Abtak Media Google News

માનવ ઉત્કર્ષ મહોત્સવમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતીમાં સમાજને પ્રેરતા કાર્યક્રમોની વણઝાર

જે વ્યક્તિ મનથી અડગ હોય તે જ સફળ થઇ શકે તેવુ પ્રેરક વિધાન રેસકોર્સ ખાતે આયોજીત માનવ ઉત્કર્ષ મહોત્સવમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ કર્યુ હતું.

4 2તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંસ્કારીતા આપવાનું કામ જો કોઇ કરતુ હોય તો બીએપીએસ સંસ્થા કરે છે. ભારતીય સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ હતી અને આજે પણ પુરા વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ છે. આ ભારતીય સંસ્કૃતિને ટકી રહેવા માટે આઘ્યાત્મીક વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે સ્વામીનારાયણ સંપ્રદાયના તમામ સંતોએ પોતાનું જીવન રાષ્ટ્ર અને દેશને સમર્પિત કર્યુ છે. અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં માનનાર એક એક વ્યક્તિ રાષ્ટ્રની સંપત્તિ છે. આપણા દેશમાં જે માણસ મરી પીટવાની ભાવના સાથે આગળ વધે તે માણસ જ જીંદગીની સફર સફળ થાય છે. આ સંતોના પરિશ્રમથી અને પ્રમુખસ્વામીના માર્ગદર્શનથી વર્લ્ડમાં ૧૨૦૦ જેટલા મંદિરો સ્થપાયા છે. અને આપ સૌ પ્રમુખસ્વામીના અનુયાયીઓ છો અને જો તમે તમારા અનુયાયીના માર્ગદર્શન હેઠળ ચાલતા શીખશો તો આપણે ‘હું અને મારી રાષ્ટ્રીયતા’ને ચાર ચાંદ લગાવી શકીશું. રાષ્ટ્રીયતા સારી છે કે ખરાબ તે તેની અંદર રહેલી જનતાના જીવન અને તેના ચરિત્ર ઉપર આધાર રાખે છે. જે માણસની મનની અડગતા હોય તે માણસ જ સફળ થઇ શકે છે. તમામ સ્વામીઓ એક સરખા છે. જે લોકોને ખૂબ સાથ અને સહકાર આપવાની જ‚ર છે. સ્વામીનારાયણના તમામ પ્રકારના ધાર્મિક કાર્યોનો હું અને કર્ણાટકની જનતાવતી આભાર વ્યક્ત ક‚ છું.

6 2પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે રેસકોર્ષ મેદાનમાં માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન થયું છે. આ મહોત્સવ આવતીકાલે તા.૩૦ સુધી યોજાશે. જેમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ, સરગમ કલબના ગુણુભાઇ ડેલાવાળા, મ્યુ. કમિશનર બંછાનીધી પાની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાજને પ્રેરતા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આજે રાત્રે હું અને માત્ર શ્રઘ્ધ ઉપર સંવાદ અને આવતીકાલે હું અને મારા સુખ-શાંતિ વિષય પર લોકોને માર્ગદર્શન અપાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.