લાગતા વળગતા તંત્રને વારંવાર રજુઆત બાદ અંતે જાતે સાફ-સફાઇ કરતા (આપ) ના કાર્યકરો

વોર્ડ નં.૪ ના પ્રમુખે જાતે સફાઇ અભિયાન આદર્યુ

શહેરના વોર્ડ નં.૪ ના આપના પ્રમુખ રાહુલ ભુવા એ આજે પોતાના વોર્ડમાં જાતે ઝાળુ ચલાવી સફાઇ આદરી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે આ બીમારીની સીઝન ચાલી રહી છે. ત્યારે વોર્ડ નં.૪ ના આપના પ્રમુખે વારંવાર લાગતા વળગતા તંત્રને રુબરુ અરજી આપી જાણ કરી હતી.

પરંતુ તંત્ર જાણે આંધળુ બહેરુ હોય તેમ કોઇપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેથી અંતે સરકારી અધિકારી સામે હાર માની જાતે જ ઝાળુ ચલાવી સફાઇ અભિયાન આદર્યુ હતું. આ જોતા પ્રજાના મનમાં પ્રશ્ન ઉપજે છે કે તંત્ર ઉંધમાં કે આંધળું?

Loading...