Abtak Media Google News

રાજકોટના કોઠારીયા રોડ પરથી પણ બાઈકની ઉઠાંતરી કરી હોવાની કબુલાત આપી

ચોટીલાના ભીમગઢ ગામેથી બાઈક ચોરાયું હોવાની ફરિયાદનો આધારે પોલીસે તપાસ હાથ ધરી આ કામના આરોપીને પકડી પાડયો હતો પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ રાજકોટના કોઠારીયા રોડ પરથી પણ બાઈક ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ચોટીલા તાલુકાના ભીમગઢ ગામમાં રહેતા ફરિયાદી ભરતભાઈ રવાભાઈ જાંબુડીયાનુ મોટર સાયકલ પાળીયાદ જવાના રસ્તા પાસે રોડ ઉપર પાર્ક કરેલ જે કોઈ ચોરી કરી લઈ ગયેલ હતુ જે અંગે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપી કિશન પ્રભુદાસ કરગથરા ઉ.૨૪ રહે. રાજકોટ હુડકો ચોકડીને પકડી પાડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.