‘વાઉ’ની વિજયગાથા-7′ બુરાઇ વચ્ચે ઝઝુમીને જીતી રહેલી હકારાત્મકતા

83
the-positivity-that-won-zuzumi-amidst-the-evil-of-wow-triumph-7
the-positivity-that-won-zuzumi-amidst-the-evil-of-wow-triumph-7

વાઉ પ્રોજેકટ સમાજમાં રહેલા બાળકોને કાદવમાં ખીલતાં કમળની માફક ખીલવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેમાં સતત સફળતા હાંસિલ થઇ રહી છે

રાજકોટ શહેરના બાળકોને શિક્ષિત કરવાની કામગીરી દરમિયાન એક વિચિત્ર કિસ્સો વાઉ બસના સ્વયંસેવકોના ઘ્યાનમાં આવ્યો. ૯ વર્ષની કૈલાસની માતા હ્રદયની બિમારીથી પીડાઇ રહી છે તથા પિતા ઇંટના ભઠ્ઠામાં કામ કરે છે. આથી એમની માસિક આવક સાવ ન્યુનતમ કહી શકાય એટલી! એમને વારંવાર સ્થળાંતર કરવું પડતું હોવાથી કૈલાસના ભણતરના પણ કંઇ ઠેકાણા નહીં. રાજકોટમાં તે પોતાના પરિજન એવા રામબા ભૂપતસિંહ  રાણા સિસોદીયા સાથે છેલ્લા બે વર્ષથી રહે છે. તેઓ વયોવૃઘ્ધ વિધવા છે.

અહીંયા કહાનીમાં એક નાનકડું ટવિસ્ટા રામબાની કઠણાઇ એ છે કે તેઓને કેટલીક અસામાજીક પ્રવૃતિઓ કરીને ઘરમાં પૈસા લાવવા પડે એવી હાલત છે. જેના લીધે કૈલાસ પર ખરાબ સંસ્કારો પડી શકવાની સંભાવના હતી. ઘરનું કોઇ વડીલ જ જયારે આવા પ્રકારની પ્રવૃતિઓમાં સંડોવાયેલ હોય ત્યારે બાળકોના ઘડતરની નૈતિક જવાબદારી વધી જાય છે. કૈલાસ તેમના ઘરનું મોટાભાગનું કામ પોતે કરે છે.

વાઉ પ્રોજેકટના સ્વયંસેવકોને આ વાતની જાણ થતાં તેઓ રામ બાને ઘેર ગયા અને તેમને વિદ્યાનું મહત્વ સમજાવવાની કોશિશ કરી જોવા જેવી વાત તો એ છે કે ૨૦૧૮ ની સાલમાં પણ કૈલાસનું એક શાળામાં નામાંકન થયું હતું. પરંતુ તે ગઇ નહોતી. એવામાં વાઉ બસ દ્વારા રૂખડીયાપરામાં અભ્યાસકીય પ્રવૃતિઓ શરુ કરવામાં આવી. સ્વયસેવકોએ કૈલાસનો સ્વજનોને સમજાવ્યા. છેવટે તેઓ રાજી થયા અને કૈલાસને શાળામાં પ્રવેશ અપાવ્યો.

Loading...