Abtak Media Google News

Table of Contents

જનરલ બોર્ડમાં રાજમાર્ગો અને ફુટપાથ પર દબાણો મામલે કશ્યપ શુકલ એક પછી એક ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા હતા ત્યારે જ આશ્ર્ચર્યજનક રીતે કમલેશ મીરાણીએ રોકયા: બોર્ડનો તરીકાળ ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચડભડમાં વેડફાયો: ૫૯ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા

સભા અધ્યક્ષ મેયરનાં બદલે સ્ટેન્ડિંગ ચેરમેનની સુચના મળતાં સેક્રેટરીએ ઠરાવનું વાંચન શરૂ કરી દેતા કોંગ્રેસનાં કોર્પોરેટરોએ માઈક આંચકી લીધું: પ્રેક્ષક ગેલેરીમાં પણ સામાન્ય હોબાળો

પ્રથમ વરસાદે જ મહાપાલિકાની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી જતાં કોંગ્રેસે અખબારોનાં કટીંગ સભાગૃહમાં ફરકાવ્યા: પ્રશ્ર્નોતરી કાળનો સમય વધારવાની માંગ સાથે કોંગ્રેસનો હંગામો

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં જ શહેરનાં રાજમાર્ગો અને ફુટપાથ પર ખડકાયેલા આડેધડ દબાણનાં મુદ્દે ભાજપનાં સિનિયર કોર્પોરેટર કશ્યપ શુકલએ એસ્ટેટ શાખાનાં અધિકારીઓ પર તડાપીટ બોલાવી હતી. શુકલ દબાણ મુદ્દે એક પછી એક ભ્રષ્ટાચાર વિગતવાર ખુલ્લો પાડી રહ્યા હતા ત્યારે ખુદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની પર વ્યાપક દબાણ આવી ગયું હતું. ચાલુ બોર્ડે તેઓએ એસ્ટેટ શાખાનાં અધિકારીઓને યાજ્ઞિક રોડ પર સેલરમાં ગેરકાયદે ધમધમતી હોટલને સીલ કરવા માટે આદેશ આપ્યા હતા. દબાણ મુદ્દે કમિશનર અને એસ્ટેટ શાખા પર પ્રેશર વધે તે પૂર્વે જ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તંત્ર માટે જાણે સંકટમોચન બનીને આવ્યા હોય તે રીતે તેઓએ આશ્ર્ચર્યજનક રીતે કશ્યપ શુકલને પોતાનો પ્રશ્ર્ન આટોપી લઈ બેસાડી દીધા હતા. દર વખતની માફક વધુ એક વખત જનરલ બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટરો વચ્ચેની નાહક ચર્ચામાં વેડફાઈ ગયો હતો. ૫૯ પૈકી એક માત્ર પ્રશ્ર્નની ચર્ચા થઈ હતી.

The-Pressure-On-The-Pani-Became-Increasingly-Annoying-Mohan-Shukla-Was-Laid
the-pressure-on-the-pani-became-increasingly-annoying-mohan-shukla-was-laid
The-Pressure-On-The-Pani-Became-Increasingly-Annoying-Mohan-Shukla-Was-Laid
the-pressure-on-the-pani-became-increasingly-annoying-mohan-shukla-was-laid

આજે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં.૯નાં ભાજપનાં કોર્પોરેટર રૂપાબેન શીલુનાં એસ્ટેટ શાખાનાં પ્રશ્ર્ન અંગે સૌપ્રથમ ચર્ચા થઈ હતી. આ ચર્ચા સિનિયર કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ સામેલ થયા હતા. તેઓએ રાજમાર્ગો અને ફુટપાથ પર આડેધડ ખડકાયેલા દબાણોનો સવાલ ઉઠાવી અધિકારીઓ પર તડાપીટ બોલાવી હતી. હોકર્સ ઝોનનો ઉદેશ શું ? ફુટપાથમાં પ્રથમ પ્રાયોરીટી કોને આપવામાં છે ? ૧૫૦ ફુટ રીંગ રોડ પર સાયકલટ્રેક ફુટપાથ અને સર્વિસ રોડ પર દબાણો ખડકાઈ ગયા છે. યાજ્ઞિક રોડ પર એક સેલરમાં હોટલ ધમધમી રહી છે જયાં ડ્રેનેજની પણ પુરતી સુવિધા નથી અને હોટલ સંચાલક દ્વારા સેલરમાં ૧૫થી વધુ ગેસનાં બાટલા રાખવામાં આવ્યા છે. સુરત જેવી ઘટના ન બને તે માટે આ હોટલમાં તપાસ કરવા કશ્યપભાઈ શુકલએ આરોગ્ય શાખા, ફાયર બ્રિગેડ અને બાંધકામ શાખાને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જનરલ બોર્ડમાં પણ જણાવાયું હતું. આ વાત સાંભળી ખુદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની ચોકી ઉઠયા હતા અને તેઓએ ચાલુ બોર્ડે એસ્ટેટ શાખાનાં અધિકારીઓને સેલરમાં ગેરકાયદે ધમધમતા રેસ્ટોરન્ટને સીલ કરવા માટે આદેશ આપ્યા હતા.

The-Pressure-On-The-Pani-Became-Increasingly-Annoying-Mohan-Shukla-Was-Laid
the-pressure-on-the-pani-became-increasingly-annoying-mohan-shukla-was-laid
The-Pressure-On-The-Pani-Became-Increasingly-Annoying-Mohan-Shukla-Was-Laid
the-pressure-on-the-pani-became-increasingly-annoying-mohan-shukla-was-laid

જગ્યા રોકાણ શાખાનો ભ્રષ્ટાચાર કશ્યપ શુકલ ખુલ્લો પાડી રહ્યા હતા ત્યારે ખુદ મ્યુનિસિપલ કમિશનર જોરદાર દબાણમાં આવી ગયા હતા તેઓએ એવી ચોખવટ કરવી પડી હતી કે તાજેતરમાં તેઓએ ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીઆરટીએસ રૂટની બંને બાજુ ચેકિંગ હાથ ધર્યું હતું. તેમાં ફુટપાથ, સર્વિસ રોડ કે સાઈકલ ટ્રેક પરનાં દબાણ હટાવી દેવામાં આવ્યા હતા અને દબાણકર્તાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. કશ્યપ શુકલએ સામો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં ૧૮ લાખની વસ્તી વચ્ચે એક જ બંછાનિધી પાની છે. અમે એવી તંત્ર પાસે તમારા જેવી કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે. ફુટપાથ અને રાજમાર્ગો પરનાં દબાણો અને જગ્યા રોકાણ શાખાનાં ભ્રષ્ટાચાર અંગે કશ્યપ શુકલ પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલી રહ્યા હતા અને તંત્ર પર દબાણ વધારી રહ્યા હતા ત્યારે આશ્ર્ચર્યજનક રીતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કશ્યપ શુકલને બેસાડી દીધા હતા અને રૂપાબેન શીલુને પોતાનો પ્રશ્ર્ન આગળ વધારવા તાકીદ કરી હતી. પ્રશ્ર્નોતરીકાળમાં ૫૯ પ્રશ્ર્નો રજુ થયા હતા જેમાં મોટાભાગનો સમય એક જ સવાલની ચર્ચા પાછળ વેડફાઈ જાય તેવું દેખાતા કોંગ્રેસનાં કોર્પોરેટરોએ પ્રશ્ર્નોતરી કાળનો સમય વધારવાની માંગણી સાથે જનરલ બોર્ડમાં હંગામો મચાવ્યો હતો. આટલું જ નહીં શહેરમાં ગઈકાલે પડેલા માત્ર બે થી અઢી ઈંચ વરસાદે જ કોર્પોરેશનની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી હતી તેવા આક્ષેપ સાથે અખબારોનાં કટીંગ પણ સભાગૃહમાં દેખાડયા હતા. સાથોસાથ માત્ર બે જ ઈંચ વરસાદમાં આખું રાજકોટ પાની-પાની થઈ ગયું હોવાનાં પ્રશ્ર્ને પણ હોબાળો મચાવ્યો હતો. હાઈકોર્ટનાં આદેશનાં પગલે પ્રેક્ષક ગેલેરી ખોલી નાખવામાં આવી હતી. દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે થી ત્રણ વ્યકિતઓએ બોર્ડની કામગીરીને અવરોધરૂપ થવાનો પ્રયાસ કરતા બંદોબસ્ત માટે હાજર પોલીસ અને ફાયર બ્રિગેડનાં માર્શલોએ તેઓને અટકાવ્યા હતા. જનરલ બોર્ડમાં દબાણ પ્રશ્ર્ને કોર્પોરેટરોએ અધિકારીઓ પર તડાપીટ બોલાવી હતી. બોર્ડમાં ૯ નિયમિત દરખાસ્ત ઉપરાંત સુરતમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં બનેલા આગ લાગવાનાં બનાવમાં મોતને ભેટેલા બાળકોને શ્રદ્ધાંજલી આપતો શોક ઠરાવ અને રાજય સરકાર અને કેન્દ્ર સરકારને અભિનંદન આપતા ૩ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. પ્રશ્ર્નોતરીકાળ પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે ઠરાવનું વાંચન કરવાનું કહેતા સેક્રેટરીએ ઠરાવનું વાંચન શરૂ કરી દીધું હતું. આ મુદ્દે વિરોધ પક્ષનાં નેતા વશરામ સાગઠિયા સહિતનાં કોંગી કોર્પોરેટરોએ હંગામો મચાવ્યો હતો. સભા અધ્યક્ષે ઠરાવ વાંચવાની સુચના આપી ન હોવા છતાં શા માટે ઠરાવનું વાંચન શરૂ કર્યું તેવું કહી સેક્રેટરીનું માઈક આંચકી લીધું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપતા ઠરાવો પસાર કરાયા

જનરલ બોર્ડમાં આજે ૯ નિયમિત દરખાસ્ત ઉપરાંત એક શોક ઠરાવ અને ત્રણ અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં અરબી સમુદ્રમાં ઉદભવેલા વાયુ વાવાઝોડાનાં કારણે રાજયમાં એકપણ વ્યકિતનું મૃત્યુ ન થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજન માટે મુખ્યમંત્રી, તમામ મંત્રીઓ અને ધારાસભ્યોનો સામાન્ય સભાએ આભાર માન્યો હતો. આ ઉપરાંત સૌની યોજના અંતર્ગત આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં રાજકોટની જળજરૂરીયાત મુજબ નર્મદાનાં નીર ઠાલવવામાં આવ્યા છે અને ભાદર ડેમને પણ સૌની યોજના સાથે જોડી દઈ બે દિવસ પૂર્વે ભાદરમાં નર્મદાનું અવતરણ થયું છે. ટુંકાગાળામાં શ્રેષ્ઠ કામગીરી માટે વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપવામાં આવ્યા હતા ત્યારે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર જીતવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રમાં ફરી પ્રચંડ બહુમત સાથે સરકાર રચવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતા ઠરાવો પસાર કરાયા હતા જયારે બોર્ડમાં તાજેતરમાં સુરતમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની જે ઘટના બની હતી તેમાં અકાળે મોતને ભેટેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી અર્પવા માટે શોક ઠરાવ પણ પસાર કરાયો હતો.

બોર્ડમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આંખ મારી: કાનગડે પકડયા

The-Pressure-On-The-Pani-Became-Increasingly-Annoying-Mohan-The-Pressure-On-The-Pani-Became-Increasingly-Annoying-Mohan-Shukla-Was-Laidshukla-Was-Laid
the-pressure-on-the-pani-became-increasingly-annoying-mohan-shukla-was-laid

આજે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠકમાં કોર્પોરેટરોનાં પ્રશ્ર્નોની ચર્ચા થાય તે માટે પ્રશ્ર્નોતરીકાળનો સમય વધારવાની માંગણી સાથે કોંગ્રેસ હંગામો મચાવી રહી હતી ત્યારે વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠિયાએ સાથી કોર્પોરેટરો સામે મજાકમાં આંખ મારી હતી. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે આ ઘટનાને પકડી પાડી હતી અને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની જેમ તમે ગૃહમાં આંખ મારવાનું બંધ કરો. આ ઘટનાથી સમગ્ર બોર્ડમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાથી બોર્ડની ગરીમા પણ હણાય હોવાનો આક્ષેપ થયો હતો.

લોકો માટે સાચી મહેનત કરો નહીંતર વિરોધ પક્ષને પણ લાયક નહીં રહો: ઉદયનો પ્રહાર

The-Pressure-On-The-Pani-Became-Increasingly-Annoying-Mohan-Shukla-Was-Laid
the-pressure-on-the-pani-became-increasingly-annoying-mohan-shukla-was-laid

જનરલ બોર્ડમાં આજે કોંગ્રેસનાં કોર્પોરેટરોએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે, પ્રથમ વરસાદે મહાપાલિકાનાં શાસકો અને વહિવટી તંત્રની પોલ ખોલી નાખી છે જેનો આકરો જવાબ આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, લોકસભાની ચુંટણીમાં લોકોએ કોંગ્રેસની પોલ ખોલી નાખી છે. શહેરનાં એક-એક વોર્ડમાંથી ભાજપને ૨૦,૦૦૦થી વધુની લીડ મળી છે. આગામી કોર્પોરેશનની ચુંટણીમાં લોકો માટે સાચી મહેનત કરો નહીંતર વિરોધ પક્ષને લાયક પણ નહીં રહો ત્યારે કોંગ્રેસે ભાજપનાં શાસકો પર શહેરનાં વૃક્ષો કાપી નાખવાનો આક્ષેપ મુકયો ત્યારે કાનગડે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભુતકાળમાં મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ તો ડાંગનું આખે આખુ જંગલ કાપી નાખ્યું હતું અને વેચી માર્યું હતું જેનો ઈતિહાસ સાક્ષી છે. કોંગ્રેસનાં રાજમાં રાજકોટને પીવાનું પાણી પણ વેચાતું આપવામાં આવતું હતું જયારે હાલની ભાજપની સરકારે આજી, ન્યારી અને ભાદર ડેમને નર્મદાનાં નીરથી ભરી દીધા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.