Abtak Media Google News

સ્માર્ટ ટ્રેનિંગ એન્ડ ક્ધસલટન્સીસ સર્વિસીસ પ્રા.લિ.નાં ચેરમેન તેમજ મોટીવેશનલ સ્પીકર સંતોષ નાયરે ‘અબતક’ ચાય પે ચર્ચામાં સફળ થવાના પાંચ સ્ટેપ અને પોતાના અંગત જીવનની કરી વિસ્તૃત ચર્ચા

દુનીયામાં દરેક વસ્તુ ખુબજ ઝડપથી બદલી રહી છે. ત્યારે માણસ પોતે કેવી રીતે પરિવર્તિત થાય તેવું વિચારીને થાકી જાય છે. ત્યારે મોટીવેશનની જ‚ર પડે છે. મોટીવેશન વગર પરીવર્તન લાવી શકાતુ નથી. આ અંગે વિસ્તાર પૂર્વક ચર્ચા કરવા સ્માર્ટ ટ્રેનિંગ એન્ડ ક્ધસલ્ટન્સીસ સર્વીસીસ પ્રા.લી.ના ચેરમેન તેમજ મોટીવેશનલ સ્પીકર સંતોષ નાયર અબતક ‘ચાય પે ચર્ચા’માં ઉપસ્થિત રહ્યા હતા.

તમામ ક્ષમતાઓ આત્મવિશ્ર્વાસમાંથીજ જન્મે છે

સંતોષ નાયરે જણાવ્યું હતુ કે આજના સમયમાં ખૂબ ઝડપથી બદલાવ થઈ રહ્યા છે. કોઈ વસ્તુ સ્થિર રહી નથી. જયા સુધી માણસ એક્ષટ્રા ઓર્ડિનરી નથી બનતો ત્યાં સુધી તે પરિવર્તન સાધી શકતો નથી. માણસે આત્મવિશ્ર્વાસ કેળવવો ખૂબ જ‚રી છે. આત્મ વિશ્ર્વાસ એક આંતરીક આજીવન ક્ષમતા છે. જેથી દરેક વસ્તુ માટે તૈયાર રહેવું જોઈએ સાથે એલર્ટ અને મોટીવેટ પણ રહેવું જોઈએ આત્મવિશ્ર્વાસ વાળો માણસ જ જોખમને તકમાં પરીવર્તીત કરી શકે છે. જેથી દરેક માણસે આત્મ વિશ્ર્વાસનું મેન્યુફેકચરીંગ કરવું જ જોઈએ અન્ય તમામ ક્ષમતાઓ આત્મ વિશ્ર્વાસમાંથી જ જન્મે છે. જે માણસ જાતે જ પોતાના આત્મ વિશ્ર્વાસને ડેવલોપ કરે છે. તે કાંઈ પણ શીખી શકે છે. ગમે ત્યાં સંતુલીત થઈ શકે છે.

ટેકનોલોજી વુમન ફેન્ડલી છે

ભારતમાં સશકિતકરણ માત્ર વિચારોમાંજ છે. માત્ર એક વિચાર ઉત્પન્ન થઈ ચૂકયો છે. કે સશકિતકરણ થવું જોઈએ. ૨૦૦ વર્ષ પહેલા જયારે જયોતિબા ફૂલેએ છોકરીઓને ભણાવવા અંગે વિચાર્યું હતુ ત્યારે જ સશકિતકરણની શ‚આત થઈ હતી ટેકનોલોજી વુમનફ્રેન્ડલી છે. વુમન ફ્રેન્ડલી હોવાથી આજનો સમય મહિલાઓનો છે. અન્ય કોઈ સશકિતકરણ ઈચ્છે કે ન ઈચ્છે પરંતુ મહિલાઓ સશકત બનીને જ રહેશે આજનો સમય બહુકૌશલ્યનો સમય છે. મહિલાઓમાં અનેક કૌશલ્ય હોય છે. જેથી મા‚ એવું માનવું છે કે આ જમાનો મહિલાઓનો છે.

સફળ થવાના પાંચ સ્ટેપ

પહેલા સ્ટેપમાં નિર્ણય લઈને નકકી કરવું જોઈએ કે ભવિષ્ય શું બનવું ? જે નકકી કરવામા આવે તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ બીજા સ્ટેપમાં આજ સુધી જે કર્યું નથી. અથવા જે કામ થતુ ન હતુ તે કામ કરવાનુ શ‚ કરવું જોઈએ. ત્રીજા સ્ટેપમાં નવુ જ્ઞાન, નવુ વલણ, નવી આદત અને નવા કૌશલ્ય ડેવલપ કરવા જોઈએ ચોથા સ્ટેપમાં દુવિધા અને મુશ્કેલીઓની રાહ જોવી જોઈએ. કારણ કે જે કામ પહેલા ન કરતા તે કામ પ્રથમવાર શ‚ કર્યું હોવાથી દુવિધા સર્જાવાની જ છે. મુશ્કેલીઓ આવવાની જ છે જેને નિવારવા ચોથા સ્ટેપમાં તૈયાર રહેવું જોઈએ પાંચમાં સ્ટેપમાં સામાન્ય બનવાનું હોય છે. અને શ‚ કરેલા નવા કાર્યમાં નિપુણ થયા બાદ ફરીથી આ સ્ટેપનું પૂનરાવર્તન કરતુ રહેવું જોઈએ.

કોઈ એક વસ્તુ પર જ હંમેશા ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ

કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરો ત્યાર બાદ બીજી ૯૯ વસ્તુઓ આવે તો તેને ‘ના’ કહેવી જોઈએ અને તેમાં ધ્યાન દેવું જોઈએ નહી દરેક માણસ પાસે એક શિક્ષક (ગૂ‚) હોવો જ‚રી છે. એવું જ‚રી નથી કે શિક્ષક માણસ સાથે હોવો જોઈએ શિક્ષકનું પૂસ્તક, ઓડીયો કેસેટ હોય તો પણ ચાલે આ શિક્ષકની વિચારધારા પ્રમાણે જ માણસે ચાલવું જોઈએ એકથી વધુ શિક્ષકને માણસે અનુસરવું ન જોઈએ. અત્યારના યુવાઓને બધુ જ તાત્કાલીક જોઈએ છે.

માણસની કારકીર્દી ઘડાતા થોડો સમય લાગે છે. જેથી યુવાઓએ પોતાની જાતને સમય આપવો જોઈએ જે કામમાં માણસ માહિર હોય, શ્રેષ્ઠ હોય તેમાં વર્ષોની મહેનત ઉમેરાય તો માણસ ‘જીનીયસ’ બની શકે છે અને તે એક કામ માટે દુનિયા તે માણસને ઓળખતી થઈ જશે ‘હાઉ ટુ આઈડેન્ટીફાય ડીસ્ટીન્કટ ફોર્ટીની અમારી ૨૦૦ સીડી છે. જેમાંની એક ડીસ્ટીન્કટ ફોર્ટી મલ્ટીપ્લેયર સીડી છે. જેમાં આપણો ઉદેશ કેમ ઓળખવો તે મે દર્શાવ્યું છે.

ઉજાગ પ્રમાણે માણસના પાંચ ફેસ હોય છે

મારા ગુ‚એ મને કહ્યું હતું કે માણસનાં પાંચ ફેસ હોય છે. ૧૭ થી ૨૭ વર્ષની ઉમર દરમ્યાન લર્નીગ ફેસ હોય છે. આ ફેસમાં યુવાઓએ પૈસા ક નામ પાછળ દોટ ન મુકવી જોઇએ. માત્ર શીખવું જ જોઇએ. કારણ કે આ ફાઉન્ડેશન બીલ્ડીંગની ઉમર છે. જેમાં ભવિષ્યમાં કારકીર્દી સ્વ‚પે નિર્માણ પામનારી બીલ્ડીંગનું ફાઉન્ડેશન બનાવવાનું હોય છે. ૨૭ થી ૩૫ વર્ષની ઉમર દરમ્યાન લીડરશીપ ફેસ હોય છ. આ ફેસમાં માણસોના સંચાલક અને લીડર બનવાનું હોય છે.

આ કેસમાં બીજાને શીખવવાનું હોય છે ૩૬ થી ૪૫ વર્ષની ઉમ્ર દરમ્યાન રીસ્ક ફેસ હોય છે. જેમાં નોકરીમાં અથવા વ્યવસાયમાં નવું કરવાનું રીસ્ક કરવાનું હોય છે. ૪૬ થી ૫૫ વર્ષની ઉમર દરમ્યાન વેલ્થ ફેસ હોય છે. ઉપરનાં ફેસ સફળ હશે તો આ કેસમાં આવક અને મિલ્કતોનું મોટા પ્રમાણમાં નિર્માણ થશ. ૫૬ વર્ષની ઉમર બાદ સીકયોરીટી ફેસ હોય છે.

વધુમાં સંતોષ નાયરે તેમના અંગત જીવન વિશે જણાવ્યું હતું કે મે મારી કારકીર્દીની શ‚આત ૧૯ વર્ષની ઉમરે ન્યુઝ પેપર વેેન્ડર તરીકે કરી હતી. સવો હું ઘરે ઘરે ન્યુઝ પેપર આપવા જતો હતો ત્યારબાદ હું કોલેજો જતો બપોરે એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો અને રાત્રે ટયુશન લેતો હતો. ૨૦ વર્ષની ઉમરે યુરેગા ફોક્ષ કંપનીમાં સેલ્સમેનની નોકરીમાં જોડાયો. ત્યારબાદ તે કંપનીમાં ગૃપલીડર, સુપર વાઇઝર, બ્રાંચ મેનેજર, ડે.ડીવીઝનલ સેલ્સ મેનેજર, ડીવીઝનલ સેલ્સ મેનેજર, સીનીયર ડીવીઝનલ સેલ્સ મેનેજર,

એરીયા સેલ્સ મેનેજર, અને રીઝનલ સેલ્સ મેનેજર એમ ૮ વર્ષના સમયગાળામાં ૧૦ પ્રમોશન મેળવ્યા.

ત્યારબાદ બીજી કંપનીમાં ડીજીએમ અને જનરલ મેનેજર તરીકે ફરજ નિભાવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૦ માં સ્માર્ટ ટ્રેનીંગ ક્ધસલટન્સીસ સર્વીસીસ પ્રા. લી. શરુ કર્યુ. આગામી દિવસોમાં હું અમારા સ્માર્ટ ફાઉન્ડેશનમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઇશ. સ્માર્ટ ફાઉન્ડેશન પ્રિવીલેજ બાળકો અને મહીલાઓ માટે છે. જેમાં હું તેઓને ઉઘોગપતિ બનાવવા માટે પ્રોત્સાહન કાર્યક્રમ કરીશ. આગામી દિવસોમાં ટેકનોલોજીનો વ્યાપ વધતા ઓટોમાઇઝેશનથી રોજગારીની તકો ઘટશે. જે માટે હું લોકોને વ્યવસાય કરવા તરફ પ્રેરીશ ઓટોમાઇઝેશનના લીધે ભારતમાં દસ વર્ષ પછી ૨૦ કરોડ નોકરીયાતો બેરોજગાર બનવાનાં છે. આ લોકો વ્યવસાય સાથે જોડાય તે માટે અમા‚ ફાઉન્ડેશન નિ:શુલ્ક કામ કરશે.

સેફટી અને સીકયોરીટીથી માણસ તક ગુમાવે છે

બે વસ્તુ પર માણસે કોઇ દિવસ ઘ્યાન ન આપવું જોઇએ. સેફટી અને સીકયોરીટી આ બંને ઉપર જે કામ કરે છે તે તક ગુમાવી દે છે. જે રીસ્ક લે છે તે જ ધંધો કરી શકે છે. લોકો ૯૫ ટકા પોટેન્શીયલ પોતાની અંદર રાખીને મરે છે. માત્ર ૫ ટકા જ પોટેન્શીયલ ને વાપરે છે. મારુ એવું માનવું છે કે જે વ્યકિત ૯૫ ટકા પોટેન્શીયલ લઇને મરવાના હોય તેને આજે જ મરી જવું જોઇએ. કારણ કે આવી રીતે જીવવાનો કોઇ અર્થ નથી.

આવનાર સમયમાં શિક્ષણ પઘ્ધતિ બદલશે

ભારતનું શિક્ષણ બ્રિટીશ લોકોએ શરુ કર્યુ હતું બ્રિટીશ લોકો ઇચ્છતા હતા કે ભારતીય માત્ર સિપાહી અને પટ્ટાવાળાઓનુ જ કામ કરે. જેથી તેઓએ ભારતનું શિક્ષણ જ એ પ્રકારે બનાવ્યું મારું એવું માનવું છે કે આવનાર ૧૦ વર્ષમાં આપણી શિક્ષણ પઘ્ધતિ બદલશે જેમાં સરકારનો મોટો સહયોગ મળશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જયાં સુધી બહારથી મદદ ન મળે ત્યાં સુધી પોતે જ પોતાની જાતની મદદ કરવી જોઇએ. દરરોજ રાત્રે હું ત્રણ પુસ્તક લખું છું. જેમાના એકમાં હું દરરોજની મારી પાંચ સિઘ્ધીઓ લખું છું. આ ઉપરાંત તે પુસ્તકમાં કાલે હું કરીશ તે લખું છું. બીજી બુકમાં આજે કયાં માણસ પ્રત્યે કૃતજ્ઞ છું અને કયા કારણોસર છું તે લખું છું. ત્રીજી બુકમાં આજે મેં શું શીખ્યું ? શું કર્યુ ? શું સા‚ થયું ? અને શુ: ખરાબ થયું ? તે લખું છું. હું કોઇનું માર્ગદર્શન મેળવવા માટે રોકાયો નથી. કોઇનું પ્રોત્સાહન મેળવવા માટે પણ રોકાયો નથી હું પોતે મારી જાતને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુ‚ પાડું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.