Abtak Media Google News

કચેરી ખૂલ્લી ગયા બાદ કલાકો સુધી કર્મચારી કે અધિકારીઓ ડોકાતા નથી:બહુમાળી ભવન બન્યુ આળસુનું આશ્રયસ્થાન

રાજકોટ: સરકારી કચેરીઓમાં ઘણી વખત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર ન હોવાના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ઘણી વખત મહત્વના કામો પુરા ન થતા ધરમના ધકકા ખાવા પડે છે અને ચંપલ ઘસાઈ જવા છતાં પણ કામનું નિરાકરણ આવતું નથી. રાજકોટના બહુમાળી ભવનમાં કંઈક આવી જ હાલત જોવા મળે છે. અંધેરી નગરીને ગંડુ રાજા જેવા માહોલમાં બહુમાળી ભવનમાં રામ રાજય છે.

મોટાભાગના ખાતાઓમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા ન હોવાનું જોવા મળે છે. સામાન્ય રીતે કર્મચારીઓને ૧૧ વાગ્યા પહેલા ઓફિસે હાજર થવાનું હોય છે પરંતુ ઘણી વખત બપોર સુધી ઓફિસોમાં સન્નાટો છવાયેલો રહે છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ મુશ્કેલી અરજદારોને ભોગવવી પડે છે. કારણકે ઘણી વખત દુર-દુરથી સામાન્ય કામો માટે લોકો આવતા હોય છે પરંતુ મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર ન હોવાના કારણે કામ પુરુ થતું નથી. આ ઉપરાંત ઘણી વખત પુરતા કર્મચારીઓના અભાવે કામગીરીમાં વિલંબ થાય છે. કર્મચારીઓ તો ઠીક મુખ્ય અધિકારીઓ પણ સમયસર હાજર ન રહેવાના લીસ્ટમાં સામેલ છે.

એક તરફ બહુમાળી ભવનમાં નાના-નાના કામો માટે રોજ મોટી સંખ્યામાં અરજદારો દોડધામ કરતા હોય છે તો બીજી તરફ યોગ્ય સુવિધા આપવી તો ઠીક પણ જવાબ આપનારા અધિકારીઓ અને કર્મચારીઓ પણ મળતા નથી. લોકોમાં આ બાબતે અસંતોષ જોવા મળે છે પણ રોજબરોજના કામના ભારણ અને સમયના અભાવે આ માટે રજુઆતો કરવામાં આવતી નથી અને જો રજુઆતો થાય તો પણ મીંઢા થઈ ગયેલા કર્મચારીઓ દ્વારા જવાબ આપવામાં આવે સંભાવના ખુબ ઓછી છે. જો આવી જ પરિસ્થિતિ રહે તો પછી સરકારી તંત્રમાં થતા કામોનો કોઈ ફાયદો રહેશે નહીં અને આવી પ્રવૃતિનો ભોગ સીધા અરજદારોને બનવું પડશે. ઘણી વખત લોકો દ્વારા રજુઆતો થાય છે પણ આવી રજુઆતો બાબતે પુરતુ ધ્યાન અપાતુ નથી.

સામાન્ય રીતે સરકારી ઓફિસો સમયસર શ‚ થવી જોઈએ પણ એક અથવા બીજી રીતે કર્મચારીઓ જ યોગ્ય સમયે કચેરીમાં દેખાતા નથી. વિકલાંગો બહુમાળી ભવનમાં અંદર જવા માટે વિકલાંગોનો ખાસ રસ્તો બનાવવામાં આવ્યો છે. તેમાં રહેલી ગ્રીલ પણ તુટી ગઈ છે. જેને ફરીથી મરામત કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. આવી બીજી પણ કેટલી સમસ્યાઓ બહુમાળી ભવનમાં જોવા મળે છે પણ આ મુશ્કેલી બાબતે તસ્દી લેનારું કોઈ ન હોવાથી બહુમાળી ભવનની મોટાભાગની કચેરીઓ ધણીધોરી વિનાની બની છે.

કર્મચારીઓ કચેરીમાં હાજર ન હોવાનું તો ઠીક સ્ટેમ્પ ડયુટી જેવા મહત્વના વિભાગોમાં જ‚રી દસ્તાવેજો કબાટમાં ખુલ્લા પડયા હોય છે. તમામ વસ્તુઓ અસ્ત-વ્યસ્ત અને ખંઢેર હાલતમાં જોવા મળે છે. મોટાભાગની ઓફિસોમાં દસ્તાવેજો સુરક્ષિત રીતે રાખવાની કોઈપણ સિસ્ટમ નથી. તમામ કાગળો અસ્ત-વ્યસ્ત પડયા હોય અને જાણે બહુમાળી ભવન સ્વચ્છતાની તદન વિરુઘ્ધ હોય તેવો આભાસ થાય છે.

વધુમાં સરકારી કચેરીઓ બહારની લોબી ગોડાઉન બની ગઈ હોય તેવી હાલત છે. આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ તેવી માંગ લોકોમાં પણ ઉઠી રહી છે. જયાં બહુમાળી ભવનમાં ઘણી જગ્યાએ પાન-ફાકી ખાઈને થૂંકવું નહીં તેવા સુત્રો લખ્યા છે ત્યાંજ ગંદવાડો થયો છે અને દિવાલનો કલર પણ દેખાતો નથી.  ઘણા અધિકારીઓને કહેવું છે કે જે વિભાગના મુખ્ય અધિકારીઓ હાજર નથી કે ફિલ્ડ વર્કમાં અથવા ચાર્જમાં છે ત્યાં લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવાની જવાબદારી કોની ? જો તંત્ર આવી જ કફોડી હાલતમાં રહેશે તો લોકોના પ્રશ્ર્નો પણ આમને આમ જ વધતા રહેશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ ઉપરાંત ઘણી ઓફિસોમાં કર્મચારીઓ હાજર ન હોવા છતાં પણ પંખા-એસી સતત ચાલુ જ હોય છે. હવે આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું.

એક તરફ બહુમાળી ભવનમાં નાના-નાના કામો માટે રોજ મોટી સંખ્યામાં અરજદારો દોડધામ કરતા હોય છે તો બીજી તરફ યોગ્ય સુવિધા આપવી તો ઠીક પણ જવાબ આપનારા અધિકારીઓ અને કર્મચારીઓ પણ મળતા નથી: બહુમાળી ભવનમાં અંદર જવા માટે વિકલાંગોનો ખાસ રસ્તો બનાવવામાં આવ્યો છે

તેમાં રહેલી ગ્રીલ પણ તુટી ગઈ છે, જેને ફરીથી મરામત કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી: વડાપ્રધાન મોદી દિવ્યાંગોના વિકાસની વાતો કરે છે અને સગવડો ઉભી કરવાના દાવા કરે છે ત્યારે બહુમાળી ભવનમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓની જવાબદારી કોણ ઉપાડશે તે મોટો પ્રશ્ર્ન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.