Abtak Media Google News

PM મોદી રાજકોટ એરપોર્ટથી સીધા ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં સભાસ્થળે પહોંચ્યા હતા. મોદી અહીં રાજકોટમાં 26 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમ અને આઇ વે પ્રોજેક્ટનું રિમોટ કન્ટ્રોલ દ્વારા લોકાર્પણ કર્યું હતું. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં મોદીની સભા સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોદીના આગમનને લઇને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સભા સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી જ્યાં સુદર્શન ચક્રધારી મોહન અને ચરખાધારી મોહન પ્રાપ્ત થયો છે. કેટલાકે કહ્યું સરદાર સાહેબને અમે ભૂલાવી દીધા હતા પણ એક ચાવાળો આવીને મંડી પડ્યો છે.

વડાપ્રધાને કહ્યું કે, મારે મન રાજકોટમાં આજનો અવસર એ રાજકોટને આંગણે છે પણ આજનો અવસર સમગ્ર વિશ્વને માટે છે. માનવજાતને માટે છે. આવનારા યુગો માટે છે. હું જરૂર માનું છું કે પ્રત્યેક રાજકોટવાસીઓના મનમા એક પ્રશ્ન જરૂર ઉઠશે કે શું ગાંધીનો રાજકોટ પર કોઇ હક નહોતો તે કેવા તત્વો હતા કે જેણે રાજકોટ અને ગાંધીને જુદા કરી નાંખ્યા હતા. હકીકતે જે ધરતીએ ગાંધીનું ઘડતર કર્યું, બાલ્યકાળ જીવનને ઘડનારી મહત્વપૂર્ણ શ્રૃખંલા હોય છે. એ માટી ખૂંદતા મહાત્મા ગાંધીના જીવનની શરૂઆત થઇ હતી. આ વિશ્વ માનવીનું બાળપણ, શાળાકીય જીવન એને દુનિયા જાણે અને સમજે છે.

યુનાઇટેડ નેશન એ ચેમ્પિયન ઓફ અર્થ તરીકે સન્માન નરેન્દ્ર મોદીને આપ્યો. જેના સાચા હકદાર દેશવાસી અને મહાત્મા ગાંધી છે. પર્યાવરણ પ્રત્યેની સાંસ્કૃતિક પરંપરા ભારત દેશની છે.બાપુના જીવનમાં સ્વચ્છતા મહત્વપૂર્મ બાબત હતી. આઝાદી અને સ્વચ્છતા બેમાંથી કોઇ એક પસંદ કરવાનું થશે તો હું પહેલા સ્વચ્છતા પસંદ કરીશ. આઝાદીના 70 વર્ષ પછી પણ આપણે તેની ઇચ્છા પૂરી ન કરી શક્યા, આજે સમયની માંગ છે કે આપણે કાર્યાજલિ દ્વારા સ્વચ્છ ભારત બનાવીને સ્વચ્છ રાજકોટ બનાવવાની જવાબદારી આપણી છે. હવે દેશમાં ગંદકી કોઇને ગમતી નથી. ગંદકી સામે બધા અવાજ ઉઠાવે છે. શા માટે હિન્દુસ્તાનમાં રાજકોટ સૌથી સ્વચ્છ શહેર શા માટે ન બને? આ જવાબદારી કોની? તમે નક્કી કરો કે અમે રાજકોટને ગંદુ નહીં થવા દઇએ. નિર્ણય અહીંના નાગરિકોએ કરવો જોઇએ.

2014માં દેશનું સેનિટેશન કવર 35 ટકા હતું, ડઝનેક વડાપ્રધાન આવી ગયા પરંતુ છેલ્લા ચાર વર્ષના આ સેનિટેશન કવર 95 ટકાએ પહોંચી ગયું છે. સ્વચ્છતા માટે ભારતે વિશ્વ માટે લીડરશીપ રોલ લીધો છે. ગંદકી 3 લાખ બાળકોને પતાવી દેત. બાપુએ 150મી જયંતીએ ગમે ત્યાં હશે ત્યાં ભારતે 2 ઓક્ટોબરે સ્વચ્છતા હાથ ધરશે અને સંતોષ અનુભવશે. દેશને યુવાપેઢી માટે એક નવી આશા જન્મી છે. મે સૌની યોજનાની વાત કરી હતી ત્યારે તે દિવસે ચારે તરફ આ બધુ ચૂંટણી માટે લાગે છે તેવી ચર્ચા થઇ રહી હતી. ખેતરે ખેતરે પાણી પહોંચાડવા અમે ઠરીઠામ બેઠા નથી તેને પહોંચાડવા પ્રયત્નશીલ છીએ.

સરદાર વલ્લભભાઇ પટેલનું સ્મારક અમે બનાવી રહ્યા છીએ. સરદાર સાહેબની ઊંચાઇ એટલી હતી કે આપણે તેની પાસે પહોંચવું આપણા માટે મુશ્કેલ છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા અમે બનાવ્યું. દેશ માટે આટલું મોટું કામ કરનાર સરદાર સાહેબને કેમ ભૂલી ગયા. પ્રતિમામાં પણ કેટલાકને ચૂંટણી દેખાવા લાગી. આપણી જવાબદારી છે સરદાર સાહેબના વિરાટ સ્વરૂપને વિશ્વ જાણે. સમગ્ર દેશની શ્રદ્ધાનું પ્રતિક બન્યું છે. દેશની 6 લાખ ગામની માટી, પાણી સરદાર સાહેબની પ્રતિમામાં જોડ્યું છે. તેમાં પણ કેટલાકને જાતિ દેખાય, મને 24 કલાક ગાળો દેજો. અમે કેટલાક કહ્યું સરદાર સાહેબને અમે ભૂલાવી દીધા હતા પણ એક ચાવાળો આવીને મંડી પડ્યો છે. સરદાર સાહેબની પ્રતિમામાં કોઇ રાજકારણ ન કરો.

સભાના પ્રારંભમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ રાજકોટમાં 7 વર્ષ સુધી અભ્યાસ કર્યો. મહાત્મા બન્યા પછી રાજકોટમાં સત્યાગ્રહ પણ કર્યો. ગાંધી સર્કીટમાં રાજકોટ મહત્વનું કેન્દ્ર બન્યું છે. આજ સુધી એક સવાલ થતો રાજકોટમાં ગાંધી ક્યાં આ કસકને દૂર કરવા માટે આ મોકો મળ્યો કે કેન્દ્રમાં નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા. કેન્દ્રની સરકારે આપને ગાંધી મ્યુઝિયમ બનાવવા રકમ આપી. કબા ગાંધીના ડેલામાં ગાંધી રહેતા તેના જીર્ણોદ્ધાર માટે રકમ આપી.તેવો સંકલ્પ સાથે મોદી આગળ વધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.