Abtak Media Google News

પ્રોજેકટ લાઈફમાં માઈન્ડ પાવર વિશે પ્રવચન યોજાયું

મનની શકિતનો ઉપયોગ કરી આપણે આપણા સપનાઓને કઈ રીતે પુરા કરવા તે જાણવું જ‚રી છે તેમ જણાવી જાણીતા મોટીવેશનલ સ્પીકર ડો.જીતેન્દ્ર અઢિયાએ કહ્યું હતું કે, આપણું અર્ધ જાગૃત મન ધણી શકિત ધરાવે છે અને તે આપણા સપના પુરા કરી શકે છે. સામાજિક સંસ્થા પ્રોજેકટ લાઈફ દ્વારા જાહેર જનતા માટે ડો.જીતેન્દ્ર અઢીયાના મનની શકિત વિશે પ્રવચન યોજાયું હતું અને તેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

ડો.જીતેન્દ્ર અઢીયા મુળ રાજકોટના જ છે અને દેશ વિદેશમાં મનની શકિત વિશે પ્રવચનો આપે છે. દિમાગ અને મનની શકિતઓ વિશેની તેમના પુસ્તકો માર્કેટમાં પણ ઉપલબ્ધ છે. તેણે ભારતમાં વિવિધ શહેરોમાં તેની મન પાવરની ઈન્સ્ટીટયુટ ખોલી છે અને વિદેશમાં પણ સેમિનાર કરે છે.

સૌથી વિશેષ બાબત એ છે કે ડો.જીતેન્દ્ર અઢીયા લાઈફ ગ્લોબલ સંસ્થાના ગ્લોબલ એમ્બેસેડર છે અને નિ:શુલ્ક પ્રવચનો દ્વારા વિદેશમાં પણ લોકોને મોટીવેટ કરતા રહે છે. માઈન્ડ પાવરનું મહત્વ સમજાવતા ડો.જીતેન્દ્ર અઢીયાએ કહ્યું હતું કે, વિજ્ઞાન કહે છે કે દરેક વ્યકિત પાસે ૧૦૦ ટકા માઈન્ડ પાવર છે પરંતુ દુનિયાની કોઈ પણ વ્યકિત ૧૦ ટકાથી વધુ તેનો ઉપયોગ કરી શકયો નથી.

પ્રશ્ન સ્વાભાવિક છે કે, આવું શા માટે થાય છે. કારણ સ્પષ્ટ છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરવો ખબર નથી. સ્વપ્ન અને સફળતા નસીબની વાત નથી પણ એક ચોકકસ સાબિત થયેલ વિજ્ઞાન છે તેમણે કહ્યું હતું કે, અર્ધ જાગૃત મન એટલે જાગૃત મન અને ઉંધ વચ્ચેની આલ્ફા અવસ્થા છે. આ આલ્ફા અવસ્થાથી લોકો પોતાના સપના પુરા કરી શકે છે.

પોતાના આ તર્કના સમર્થનમાં તેમણે સાઈરામ દવેનો એક વિડીયો બતાવ્યો હતો જેમાં સાંઈરામ દવેએ કહ્યું હતું કે, મેં પણ કલ્પના કરી હતી કે, હું નરેન્દ્ર મોદીને મળું, હું મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝા જેવા કથાકારોને મળું અને આજે મારા આ સપના પુરા થયા છે. તેમણે લોકોને ડો.જીતેન્દ્ર અઢિયાની વાત સ્વિકારવા અને તેને અનુસરવાર અનુરોધ પણ કર્યો હતો.

આ પૂર્વે ડો.કમલ પરીખે પણ કહ્યું હતું કે, ઈશ્વરે આપણને શકિતશાળી મગજ આપ્યું છે અને તેનો મલટીપલ ઉપયોગ થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, આપણે ત્યાં લોકો મનની શકિતથી પુરેપુરા વાકેફ નથી. આ સ્થિતિમાં બદલાવ લાવવા માટે લોકોએ ડો.અઢિયાના પ્રવચનોને ફોલો કરવા જોઈએ. આ કાર્યક્રમનું સંચાલન પ્રોજેકટ લાઈફના યોગા ઈસ્ટ્રકટર રાજીવ મિશ્રાએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.