Abtak Media Google News

ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પ્રથમ એવા ઝડપી બોલર બની ગયા છે જેને ઓસ્ટ્રેલિયામાં એક જ ફર્સ્ટ ક્લાસ મેચમાં બે વખત હેટ્રિક વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્કે આ શાનદાર પ્રદર્શન એશીઝ સીરીઝ થાય તે પહેલા કર્યું છે. ડાબા હાથના આ ઝડપી બોલર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવું કરનાર આઠમાં ક્રિકેટર છે જે ૩૯ વર્ષમાં આવું કરનાર પ્રથમ બોલર છે. તેમની આ ખતરનાક બોલિંગના કારણે ન્યુ સાઉથ વેલ્સે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું.

મિચેલ સ્ટાર્કે આ મેચની પ્રથમ ઈનિંગમાં જેસન બેહરેનડોર્ફ, ડેવિડ મૂડી અને સાઈમન મૈકીનને સતત કરી પોતાની પ્રથમ હેટ્રિક પૂરી કરી હતી. તેના સિવાય બીજી વખત એક વાર ફરીથી જેસન બેહરેનડોર્ફ અને ડેવિડ મૂડીને તેમને પોતાની ૧૫ મી ઓવરની છેલ્લી બે બોલ પર આઉટ કર્યા અને આગામી ઓવરની પ્રથમ જ બોલ પર જોનો વેલ્સેને આઉટ કર્યા હતા. જોનોનો કેચ ન્યૂ સાઉથ વેસલના કેપ્ટન સ્ટીવન સ્મિથે પ્રથમ સ્લીપ પર પકડ્યો હતો. મિચેલ સ્ટાર્કે ૯૭ રનમાં ૭ વિકેટ લીધી અને ટીમને ૧૭૧ રનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. મિચેલ સ્ટાર્કે ન્યૂ સાઉથ વેલ્સ માટે સાઉથ ઓસ્ટ્રેલિયા સામે એડીલેડ ઓવલમાં પોતાની કારકિર્દીનું બેસ્ટ પ્રદર્શન કરતા ૭૩ રન આપીને ૮ વિકેટ લીધી હતી. તેમનો પ્રત્યન હશે કે તે પોતાનું આ પ્રદર્શન એશિઝ સીરીઝમાં બરકરાર રાખે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.