Abtak Media Google News

ઓટોમોબાઇલ સેક્ટર ઉપરથી મંદીના વાદળો હટાવવા સંસદીય સમિતિએ કરેલી દરખાસ્ત

ઓટો મોબાઈલ ક્ષેત્ર થોડા સમયી સુસ્તીના દોરમાંથી પસાર ઈ રહ્યું છે. ઓટો મોબાઈલ ક્ષેત્ર મામલે નવી પોલીસીની સમીક્ષા નિષ્ણાંતો દ્વારા થઈ રહી છે. આવા સંજોગોમાં આ ક્ષેત્રમાં ફરી પ્રાણ પુરવા માટે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવે તેવું સુચન તાજેતરમાં સંસદીય સમીતી દ્વારા કરવામાં આવ્યું હતું.

Banna For Site

૨૦૧૮ના જુલાઈ માસી ઓટો મોબાઈલ સેકટરમાં પ્રોડકશનની રફતાર ધીમી પડી ચૂકી છે. વૈશ્ર્વિક ર્અતંત્રના સમીકરણો અને સનિક કક્ષાએ કેન્દ્ર સરકારની નીતિના પરિણામે ઓટો મોબાઈલ ક્ષેત્રમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રી (ડીએચઆઈ) દ્વારા તાજેતરમાં સંસદમાં ૨૦૨૦-૨૧ માટે ઓટો મોબાઈલ ક્ષેત્રને લગતી વિવિધ માંગનો રિપોર્ટ યો હતો. ઉત્પાદનમાં નેગેટીવ ગ્રોના કારણે ઓટો મોબાઈલ ક્ષેત્રને જીએસટીના દરમાં રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી. દરમિયાન સંસદીય સમીતીએ પણ આ મુદ્દે દરખાસ્ત કરી હોવાનું સામે આવ્યું છે.

ઓટો મોબાઈલ ક્ષેત્રની ઓછી રફતાર પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાં ગ્રાહકોને અપાતી ક્રેડીટ સુવિધાને પણ મોટુ કારણ ગણવામાં આવે છે. બેંકો દ્વારા તાજેતરમાં લોન આપવાના નિયમો કડક બનાવવામાં આવતા વેંચાણમાં ઘટાડો યો હોવાનો દાવો થાય છે. બીજી તરફ પાંચ વર્ષના ર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના અપફ્રન્ટ પેમેન્ટમાં યેલો વધારો વાહનોની ઉંચી કિંમત પાછળ જવાબદાર છે. આવી પરિસ્થિતિમાં ઓટો મોબાઈલ અને તેના કોમ્પોનેન્ટસ પર લાદવામાં આવેલો ઉંચો જીએસટીનો દર પડ્યા પર પાટુ સમાન સાબીત થાય છે.

ઓટો મોબાઈલ સેકટરના અવિરત વિકાસ માટે સંસદીય સમીતીએ પાંચ વર્ષના ર્ડપાર્ટી વિમાના અપફ્રન્ટ પેમેન્ટનો નિયમ થોડા સમય માટે મુલત્વી રાખવા અવા રદ્દ કરવાનું સુચન પણ કર્યું છે. આ ઉપરાંત સ્ક્રેપ પોલીસીમાં પણ કેટલાક સુધારા સુચવાયા છે. નવું ઈ-વ્હીકલ ખરીદતી વખતે સરકાર દ્વારા પ્રોત્સાહનો આપવામાં આવે તેવી દરખાસ્ત ઈ છે. લીથીયમ ધરાવતી હોય તેવા બેટરી સંચાલીત વાહનોને ઈમ્પોર્ટ ડયૂટીમાં રાહત આપવામાં આવે તેમજ ઈ-વ્હીકલને રોડ ટેકસ મુદ્દે પ્રોત્સાહન આપવામાં આવે તેવી દરખાસ્ત પણ સંસદીય સમીતી દ્વારા કરવામાં આવી છે. દિલ્હીથી ચંદીગઢ વચ્ચેનો હાઈવે ઈ-વ્હીકલ ફ્રેન્ડલી એકસ્પ્રેસવે જાહેર કરવાની દરખાસ્ત પણ થઈ છે. દિલ્હીથી જયપુર અને મુંબઈી પુના વચ્ચેના એકસ્પ્રેસવે ઉપર ચાર્જીગ માટેનો ઈન્ફાસ્ટ્રકચર વિકસાવી આ હાઈ-વે ને પણ ઈ-વ્હીકલ ફેન્ડલી કરવાનું સુચન પણ યું છે.

  • ઇંધણ સસ્તુ કરવા ઇથેનોલનો ઉપયોગ બમણો કરાશે

દેશની તિજોરી પર સૌથી મોટુ આર્થિક ભારણ ઓઈલ ઈમ્પોર્ટના કારણે ઢસડાઈ જતું હુંડીયામણ છે. આ ભારણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર લાંબા સમયી પ્રયાસ કરી રહી છે. હવે સરકારે ઈેનોલનું પ્રોડકશન બેગણુ કરવાની સાથો સાથ  પેટ્રોલમાં ઈેનોલના મિશ્રણનું પ્રમાણ પણ વધારવાનું નક્કી કર્યું છે. આગામી ૨ વર્ષમાં ઈેનોલનું ઉત્પાદન ૩૦૦ લાખ લીટરી વધારી ૯૦૦ લાખ લીટર કરવામાં આવશે. આ ઉત્પાદન વધારવા માટે નવા ૩૬૨ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. ઉત્પાદન વધારવા કુલ રૂ. ૧૮ હજાર કરોડનું રોકાણ થશે. આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ઈંધણમાં ૧૦ ટકા ઈેનોલ ભેળવવાનો ટાર્ગેટ કેન્દ્ર સરકારનો છે. આ ટાર્ગેટને પહોંચી વળવા ઈેનોલનું ઉત્પાદન સતત વધારવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ઈેનોલનું મિશ્રણ ઈંધણ સાથે કરવાથી ૨૦ લાખ ટનની ઈમ્પોર્ટ ઘટશે તેવી આશા છે. જેના કારણે વર્ષે દહાડે રૂ.૭ હજાર કરોડની બચત થશે. ગત વર્ષે ૨૦૦ લાખ લીટર ઈેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ પ્રમાણ બે ગણુ કરાશે.

  • જીએસટીની આવકમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર કમાઉ દીકરો

ઈન્ડસ્ટ્રીયલ ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટમાં ઓટો મોબાઈલ ક્ષેત્રનો હિસ્સો ૨૭ ટકા જેટલો તોતીંગ છે. આ ઉપરાંત જીડીપી ઉભી કરવા પાછળ પણ આ ક્ષેત્ર મહત્વનું પરિબળ બની જાય છે. ઓટો મોબાઈલ ક્ષેત્રના કારણે દેશમાં ૩.૭ કરોડ ડાયરેકટ અને ઈનડાયરેકટ નોકરીઓ ઉભી થઈ છે. દેશના કુલ જીએસટી કલેકશનમાં ૧૫ ટકા જેટલો ફાળો ઓટો મોબાઈલ ક્ષેત્ર આપતું હોય છે. અત્યાર સુધીમાં ઓટો મોબાઈલ ક્ષેત્ર પાસેથી ૧.૫ લાખ કરોડ જેટલું જીએસટી કલેકશન થયું હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.