Abtak Media Google News

પાણીનો બગાડ થતો હોવાનો વીડિયો ફરતો થતાં તંત્રમાં દોડધામ પાણીનો મોટો જથ્થો ખેતરોમાં જમા થતા પાક નિષ્ફળ જવાની ભીતી

સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા પાસે નવા ગામ માં લાઇન તૂટતાં હજારો લિટર પાણી નો વેડતાફ થયો હતો ત્યારે  જેના કારણે  લાખો લીટર પાણી ખેતર માં  વહી ગયું હતું. માં ઓછો વરસાદ પડતા એક માત્ર સિચાઈ માટે આવેલો એરવાલ લીક થતા લાખો લીટર પાણીનો બગાડ થતા ખેડૂતો માં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા ગત વર્ષે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા ના નવાગામમા ઍરવાલ લીક થતા હજારો લિટર પાણી નો વેડફાટ થયો હતો ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા નાસાયલા ના નવાગામ મા આવેલા ખેતરો ના લહેરાતા પાક મા પાણી ભરાયાં હતાં ત્યારે પાક નિષ્ફળજવા ની ભિતી ઉભી થઇ હતી.

ચાલુ વર્ષે સમગ્ર ગુજરાત નામોટા ભાગ ના વિસ્તાર માં ખુબજ ઓછો વરસાદ પડતા જગત નો તાત ખુબજ મુશ્કેલી માં  છે ત્યારે આ ચાલુ વરસે વરસાદ ઓછો પડતા તેમજ વાવણી કાર્ય બાદ સમયસર વરસાદ ન પડતા પાક તેમજ વાવણી નિષ્ફળ જવાથી મોટા ભાગના ખેડૂતો એ નુકસાનીનો સામનો કર્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નું પાણી આપવા  માં આપી ખેડૂતો ના પાક ને જીવતદાન મળે તેમજ ખેડૂતો રવિ પાક નું વાવેતર કરી સકે તે માટે પ્રયાસ કરી કેનાલ માં પાણી છોડવામાં આવે છે .ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના નવાગામ પાસે આવેલ એરવાલ અચાનક લીક થતા હજારો લિટર પાણી નો વેડફાટ થયો હતો.

સાયલાના નવાગામ પાસે પાણીની લાઇનનો વાલ્વ લીક થતા પાણીનો બગાડ થતો હોવાનો વીડિયો ફરતો થતા દોડધામ મચી ગઇ હતી.ત્યારે નવાગામ પાસે નહી પરંતુ ડોળીયા પાસે એરવાલ્વ કાઢી નાંખવામાં આવ્યો હોવાનું પાણી પુરવઠાના અધિકારીઓએ જણાવ્યુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસારથતી પાણીની લાઇનો તૂટવાને કારણે પાણીન બગાડ થતો હોવાની ઘટનાઓ બનતી રહે છે. આવા સમયે સાયલાથી નવાગામ પાસેથી પસાર થતી સૌની યોજનાની પાણીની લાઇનમાં ભંગાણપડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનો વીડીયો તથા વીગતો સોશીયલ મીડીયામાં ફરતી થઇ હતી. આ લાઇન તૂટવાને લીધે સાયલામાં પાણીની સ્થિતિ વિકટ બનેતેવી સ્થિતીનું નિર્માણ થયુ હોવાનું કહેવામાં આવતુ હતુ. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા નવાગામ પાસે તપાસ હાથ ધરી હતી.ફરતા થયેલા વીડીયો અંગે પાણી પુરવઠા ખાતાના અધીકારી પરમારે જણાવ્યુ કે,નવાગામ પાસે પાણીની લાઇનમાં ભંગાણ પડયુ હોય તેવી વિગતો અમારી પાસે નથી.પરંતુ ડોળીયા પાસે લાઇન પરના વાલ્વમાંથી કોઇએ એરવાલ્વ કાઢી લીધો હતો.પરંતુ ત્યાં પણ અમે રિપેરીંગ કરી નાંખ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.