Abtak Media Google News

વોકહાર્ટ હોસ્પિટલ અને સહિયર ગ્રુપના ઉપક્રમે ‘વિમેન્સ હેલ્થ અવેરનેસ’ ઉપર આરોગ્યલક્ષી વાર્તાલાપ યોજાયો

વોકહાર્ટ હોસ્પિટલ અને રઘુવંશી સહિયર ગ્રુપના ઉપક્રમે તેમના સભ્યો માટે “વિમેન્સ હેલ્થ અવેરનેસએ વિષય વોકહાર્ટ હોસ્પિટલના ફીઝીશ્યન અને ઈન્ટેન્સીવીસ્ટ ડો.ભૂમિબેન દવેના આરોગ્યલક્ષી વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ કાશ્મિરાબેન નથવાણીના હસ્તે ડો.ભૂમિબેન દવેને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. વોકહાર્ટ હોસ્પિટલના મીડીયા એન્ડ પીઆર ક્ધસલ્ટન્ટ મનહરભાઈ મજીઠીયાએ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર અને સેવાઓની માહિતી આપી હતી. મુખ્ય વકતા ડો.ભૂમિબેન દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધારસ્તંભ તેના તંદુરસ્ત નાગરીકો પર આધારીત છે. પુરુષ અને સ્ત્રી બંને તેમાં સરખો ભાગ ભજવે છે. “હેલ્થ ઈઝ વેલ્થ આપણા સમાજમાં હજુ પણ નારીની અપેક્ષા થઈ રહી છે અને માટે જ તેની તંદુરસ્તી ઉપર ધ્યાન આપવામાં આવતી નથી. જો સ્ત્રીનું સ્વાસ્થ્ય સારુ હશે તો બાળકો તંદુરસ્ત જન્મશે અને સમાજ આખો તંદુરસ્ત બનશે. વચ્ચેની અસમાનતા, અજ્ઞાનતા, ગરીબી, નીચે સામાજિક અને આર્થિક જીવન ધોરણ વિગેરેને કારણે સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર ઘણી ખરાબ અસર થાય છે.

ડો.ભૂમિબેન દવેએ વધુમાં જણાવેલ હતું કે સ્ત્રીઓમાં દશ રોગો વિશેષ જોવા મળે છે. હૃદયરોગ, બ્રેસ્ટ કેન્સર, અને સર્વાઈકલ કેન્સર, સ્ટ્રોક, ઓસ્ટીઓપોરોસીસ, પીસીઓએસ અને મેટાબોલીક સીન્ડ્રોમ, ડાયાબીટીસ અને ઓબેસીટી, સીઓપીડી, રિપ્રોડકટીવ અને મેટર્નલ હેલ્થ, વાયોલેન્સ, ડીપ્રેન એન્ડ મેન્ટલ હેલ્થ, જો આ રોગોનું પ્રમાણ ઘટાડવું હોયતો સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને જ્ઞાન ખુબ મોટો ભાગ ભજવે છે. કાર્યક્રમમાં રઘુવંશી સહિયર ગ્રુપના મહિલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની સફળ વ્યવસ્થા મેઘનાબેન બગડાઈ, જયશ્રીબેન સેજપાલ, દિપ્તીબેન કક્કડ, ભારતીબેન બગડાઈ અને વોકહાર્ટ હોસ્પિટલના વિધિબેન શાહે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.