કરાંચીના રહેણાંક વિસ્તાર ઉપર ઉતરાણ પહેલા વિમાન તુટી પડયું

લોકડાઉન ઉઠયાના પહેલા જ અઠવાડિયે દુર્ઘટના

વિમાનમાં ૮ ક્રુમેમ્બર સહિત ૧૦૭ સવાર હતા

૨૫ થી ૩૦ રહેણાંક મકાનોનું નુકસાન

પાકિસ્તાનની ઈન્ટરનેશનલ એરલાઈન્સનું ૯૯ મુસાફરો સાથેનું વિમાન શુક્રવારે જીના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ગીચ રહેણાંક વિસ્તારમાં તુટી પડતા ઓછામાં ઓછા ૫૭ લોકોના મૃત્યુ થયા હતા. કોવિડ-૧૯નાં કારણે લગાવાયેલા પ્રતિબંધો ઉઠયા બાદ અઠવાડિયામાં જ ગઈકાલે શુક્રવારે જીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. ફલાઈટ લાહોરથી ઉપડીને કરાંચી ઉતરતી વખતે મલેરની મોડલકોલોની પર જીના ગાર્ડન વિસ્તારમાં લેડીંગ પૂર્વેની મિનિટો દરમિયાન તુટી પડી હતી. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં મુસાફરો અને ક્રુમેમ્બર હતા. જીના હાઉસીંગ સોસાયટી પર આ વિમાન તુટી પડયાનું પ્રવકતાએ જણાવ્યું હતું. મોડેલ કોલોનીમાં દુર્ઘટનાગ્રસ્ત સ્થળે ઘટ્ટ કાળો ધુમાડો નિકળ્યો હતો. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ૧૦૭ લોકો સવાર થયા હોવાનો પ્રવકતા અને માધ્યમોએ શરૂઆતમાંજદાવોકર્યોહતો.

સીંઘ આરોગ્યમંત્રી અજરા પયુહો અને રેસ્કયુ અધિકારીઓ દુર્ઘટના સ્થળેથી ૫૭ મૃતદેહો મળ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે આ તમામ ૫૭ લોકો વિમાનમાં સવાર હતા. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં ગંભીર રીતે નુકસાનગ્રસ્ત મકાનો પર વિમાન તુટી પડયા હોવાની દુર્ઘટના અંગે મૃતદેહોની ઓળખ શરૂછે. મંત્રીએ જણાવ્યું હતું કે,  આ વિસ્તારમાં દુર્ઘટના દરમિયાન બાલબાલ બચી ગયેલાઓમાં બેંક ઓફ પંજાબના પ્રમુખ જફરમસુદએ તેની માતાને બોલાવી પોતે સલામત હોવાનો સંદેશો પાઠવ્યો હતો. રેસ્કયુ ઓપરેશનમાં જોડાયેલા ઔધિ વેલફેર ટ્રસ્ટના ફૈસલ ઐધિએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં ૨૫ થી ૩૦ સ્થાનિક મકાનોને નુકસાન થતા ૨૫ થી ૩૦ લોકોને દાઝેલી અને ઈજાગ્રસ્ત હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત વિમાનને રહેણાંક વસાહતનાં મકાનોને મોટુ નુકસાન કર્યું હતું.

ફૈસલ ઐધિનાં જણાવ્યા મુજબ ૨૫ જેટલા ઘરોમાં નુકસાન થયું હતું. લોકોને મલબામાંથી બહાર કાઢવાની કવાયતમાં સાંકળી ગલીઓ અને દુર્ઘટના પછી એકઠા થઈ ગયેલા લોકોના ટોળાની હાજરી રેસ્કયુમાં ભારે બાધક બની ગઈ હતી. રડારમાંથી સંપર્ક છુટયા પહેલા દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કેપ્ટને લેન્ડીંગ ગીયરમાં મુશ્કેલી હોવાની ટ્રાફિક કંટ્રોલરૂમનેફરિયાદ કરી હતી. પ્લેન ધરાશાયી થઈ ગયા બાદ ઘાટો કાળો ધુમાડો મોડલ કોલોનીમાંથી ઉઠતો દેખાયો હતો. ટીવી ફુટેજમાં ક્રુમેમ્બરોને મુસાફરોને બચાવવાની કામગીરી અને એરપોર્ટથી ત્રણ કિમી ઉતર-પૂર્વમાં અસંખ્ય મકાનો ક્ષતિગ્રસ્ત થયા હોવાનું દેખાતું હતું. દુર્ઘટનાનું ખરું કારણ જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે. પીઆઈએનાં એરવાઈસ માર્શલ અર્શદ મલિકે જણાવ્યું હતું કે, પાયલોટે ટ્રાફિક કંટ્રોલરૂમને વિમાનમાં ટેકનિકલ સમસ્યા હોવાની ફરિયાદ કરી હતી. મલિકે ઉકાન પહેલા જ વિમાનમાં ખામી હોવાના અહેવાલોનો ઈન્કાર કરી વિમાન સંપૂર્ણપણે ઓફ હોવાનું જણાવ્યું હતું. વિમાનની ચકાસણી અને બરાબર તપાસ કરવામાં આવી હતી. મુસાફરો સાથેનું વિમાન લેન્ડિંગ કરવાનું હતું પરંતુ લેન્ડીંગ પૂર્વે થોડી મિનિટો પહેલા જ પાયલોટ કેટલીક ટેકનિકલ ખામીના પગલે લેન્ડિંગ માટે ચકકર લગાવી બીજો પ્રયાસ કરતી વખતે વિમાન તુટી પડયું હતું.

આ દુર્ઘટનાનું ખરું કારણ તપાસ બાદ જાણી શકાશે. એની તમામ માહિતી અને કારણની વિગતો માધ્યમોને અપાશે. કેટલાક ઘરોનું નુકસાન થયું છે પરંતુ એકપણ ઘર સંપૂર્ણપણે ઘ્વંશ થયું નથી અને તેમાં એકપણ મૃત્યુ થયુ નથી. બચાવ રાહત કામગીરી બે કે ત્રણ દિવસમાં પુરી થશે. પાકિસ્તાનની એક સમાચાર સંસ્થાએ વેબસાઈટ પર પાયલોટ અને કંટ્રોલરૂમની છેલ્લી વાતચીત ના કેટલાક અંશો અપડેટ કર્યા છે જેમાં પાયલોટ કહે છે કે બન્ને એન્જીન બંધ થઈ ગયા છે. ત્યારબાદ થોડી ક્ષણોમાં પાયલોટ મેડે… મેડે… મેડેનો મોટી સમસ્યા ઉભી થઈ હોવાનો છેલ્લી ઘડીએ સંદેશ આપી દીધો હતો પછી સંપર્ક તુટી ગયો હતો. રાષ્ટ્રપતિ આરિફ અલીએ આ દુર્ઘટનામાં જાનહાની અંગે દુ:ખ અને ઉંડી દિલસોજી વ્યકત કરી હતી. વડાપ્રધાન ઈમરાન ખાને કરાંચીમાં પીઆઈએની ફલાઈટ દુર્ઘટનામાં કિંમતી માનવનું ક્રુઝ ગુમાવવા અંગે દુ:ખ વ્યકત કરીને તાત્કાલિક તપાસના આદેશો જારી કર્યા હતા. પાકિસ્તાન સેના અધ્યક્ષ જનરલ કમરબાજવાએ જાનહાની અંગે સંવેદના વ્યકત કરી સેનાને રેસ્કયુ ઓપરેશન અને બચાવ રાહત કામગીરીમાં વહિવટી તંત્રને પુરો સહકાર આપવા આદેશો કર્યા હતા. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનામાં જાનહાની અંગે દુ:ખ વ્યકત કરી ઘવાયેલાઓ જલ્દીથી સાજા થઈ જાય તેવી શુભકામના પાઠવી.

દુર્ધટનામાં બેનો આબાદ બચાવ

ડઝનબુઘ્ધ મુસાફરોના કરૂણ મૃત્યુ વચ્ચે પાકિસ્તાનના ટોપના બેંકર સહિત બેનો આબાદ બચાવ થયો હતો. પીઆઇએની ૯૯ વ્યકિતઓ સાથેની ફલાઇટ શુક્રવારે વિમાને મથક નજીકના જ બંદર શહેર કરાચી રહેણાંક વિસ્તારમાં તુટી પડી હતી. સમાચાર માઘ્યમોના મત મુજબ ઓછામાં ઓછા ૬૦ લોકોના મોત થયાં છે. પરંતુ હજુ મૃત્યુઆંક માટે અસંમજસ પ્રર્વતી રહી છે. બચવા પામેલા મુસાફરોમાં પાકિસ્તાન બેંક ઓફ પંજાબના સીઇઓ જફરમસુદનું થાપાનું હાડકુ ભાંગી ગયુૅ હતું. પરંતુ કયાંક દાઝયા નહતા. બચી ગયેલ અન્યમાં ઝુબેર નામના પ્રવાસીનું સમાવેશ થાય છે.

હતભાગી વિમાન લાહોરથી કરાચી જતુ હતુ અને છેલ્લા ઘડીએ વિમાનના બન્ને મશીનો બંધ થઇ જવાને કારણે વિમાન દુધર્ટના સર્જાઇ હતી. તેમ કેપ્ટન સજજાદ ગુલની વાતચીતમાં જાણવા મળ્યું હતું.

વિડીયો કુટેજમાં દુધટનગ્રસ્ત મિાન કેવી રીતે ધારાશાયી થયું છે તે દેખાય છે મકાનો અને સાંકળી ગલીઓમાં પહેલા વાહનોમાં પણ આગ લાગી હતી. સાંકળી ગલીઓના કારણે બચાવ રાહત  કામગીરીમાં પણ ઘણો અવરોધો આવ્યા હતા.

પીઆઇએનના સીઇઓ અશરદ મલિકે ટેકનીકલ મુશ્કેલીની ફરીયાદ પાયલોટે કરી હોવાનું જણાવ્યું હતું. અને પાયલોટને બન્ને રન-વે તૈયાર હોવાની સુચના આપી હતી પરંતુ પ્લેન સલામત રીતે કેમ ઉતરાણ કરી ન શકયું તે સંશોધનનો વિષય છે.

વડાપ્રધાન ઇમરાનખાને પણ આ ઘટનાની દિલસોજી વ્યકત કરી પોતે એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં હોવાનું અને ભોગ બનનારના પરિવારો માટે દુઆ કરતાં હોવાનું ટવીટમાં જણાવ્યું હતું.

માઘ્યમો સાથેની વાતચીતમાં સિંધના અધિકારી નાસીરહુસૈન શાહે ત્રણ મુસાફરોના બચાવની પુષ્ટી અને તેમની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલ અને શહેરમાં કટોકટી જાહેર કરવામાં આવી છેે ઘટના સ્થળેથી ૩પ મૃતદેહોને વિવિધ હોસ્પિટલોમાં પહોચાડી દેવાયા છે. સ્થાનીક રપ થી ૩૦ ઘવાયોઓને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહમાં મુસાફરો અને સ્થાનીકોની ઓળખ હજુ થઇ નથી. એ-૩ર૦ વિમાનમાં ૧૮૦ બેઠકો હોય છે પરંતુ સોશ્યિલ ડિસ્ટન્સીંગના કારણે તેમાં મુસાફરોની સંખયા ઘટાડી દીધી હતી.

પાકિસ્તાનમાં વિમાન સેવામાં સલામતીની કાયમી સમસ્યા રહી છે. ૨૦૧૬માં ચિત્રાલ હિલ સ્ટેશન નજીક વિમાન દુધટનામાં ગાયકમાંથી પ્રચારક બનેલા ઝુનેહદશેર સહિત ૪૭ના  મોત નિપજયા હતા.

Loading...