Abtak Media Google News

કાશ્મીરના યાકુબ અને જંગલેશ્વરના મહેબુબનો અજમેર ઉર્ષમાં પરિચય થયા બાદ બે વર્ષથી રાજકોટમાં ચરસનો ધંધો  શરૂ કર્યાની કબુલાત

જંગલેશ્વરમાંથી રૂ.૮૨ લાખના ચરસના ધંધા સાથે ચાર શખ્સોને પોલીસે ઝડપી રિમાન્ડ મેળવ્યા બાદ કરાયેલી પુછપરછમાં કાશ્મીરના યાકુબ પઠાણ પાસેથી ચરસ મંગાવવામાં આવતું હોવાની અને અમદાવાદનો શકીલ ચરસ રાજકોટ સુધી પહોંચતું કરતો હોવાની વિગતો બહાર આવતા પોલીસે એનસીબી પાસેથી કબજો મેળવવા ભક્તિનગર પોલીસે ટ્રાન્સફર વોરંટ કઢાવ્યું છે.

અમદાવાદ એનસીબી સ્ટાફે શકીલ નામના શખ્સને ચરસના ગુનામાં ઝડપી કરાયેલી પુછપરછમાં તેને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મહેબુબ ઓસમાણ ઠેબા નામના શખ્સને ચરસના જથ્થાની ડીલીવરી કર્યાની આપેલી કબુલાતના આધારે એસઓજી સ્ટાફે જંગલેશ્ર્વરમાં ચરસ અંગે દરોડો પાડી મહેબુબ ઓસમાણ ઠેબા, ઈલ્યાસ હા‚ન સોરા, જાવેદ ગુલમોહમદ દલ અને રફીક મેમણની રૂ.૮૨ લાખની કિંમતના ૮ કિલો ચરસ સાથે ધરપકડ કરી હતી.

ભક્તિનગર પીઆઈ વી.કે.ગઢવી સહિતના સ્ટાફે ચારેય શખ્સોએ ૧૪ દિવસના રિમાન્ડ પર મેળવી કરેલી પુછરપ દરમિયાન બે વર્ષ પહેલા બહેબુબ ઠેબા અજમેર ઉર્ષમાં ગયો હતો ત્યારે કાશ્મીરના યાકુબ પઠાણના પરિચયમાં આવ્યો હતો ત્યારે મહેબુબ ઠેબાએ રાજકોટમાં પોતાના પિતા ઓસમાણભાઈ પણ ચરસનું વેંચાણ કરતા હોવાથી પોતાને ચરસ વેંચાણ માટે જરૂર હોવાનું જણાવતા યાકુબ પઠાણે અમદાવાદના શકીલ મારફત ચરસનો જથ્થો રાજકોટ પહોંચતો કર્યો હોવાની મહેબુબ ઠેબાએ ચરસ રાજકોટ, મોરબીમાં પણ વેંચાણ કર્યાની આપેલી કબુલાતના આધારે પોલીસે ચરસ ખરીદનારાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી પણ તેઓ પાસેથી ચરસ મળી આવ્યું ન હતું.

અમદાવાદ એનસીબીના કબજામાં રહેલા શકીલનો ટ્રાન્સફર વોરંટના કબજો મેળવી કાશ્મીરના યાકુબ પઠાણ અંગે વધુ વિગતો મેળવવા મહેબુબ ઠેબાની સઘન પુછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.