Abtak Media Google News

છેલ્લા દોઢ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના બીન અનુભવી કાર્યકારી પ્રમુખોનુ શાસન

હાલ મહુવા નગરપાલિકાનું રાજકારણ ગરમાવાની ચરમ સીમા પર પહોંચી ગયું છે. મહુવા નાગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી ભારતીય જનતા પાટીના બિન અનુભવી કાર્યકારો પ્રમુખોનું શાશન ચાલી રહ્યું છે. જયારે તમામ ચેરમેનો કોંગ્રેસ પક્ષના છે જેથી કરીને કાર્યકારો પ્રમુખો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર અને નિયમ વિ‚દ્ધના ઠરાવો સામે કારોબારી ચેરમેન દ્વારા કરવામાં આવેલ ફરિયાદના અનુસંધાને ઠરાવો રદ કરવામાં આવેલ છે અને હજુ ઘણા ઠરાવો રદ થશે અને કરોડોની જવાબદારી ઉભી થશે અને આ રકમ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા આ ગેરકાયદેસર ઠરાવને મંજૂરી આપનાર સભ્યો માથે રિકવરીનું સંકટ તોળાઇ રહ્યું છે.

આ ટર્મ દરમિયાન બિપીનભાઇ સંઘવી અને તેઓની ટીમના સભ્યો કુલ ૭ સભ્યો પક્ષાંતર ધારા હેઠળ તારીખ૨-૧-૧૯ના રોજ સચિવના હુકમ અનુસાર ડીસ્જાલિફાઇ કરવામાં આવેલ પરંતુ તેઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આ ઓર્ડરને પડકારતા તેઓને આંશિક રાહત આપવામાં આવેલ તે મુજબ આ ૭ સભ્યોની જગ્યા મહુવા નગરપાલિકામાં ખાલી રાખવી અને જયાં સુધી આ કેસનો નિકલા ન થાય ત્યાં સુધી પેટા ચુંટણી ન કરવી તથા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવી નહી તા.૪-૧૧-૨૦ના રોજ હાઇકોર્ટ દ્વારા આ કેસનો નિકાલ કરવામાં આવેલ અને તેના હુકમ અનુસાર નવેમ્બર ૨૦૨૦માં મહુવા નગરપાલિકાના કાઉન્સિલરોની મુદ્દત પૂરી થતી હોઇ આ કેસમાં નિર્ણય આપવો જ‚રી નથી અને સાથે આ ૭ સભયો ઉપર લાગેલ ડીસ્કવાલિફિકેશન આ મુદ્દત સાથે પૂર્ણ કરવામાં આવેલ છે. જેથી હવેથી આ સભ્યો ચૂંટણી પણ લડી શકશે હવે જો સરકાર દ્વારા નગરપાલિકાના સભ્યોની મુદ્દત ૩ મહિના સુધી લંબાવવામાં આવશે તો આ સભ્યો ફરીથી કાર્યરત થઇ શકશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

તારીખ ૨-૧-૧૯થી ૪-૧૧-૨૦ સુધીના સમયગાળા દરમિયાન બિપીનભાઇ સંઘવી અને તેઓની ટીમના સભ્યો નગરપાલિકા માં ડીસ્કવાલિફાઇડ થયેલ હોઇ તેઓ હોઇ પણ સામાન્ય સભામાં હાજરી આપી શકે નથી જેથી આ સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી પ્રમુખો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર ઠરાવોમાં તેઓની કોઇ પણ જવાબદારી બનતી નથી. એક રીતે કહીએ તો આ ડિસ્કવાલિફિકેશને તેઓને મોટી જવાબદારી માંથી બચાવી લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.