Abtak Media Google News

ધ્રાંગધ્રા શહેરની જો વાત કરીએ તો ધ્રાંગધ્રા શહેરની દરેક ગલીઓમા જ ઉકરડા તથા ગંદકીના ગંજ નજરે પડે છે આવી ગંદકી તથા ઉકરડાના લીધે દરરોજ હજારો લોકો બિમારીનો ભોગ બને છે ઉકરડા અને ગંદકીના લીધે વધુ પડતા ગંભીર રોગ ઉદ્ભવ કરતા મચ્છરોનો ઉપદ્રવ વધે છે જેના લીધે શહેરમા ઘેર-ઘેર મંદવાડ જોવા મળે છે. ત્યારે શહેરીજનો દ્વારા ગંદકી તથા ઉકરડાને હટાવવા અનેક વખત નગરપાલિકા તંત્રને લેખીત રજુવાત તથા મૌખીક રજુવાત કરેલ છે પરંતુ ધ્રાંગધ્રા શહેર નગરપાલિકાનુ નિંભર તંત્ર હજુ સુધી જાગ્યુ નથી.

Img 20181014 Wa0005જ્યારે નગરપાલિકાના સેનેટરી વિભાગના અધિકારીઓ પણ લોકોની રજુવાતને માત્ર એક વાહિયાત વાતો ગણાવીને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના સીતા દરવાજા પાસે જાહેર રોડ પર થતી ગંદકી અને ખુલ્લી ગટરમા સમયસર સ્વચ્છતા નહિ થતા  દુર્ગંધથી રાહદારીઓને નિકળવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે અહિ રહેણાંક વિસ્તાર હોવાથી અહિના રહિશ દ્વારા વારંવાર રજુવાત છતા પણ નગરપાલિકાના કમીઁઓ દ્વારા સફાઇ નહિ થતા હવે લોકોની ઉગ્ર માંગ શરુ થઇ છે અને રહિશો દ્વારા અગામી સમયમા સફાઇ મુદ્દે નગરપાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.