Abtak Media Google News

ગ્રામીણ વિસ્તારોમાં દેશી ચૂલાનો વધુ ઉપયોગ થતો હોય છમાણમાં પ્રદૂષણ ફેલાવે છે. જેના લીધે પર્યાવરણ તેમજ લોકોના આરોગ્ય પર ખરાબ અસર થઇ શકે છે. રાયપુરમાં ૨૦ દિવસનો સમય વિતાવ્યા બાદ સંશોધકોએ જણાવ્યું હતું કે રાયપુરની કુલ વસ્તીના ૩/૪ ટકા લોકો રસોઇ માટે દેશી પરંપરાગત ચૂલાનો ઉ૫યોગ કરે છે, દેશના વિવિધ ભાગોમાંથી  તેમણે અલગ-અલગ વેન્ટિલેશન સિસ્ટમો તૈયાર કર્યા હતા. તેથી ગેસથી થતા પ્રદૂષણનો માપદંડનો અંદાજ કાઢ્યો હતો.

આશ્ર્ચર્યજનક વાત સામે આવી હતી કે સંશોધકોએ અગાઉના અભ્યાસ એનેલિસિસની સરખામણીએ વધુ ઉત્સર્જન થતું હોવાનું નોંધ્યું હતું. જો કે હજુ દેશી ચૂલાથી થતી ઉત્સર્જનની પર્યાવરણ અને આરોગ્ય ખરાબ અસરો તો થઇ રહી છે, પરંતુ તે અસરોના અભ્યાસ માટે હજુ વધુ સંશોધનની આવશ્યકતા છે. તેમણે તેની શરુઆત પણ કરી દીધી છે. પરંતુ તેમના તારણ મુજબ દેશી ચૂલાથી સૌથી વધુ પ્રદૂષણ ફેલાતાનો અંદાજ છે તેનો ધુમાડો આરોગ્ય માટે હાનિકારક છે તો બાળકો માટે તે ખૂબ જ જોખમી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.