ટીખળખોર બૉમ્બ પાર્સલનો ભેદ ઉકેલાયો: આ હતું કારણ…..

તાત્કાલીક પૈસા કમાવા અને ફેકટરી માલિકને ડરાવવા પાર્સલ મોકલ્યાની કબુલાત

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી સેટમેકસ સિરામિક ફકટરીમાં વિસ્ફોટક સામગ્રી હોય એક પ્રકારના આવેલા ભેદી પાર્સલના કારણે દોડધામ મચી ગયા બાદ પોલીસે પાર્સલ મોકલનાર શખ્સને ઝડપી લીધો છે. તાત્કાલિક પૈસા કમાવવા અને ફેટકરી માલિકને ડરાવવા માટે વિસ્ફોટક સામગ્રી હોય તે પ્રકારનું પાર્સલ તૈયાર કરી મોકલ્યાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સરતાનપર રોડ પર આવેલી સેટમેકસ સિરામિક નામની ફેકટરીમાં અજાણ્યો શખ્સ કમ્પ્યુટર વિભાગ માટેનું પાર્સલ હોવાનું કહી આપી જતો રહ્યો હતો. પાર્સલમાં બોમ્બ હોય તે પ્રકારના વાયરીંગ જણાતા અને લાલ કલરની માર્કર પેનથી મોબાઇ નંબર લખ્યા હતા. આથી ફેકટરી માલિક હાર્દિક ઘોડાસરાએ પોલીસને જાણ કરતા એલસીબી, એસઓજી અને રાજકોટથી બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી પાર્સલમાં વિસ્ફોટક સામગ્રી ન હતી પરંતુ વિસ્ફોટક સામગ્રી જેવું લાગે તે રીતે ડીઝીટલ ઘડીયાળ અને વાયરીંગ હોવાનું બહાર આવ્યું હતું.દરમિયાન ફેકટરી માલિક હાર્દિક ઘોડાસરાના મોબાઇલ માં હિન્દી ભાષામાં એક મેસેજ આવ્યો હતો તેમાં અસલી ધમાકા તેરે ઘરમે હોગા લખ્યું હતું. મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ ટીખળીખોર શખ્સને ઝડપી લેવા પોલીસની જુદી જુદી છ ટીમ બનાવી પાર્સલ મોકલનાર જતીન લોઢી નામના શખ્સને ઝડપી લીધો હતો તેની પૂછપરછ દરમિયાન તાત્કાલિક પૈસા કમાવવા અને ફેકટરી માલિકને ડરાવવા માટે પાર્સલ મોકલ્યાની કબુલાત આપી છે.

Loading...