Abtak Media Google News

ભાજપ અગ્રણી ધનસુખ ભેંડેરી અને નીતીન ભારદ્વાજ ‘અબકત’ની મુલાકાતે

 લાખો રાજકોટવાસીઓ માટે આશા સમાજ નર્મદાના નીર રાજકોટ આવી પહોંચ્યા છે અને આજી ડેમ ભરવાનું શ‚ થઇ ગયું છે ત્યારે આ અવસરને આવકારવાને બદલે રાજકોટ કોંગ્રેસના વાંક દેખા આગેવાનો વિરોધ કરી રહ્યા છે જે રાજકોટ શહેરની પ્રજાના દ્રોહ સમાન છે તેમ અબતકને ભાજપના અગ્રણીઓ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપના અગ્રણી ધનસુખ ભંડેરી અને જુનાગઢ જીલ્લા ભાજપ પ્રભારી નીતીન ભારદ્વાજે એક નિવેદનમાં જણાવ્યું છે.

ભારદ્વાજે એમ પણ જણાવ્યું છે કે, કોંગ્રેસ શાસનમાં વર્ષો સુધી રહી હતી પરંતુ તેમના શાસકોએ નર્મદાની માત્ર વાતો કરી હતી જયારે ભારતીય જનતા પક્ષની સરકારે આ યોજનાને ઝડપભેર આગળ વધારી હતી. અને આજે તેના પરિણામો લોકોની નજર સામે છે. ઉનાળામાં પણ રાજકોટમાં પાણીકાપ નહી આવે તેવી મુખ્યમંત્રીએ જે હૈયાધારણ આપી હતી તે સાચી ઠરી છે અને હવે નર્મદાના ડેમમાંથી પાણી લાવીને આજી ડેમ ભરવાનું પુરુ થયું છે ત્યારે રાજકોટની પાણીની સમસ્યા આપોઆપ ઉકેલાઇ ગઇ છે.

રાજકોટની શાણી પ્રજા કોણ વાતો કરે છે અને કોણ વાસ્તવમા: કામ કરે છે તે જાણે છે અને તેથી જ વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર રાજકોટ આવી રહેલા હ્રદયસમ્રાટ નરેન્દ્રભાઇ મોદીને આવકારવા માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તેનો પણ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. તેમ જણાવતાં આ બન્ને આગેવાનોએ કહ્યું છે કે વડાપ્રધાનને રાજકોટની ધરતી ઉપર આવકારવા માટે સ્વયંભુ થનગનાટ જોાવ મળી રહ્યો છે પરંતુ કોંગ્રેસના આગેવાનો ઉત્સાહના આ પર્વમાં પણ રોડા નાખે છે. કોેગ્રેસના નેતાઓ નર્મદા ડેમનો વિચાર મુકયો હતો અને હાલમાં જે યોજના મુર્તિમંત થઇ છે તે પણ કોંગ્રેસના નેતાઓને આભારી છે તેવા ખ્યાલી પુલાવમાં રાચી રહેલા નેતાઓ એટલું નથી જાણતા કે વાતો કરવી એ અલગ બાબત છે અને નિષ્ઠાપૂર્વક કામ કરી પ્રજાને સુવિધા પુરી

પાડવી એ અલગ બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની સરકાર અને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર એમ આ બન્ને સરકારે રાજકોટની પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટે પ્રધાન્ય આપ્યું છે અને તેના પરિણામ જોવા મળી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.