Abtak Media Google News

ગુનેગારોને પકડવા પોલીસ હરહમેશ ખડેપગે રહેતી હોય છે ઘણીવાર વિચાર આવે કે એ ભાઈનું તો મોઢું સાવ એક્સિડંટમાં ઓળખી ના શકી એવું થઈ ગયું હતું તો પીલીસ દ્વારા તેની ઓળખ કેમ મેડવી હશે? આવા પ્રશ્ન થવા સામાન્ય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અને એજન્સીઓ દ્વારા ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા આવી ટેક્નોલીજીનો ઉપયોગ કરી અને ચેહરાઓ ઓળખવામાં આવતા હોય છે.

પોલીસ અને આની એજન્સી જ્યારે કોઈ ચોર અથવાતો એવો વ્યક્તિ કે જેનો ચહેરો સ્પષ્ટપણે ઓળખવામાં મુશકેલી જણાતી હોય અને ગુનાહિત પ્રવૃતિ સાથે સંકડાયેલ હોય ત્યારે ધ ઓટોમેટેડ ફેસિયલ રિકોગ્નઈજ સિસ્ટમ (એએફઆરએસ)નો ઉપયોગ કરી આવા ચહેરાઓને ઓળખવામાં આવે છે. પોલીસના રેકોર્ડમાં એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એસસીઆરબી) દ્વારા આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રાઇમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ (સીસીટીએનએસ) ડેટા બેઝ દ્વારા જ આવી સિસ્ટમ વાપરી શકી છે.

ક્રાઇમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ (સીસીટીએનએસ)નો ડેટા બેજ અંદાજે ૧૫૦૦૦ જેટલા પોલીસ સ્ટેશન સાથે જોડાયેલ છે.

પોલીસ સ્ટેશન માં આવતી ગુમસુદાની ફરિયાદો કે જેમાં તેના ચહેરાઓને ઓળખવા મુશ્કેલ સાબિત થતાં હોય આવી પરિસ્થિતીમાં આ ડેટા બેજનો ઉપયોગ કરી જે તે વ્યક્તિની ઓળખ કરવામાં આવતી હોય છે.

આ ડેટાબેજમાં ખોવાયેલ વ્યક્તિ, ગુન્હાહિત પ્રવૃતિમાં સંકળાયેલ વ્યક્તિ અને ગુમ યેલ વ્યક્તિઓ ના ડેટા સાથે ઉપલબ્ધ હોય છે. જે બધ પોલીસ સ્ટેસન આ ડેટાબેજ સાથે કનેક્ટ હોય તે દરેકને આ ડેટાબેજની માહિતી ઉપલબ્ધ થઈ સકે છે.

ઓફિસરના જણાવ્યા અનુસાર આ સોફ્ટવેર અથવા તો ડેટાબેજ એવા વ્યક્તિઓ જ ખોલી શકે છે જે લોકો લો એન્ફોર્સમેન્ટ અને એજન્સીમાં રજીસ્ટર હોય. તેમના ફિગર પ્રિન્ટ આપ્યા બાદ જ આ ડેટાબેજ ખોલી શકાઈ છે.

આ ટૂલ દ્વારા મેન્યુયલ સર્ચ પણ કરી શકાઈ છે સાથે જ બાળકની ઓળખાણ ન થતી હોય આવા સમયે આ ટૂલ નો ઉપયોગ કરી ઓળખી શકાઈ છે, સાથે જ જ્યારે કોઈ વ્યક્તિ  ખોવાઈ ગઈ હોય અને તેની ભાળ મેળવવા પણ આ જ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે .

આ ટૂલની વિશેષતા એ છે કે કોઈ પણ આતંકવાદી અથવાતો ચોર કે સામાન્ય ગુનેગાર એવું સમજતો હોય કે તે પોલીસની નજરથી બીજા ખોટા ડોક્યુમેન્ટ એટ્લે કે ખોટી ઓળખથી છુપા રહી શક્સે તોત તે હવે શક્ય નથી આ ટૂલ ની મદદથી જ્યારે સંકસપદ વ્યક્તિનો ફોટો સ્કેન કરવામાં આવે છે ત્યારે તેની ગુનેગાર તરીકે ની ઓડખ છતી થઈ જાય છે, ભલે તેને ગુન્હો વર્ષો પેહલા પણ કેમ નથી કર્યો. એકવાર ગુન્હાહિત પ્રવૃતિમાં પોતાનો ચહેરો સામે આવ્યા બાદ એ ચહેરો ડેટાબેજમાં સેવથી જતો હોય છે ને વર્ષો સુધી તે ઓળખી શકતો હોય છે.

પોલીસ દ્વારા આવા અધતન ટૂલના ઉપયોગથી ગુનેગારોનો ઓડખ મેળવાતી હોય છે, સાવધાન કોઈ પોતાનો ચહેરો ભલે છુપાવીને રાખે પરંતુ પોલીસની આ બાજ નજરથી નહીં બચી શકે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.