Abtak Media Google News

ડાયરેકટર જનરલ હેલ્થ સર્વિસ, ચીફ ઈકોનોમિક એડવાઈઝર સહિતના ઉચ્ચ સ્તરીય લોકો કમિટીમાં જોડાયા

ભારતભરમાં દવાઓના ભાવ પર નિયંત્રણ રાખવા માટે સરકાર દ્વારા નિતી આયોગના સંયુકત સહકારથી સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. નિતી આયોગ દ્વારા ભારતભરમાં દવાઓ પરના ભાવનું નિયંત્રણ રાખવામાં આવશે. આ સ્ટેન્ડિંગ કમિટીમાં ચીફ ઈકોનોમીક એડવાઈઝર ત્યારબાદ હેલ્થ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી, હેલ્થ સર્વિસના ડાયરેકટર જનરલ, વાઈસ ચેરપર્સન સહિત અનેકવિધ લોકો એક તાંતણે જોડાઈ બેઠકની રચના કરાઈ હતી. આ સ્ટેન્ડિંગ કમિટી દવાઓના ભાવનું નિયંત્રણ સહિત અનેકવિધ કાર્યોથી ભાવ પર નિયંત્રણ રાખવા પ્રયત્નશીલ રહેશે.

આ સ્ટેન્ડિંગ કમિટી નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈઝીંગ ઓથોરીટીના સહભાગી થઈ તેઓ કાર્યરત થશે. આ નિર્ણય લેવાનું એકમાત્ર કારણ એ પણ માનવામાં આવે છે કે, ભારત ભરમાં ડ્રગ્સ એટલે કે દવાઓના ભાવમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે તો કયાંક તે ભાવ મધ્યમ વર્ગના લોકોને પોસાતા પણ નથી જેના કારણે તેમના ઈલાજમાં ઘણી સમસ્યાઓ અને તકલીફો પણ ઉદભવીત થતી હોય છે જે વાતની જાણ સરકારને થતા સરકાર દ્વારા નિતી આયોગ સાથે બેસી એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે જે એનપીપીએની સાથે રહી ભાવમાં નિયંત્રણો રાખવા અને જે કોઈ રાજયમાં કે કોઈ શહેરમાં ભાવમાં વધારો થતા જોવા મળે તો તેના પર રોક લગાવી શકાય.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કમિટીની માટેની વાત એક વર્ષ પહેલા કરવામાં આવી હતી જેની ચર્ચા સરકાર સાથે એપ્રિલ માસ દરમિયાન નિતી આયોગ દ્વારા કરાઈ હતી જેમાં નિતી આયોગ દ્વારા ખાસ અપીલ પણ કરી હતી કે, ડ્રગ્સ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર ૨૦૧૩ને લાગુ કરવામાં આવે. આ બેઠકમાં પીએમઓ ઓફિસમાં ઉચ્ચ સ્તરીય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા પરંતુ આ વાતની ગંભીરતા કોઈના દ્વારા લેવામાં આવી ન હતી જેથી ભાવમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળ્યો હતો પરંતુ જાગ્યા ત્યારથી સવાર તેઓ ઘાટ સર્જાયો છે જેથી એનપીપીએના સંયુકત રીતે નિતી આયોગ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તે પૂર્ણ‚પથી દવાઓના ભાવ પર નિયંત્રણ રાખશે અને જો કયાંક એવી ઘટના ઘટે તો તેના પર કાયદાકીય પગલા પણ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.