ બકુલ રાજાણીઅને સેક્રેટરી જીજ્ઞેશ જોષીની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.