Abtak Media Google News

રાજકોટની ધન્ય ધરા પર ૧૭ વર્ષનાં લાંબા સમય બાદ ચાતુર્માસ અર્થે પધારેલાં રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે શ્રી રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ, સી. એમ. શેઠ પૌષધશાલા ઓમાનવાલા ઉપાશ્રય ખાતે સદગુરુ સમર્પણ અવસરનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મહારાજ, રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ  નમ્રમુનિ મ.સા. આદિ ૭૫ સંત-સતીજીઓની પાવન ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવેલા આ અવસરે શ્રી હિતેનભાઈ મહેતાના નિવાસસન, સૌરભ, ૧/સી, સૂર્યોદય સોસાયટી, સેંટ મેરીસ સ્કૂલસ, કાલાવડ રોડખાતે ગુરુ ભક્તો દ્વારા સદગુરુ ચરણે ભાવભીની ભક્તિ અર્પણ બાદ ૮:૦૦ કલાકે શોભાયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ શે. જે૮:૩૦કલાકે ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રિંગ રોડ, ઝેડ બ્લૂની સામે વિરામ પામશે.

આ અવસરે હજારો ગુરુભક્તોની ઉપસ્થિતિમાં લુક એન લર્ન જૈન જ્ઞાનધામના નાના નાના બાળકો દ્વારા સદગુરૂ પ્રત્યેના વિનય ધર્મ આધારિત સુંદર પ્રસ્તુતિ કરીને સંત-સતીજીઓને આવકારવામાં આવશે. રાષ્ટ્રસંત પૂજય પ્રત્યે ભક્તિ અર્પણ કરવા પધારેલાં હજારો ભક્તોના હૃદયમાં ઉછળતી શ્રદ્ધા-ભાવની ઊર્મિઓ સો ભક્તિના માહોલ વચ્ચે પારસધામ-ઘાટકોપરના ભાવિકો દ્વારા જૈન દર્શનના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતી પાટ પરંપરાની હૃદયસ્પર્શી  નાટિકા ભજવાશે.

સદગુરુના યોગે તાં જીવન પરિવતેનની પ્રેરણા આપતી બરોડાના ભાવિકો દ્વારા ચિંતનીય પ્રસ્તુતિની સાથે કોલકત્તાના ભાવિકો દ્વારા ‘અન્યી અનન્ય’ ભાવ આધારિત ભવ્ય નાટિકા અને શાસન ચંદ્રિકા પૂ. હીરાબાઈ મહાસતીજી દ્વારા લિખિત સદગુરુ જીવન કવન નાટિકાની પ્રસ્તુતિ બાળકો દ્વારા કરવામાં આવશે. રાજકોટના બહેનો ભગવાન મહાવીરની પુચ્છિંસ્સુણં સ્તુતિ દ્વારા ભક્તિ-ભાવનાની રજુઆત કરશે.

એક સો ૭૫ સંત-સતીજીઓ સો રાષ્ટ્રસંત પૂજ્ય જેવા સદગુરૂના ચાર ચાર મહિના સુધી પ્રાપ્ત યેલાં પરમયોગને પ્રાપ્ત કરનારા નગરના ભાવિકો પણ આ અવસરે ‘આ રાજકોટ છે’ નાટિકા પ્રસ્તુત કરશે. સદગુરુ પ્રત્યેની અંતરની ભાવભીની ભક્તિને શબ્દો દ્વારા, ગીતો દ્વારા, નાટિકા દ્વારા,સંવાદ દ્વારા વાચા આપતાં અનેકવિધ કાર્યક્રમોની સો ઉજવવામાં આવનાર સદગુરુ સમર્પણ અવસર એક અનોખી ભવ્યતાનું સર્જન કરશે. આ અમૂલ્ય અવસરનો લાભ લેવા દરેક ભક્તિ પ્રેમથી ભાવિકોને સંઘ તરફી અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.