Abtak Media Google News

નવી-જૂની કલેકટર કચેરી, બહુમાળી ભવન, મહાપાલિકામાં વચેટીઆઓની બેરોકટોક અવર-જવર યાવત

શહેરની નવી-જૂની કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં અનઅધિકૃત રીતે વચેટીયાની ભૂમિકા ભજવતા તત્ત્વોને ઝેર કરવા પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલું ખાસ જાહેરનામુ નિર્રક બની ગયું છે અને આ જાહેરનામાની વચેટીયાઓ પર કોઈ જ અસર ન થઈ હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની નવી જિલ્લા કલેકટર કચેરી, જૂની કલેકટર કચેરી, બહુમાળી ભવન, મહાનગરપાલિકા તેમજ જુદી જુદી મામલતદાર કચેરીઓમાં બોન્ડ રાઈટર કે પીટીશન રાઈટરનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં વચેટીયાઓ તત્ત્વો કચેરીમાં જ પડયા-પાથર્યા રહી કચેરીમાં કામ માટે આવતા અરજદારો પાસેથી મોટી રકમ પડાવતા હોવાની ફરિયાદને પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા સરકારી કચેરીઓમાં આવા અનઅધિકૃત માણસોને પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામુ અમલી બનાવવામાં આવ્યું છે.

જો કે, સરકારી કચેરીઓમાં અનઅધિકૃત માણસોને પ્રવેશબંધી કરતું આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતા હોય નવી-જૂની કલેકટર કચેરી સહિતની વિવિધ કચેરીઓમાં વચેટીયા તત્ત્વોનો ત્રાસ યાવત રહ્યો છે અને ઉલ્ટુ જાહેરનામા બાદ વધુ વચેટીયાઓ કચેરીઓમાં આંટા ફેર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરના જાહેરનામામાં સરકારી કચેરીઓમાં વચેટીયા તત્ત્વોને પ્રવેશબંધી ફરમાવવામાં તો આવી જ છે પરંતુ કચેરીની આસપાસની ત્રીજીયામાં બેસવા પર મનાઈ ન ફરમાવી હોય આ વચેટીયા તત્ત્વો કચેરીના પ્રાંગણ તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર પર જ અડીંગો જમાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.