Abtak Media Google News

ભૌતિકવાદનો અતિરેક આજની માનવજાતને બુરી રીતે ભરખી રહ્યો છે. આપણા ભારતની હાલત મહાભારતના યુધ્ધ માટે કુરૂક્ષેત્રનાં રણમેદાનની વચ્ચોવચ્ચ ઉભેલા સેનાપતિઓ તેમજ સૈન્યો જેવી છે: ધર્મક્ષેત્ર-કુરૂક્ષેત્રની જેમ રણટંકાર આરંભાઈ ચૂકયો છે જાણે મોદી સરકાર એક બાજુ છે. કોઠાયુધ્ધના કુડકપટ વચ્ચે ઘેરાયેલા અભિમન્યુની જેમ આ સરકાર કોરોનાની કાળમુખી થપાટો તેમજ આંતરિક પડકારોના આરે ઉભી છે. ગુરૂપૂર્ણિમાની રાહ છે. વડાપ્રધાને ગુરૂમંત્ર આપ્યો છે ‘જો જાન હૈ તો જહાન હૈ’

આપણા દેશની વર્તમાન હાલત મહાભારત-કાળના મહાયુધ્ધના રણટંકાર જેવી છે. કૂરૂક્ષેત્રનાં રણમેદાની વચ્ચોવચ્ચ કૌરવો-પાંડવોના સેનાપતિઓ તેમજ સૈન્યો તેમના વ્યૂહો મુજબ ખડા થઈ ગયા હોય એવો ઘાટ ઘડાયો છે.

ભારતના વડાપ્રધાને વધુ એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું એમાં એમની સરકારની હવે પછીની રણનીતિનો તેમણે ચિતાર આપ્યો છે.

અત્યારની જેમ આપણા દેશનાં રાજકારણમાં તે સમયનાં સાંસદોની સામે નીતિ રીતિઓમાં પરિવર્તનની આવશ્યકતા પ્રતિબિંબિત થઈ હતી.

તે સમયે રાજકારણમાં એવો અવાજ પડઘાયો હતો કે, નીતિ રીતિ, વહિવટી તંત્ર અને લોકશાહીને વધુ પ્રબળ બનાવવાના હેતુથી વ્યવસ્થા-પરિવર્તન અને નવનિર્માણ અર્થે આપણે કમ્મર કસવાની છે.

એ વખતે આ દેશની પરિસ્થિતિ જુદી હોવા છતાં તે વખતના સંસદોની રજૂઆત તર્કબધ્ધ હતી, જેમાં એવો સૂર હતો કે, એ વખતના સાંસદોએ કરેલી રજૂઆતની ભાષા, ભાવના અને જોમ-જુસ્સો જુદા જ પ્રકરના હતા. એ રજૂઆત લાંબી હતી. આજેય એનું વિસ્મરણ થયું નથી અને તે ઉદાહરણરૂપ બની છે એ નાની સુની વાત નથી.

આમ જોઈએ તો આટલા વર્ષો બાદ વર્તમાન વિશ્ર્વ અને આપણો દેશ ધર્મ અને અધર્મ વચ્ચેના સંઘર્ષ તથા સાચ-જૂઠ વચ્ચેની કળિયુગી ખેંચતાણ વચ્ચે તથા આધ્યાત્મિક કટોકટી વચ્ચે ફસાયા છે. ભૌતિકવાદનો અતિરેક માનવજાતને બુરીરીતે ભરખી રહ્યો છે. આપણા ભારતની હાલત મહાભારતનાં યુધ્ધ માટે કુરૂક્ષેત્રનાં રણમેદાનની વચ્ચોવચ્ચ ઉભેલા સેપાપતિઓ અને તેમના સૈન્યો જેવી છે. ધર્મક્ષેત્રે -કુરૂક્ષેત્રની જેમ રણટંકાર આરંભાઈ ચૂકયો છે. જાણે મોદી સરકાર એક બાજૂ છે. કોઠાયુધ્ધના કુડકપટ વચ્ચે ઘેરાયેલા રણશૂરા અભિમન્યુની જેમ આ સરકાર કાળમુખા કોરોનાની એક પછી એક થપાટો તેમજ આંતરિક રાજકીય પડકારોના આરે કહો કે ત્રિભેટે કહો ઉભી છે. અહી એક શુભચિહન છે, અને મંગળ એંધાણ છે.

ગૂરૂપૂર્ણિમા હાથ વેંતમાં છે.

એક બાજુ વડાપ્રધાને એવો સબળ મંત્ર આપ્યો છે કે, ‘જાન હૈ તો જહાન છે’

બીજી બાજુ, ગૂરૂજનો માર્ગદર્શન અને શુભાશિષ આપવાના છે ભારત મહાન દેશ છે, અહી અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામજન્મભુમિ મંદિરનાં નિર્માણનો દિવ્યોત્તમ ઘંટારવ થવાની તૈયારી છે.

ભારત અને ભારતવાસીઓ એની મહાનત્મ અને માંગલ્ય પૂરવાર કરી દેખાડશે. આખુ વિશ્ર્વ ભરોસાને ટેકે જ ઉભું છે. એ એક શાશ્ર્વત સત્ય છે.

આપણે વર્ષો પહેલાના સાંસદોની એક વાતને ન ભૂલીએ કે, આપણા આપણી નીતિ રીતિઓ, વહિવટી પ્રક્રિયાઓ અને લોકોને લોકશાહીનાં મૂલ્યોનાં જતન કરવાનો અને તેને લગતા પરિવર્તન તેમજ નવનિર્માણ અર્થે કમ્મર કસવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.